GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

વધુ માલ્યા અને મોદી સામે આવે તો નવાઈ નહીં, લોન લેવાના પ્રમાણમાં થયો છે વધારો

એક સમયે બચત માટે જાણીતા સરેરાશ ભારતીયમાં દેવાનું પ્રમાણ વધી રહ્યુ છે. ચાર્ટ પરથી જણાય છે કે છેલ્લા પાંચ વર્ષમાં રિટેલ લોનમાં કેટલો ઉછાળો આવ્યો છે. તેની સાથે તે બાબત નોંધનીય છે કે લોન એકાઉન્ટની સંખ્યામાં થયેલો વધારો ઓછો છે, તે દર્શાવે છે કે પ્રતિ એકાઉન્ટ લોનનું મૂલ્ય વધ્યું છે.

રિઝર્વ બેન્કના આંકડા અને બેન્કિંગ રિપોર્ટના પ્રોગેર્સેના છેલ્લા પાંચ વર્ષના આંકડા દર્શાવે છે કે રિટેલ લોન આ સમયગાળા દરમિયાન 16.4 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધી છે, પરંતુ લોન એકાઉન્ટનો ચક્રવૃદ્ધિદર ફક્ત 7.5 ટકા છે. આ ઋણમાં વધારો થવાનું કારણ આવકમાં વધારો છે. વ્યક્તિઓ વધારે કમાય છે અને તેથી તેમની ઊંચા મૂલ્યની લોન મેળવવાની સંભાવના વધી છે. તેઓએ જણાવ્યું હતું કે સરેરાશ ભારતીયે તેની આવકવૃદ્ધિની તુલનાએ લોનમાં વધારે વૃદ્ધિ કરી છે.

આ દર્શાવે છે કે વ્યક્તિ દીઠ જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) વૃદ્ધિની તુલનાએ વ્યક્તિ દીઠ લોનની રકમમાં વધારો થયો છે. 2017-18માં વ્યક્તિ દીઠ જીડીપી 8.5 ટકાના દરે વધ્યો હતો, જ્યારે વ્યક્તિ દીઠ લોન વૃદ્દિનુંપ્રમાણ 17.9 ટકા હતું. શા માટે ભારતીયો આટલું ઋણ લઈ રહ્યા છે. દેવાના પ્રમાણમાં વધારો થવાનું મુખ્ય કારણ અનસિક્યોર્ડ પર્સનલ લોન છે. ભારતીયો તેમની બધી ઇચ્છાઓ ઇએમઆઇ દ્વારા પૂરી કરી રહ્યા છે. તેમા આંતરરાષ્ટ્રીય પ્રવાસથી લઈને લક્ઝરી ગૂડ્સનો સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

Russia ની સેચેનોવ યુનિવર્સિટીએ કર્યો કોરોનાની રસી તૈયાર કરી હોવાનો દાવો

pratik shah

પશ્ચિમ-નવા પશ્ચિમના વિસ્તારોમાં કોરોના વકર્યો, શહેરમાં છેલ્લા 24 કલાકમાં નવા 152 કેસો નોંધાયા

pratik shah

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ, ત્રણ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા કરાઈ આગાહી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!