GSTV

લોન મોરેટોરિયમ : મોદી સરકારનું ‘સ્માર્ટ મૂવ’, આ જાહેરાત કરાવશે મોટો ફાયદો

લોન

મોદી સરકારે અંતે લોન મોરેટોરિયમ અંગેનું જાહેરનામું બહાર પાડીને લાખો લોનધારકોને રાહત આપી દીધી. મોદી સરકારે બેંકોને લોકડાઉનના સમયગાળા દરમિયાન મોરેટોરીયમનો લાભ લેનારા લોનધારકો પાસેથી લેવાયેલું વ્યાજનું વ્યાજ માફ કરવા ૫ નવેમ્બર સુધીમાં મુદત પણ આપી દીધી છે. જેમણે મોરેટોરીયમનો લાભ નથી લીધો તેમને પણ આ સ્કીમનો લાભ મળશે. વિશ્લેષકો મોદી સરકારની જાહેરાતને ‘સ્માર્ટ મૂવ’ ગણાવે છે.

મોદી સરકારની આ જાહેરાતથી લાખો લોનધારકો ખુશ થઇ જશે

લોન

મોદી સરકારને આ જાહેરાતના કારણે આર્થિક રીતે ૬૫૦૦ કરોડ રૂપિયાનો બોજ પડશે પણ લાખો લોનધારકો તેના કારણે ખુશ થઈ જશે. તેમનાં પરિવારજનોને પણ ગણતરીમાં લો તો કરોડો લોકોને તેનો સીધો લાભ મળશે. કેન્દ્ર માટે ૬૫૦૦ કરોડ રૂપિયા બહુ મોટી રકમ નથી. બહુ નાની રકમ ખર્ચીને મોદી સરકારે કરોડો લોકોને ફાયદો કરાવી દીધો હોવાનો અહેસાસ કરાવી દીધો છે. આ વાતનો તેને મોટો રાજકીય ફાયદો મળશે. મોદી સરકાર મધ્યમ વર્ગ માટે કશું કરતી નથી એવી માન્યતા છે. આ યોજનાનો લાભ મુખ્યત્વે મધ્યમ વર્ગને મળશે તેથી તેના મનમાં રહેલો અસંતોષ પણ દૂર થશે.

Read Also

Related posts

અગ્નિકાંડ/ આ ઘટનાને રાજકોટના મેયર બીનાબહેન આચાર્યએ કુદરતી રીતે લાગેલી આગ ગણાવતા વિવાદ વકર્યો

pratik shah

મક્કમ/ ખેડૂતોની જિદ સામે પોલીસની એકપણ ના ચાલી, સિંધુ બોર્ડર પર ટીયર ગેસના સેલ છોડાયા

Bansari

અમદાવાદમાં નવેમ્બરમાં કોરોના વકર્યો : અત્યારસુધીમાં સૌથી વધારે કેસ, કોરોનાનો ઉથલો ગુજરાતને ભારે પડ્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!