GSTV
Home » News » લોન કૌભાંડ કરનાર ઉદ્યોગપતિ ભટનાગરને સૌરભના આશીર્વાદ, જુઓ ભાજપના નેતાઓ સાથેની તસવીરો

લોન કૌભાંડ કરનાર ઉદ્યોગપતિ ભટનાગરને સૌરભના આશીર્વાદ, જુઓ ભાજપના નેતાઓ સાથેની તસવીરો

છેલ્લા કેટલાંક સમયથી એક પછી બેંકીંગ કૌભાંડો બહાર આવી રહ્યા છે. જોવાની વાત એ છે કે જે લોકો કૌભાંડ કરનારા છે તે બધા જ રાજ્યના અને દેશના મોટા નેતાઓની આસપાસ ફરનારા છે. સામાન્ય માણસ માટે મુખ્યપ્રધાન કે વડાપ્રધાનને મળવું અત્યંત મુશ્કેલ છે. પરંતુ જે લોકો જેટલા મોટા પ્રમાણમાં બેંકોનું ફુલેકું ફેરવી શકે કે પ્રજાના પૈસા હડપ કરી શકે તે બધા મોટા ગજાના નેતાઓને સેહલાઈથી મળી શકે છે.

વડોદરાના ઉદ્યોગપતિ અમિત ભટનાગરનો જ દાખલો લઈ લોને અમિત ભટનાગર પાસે બેન્કોને 2600 કરોડ લેવાના બાકી છે. આ લોન કૌભાંડમાં સીબીઆઈએ ભટનાગરના ઘર, ઓફિસ અને પ્લાન્ટ પર દરોડા પાડ્યા છે અને હાલમાં પણ કાર્યવાહી ચાલી રહી છે.

અગાઉના ‘વજનદાર’ ભાજપી નેતા અને હાલના ઉર્જાપ્રધાન તેમના માનીતા ઉદ્યોગપતિ અમિત ભટનાગરના કાર્યક્રમોમાં અચૂક હાજરી આપતા. એટલુ જ નહી તેઓ અમિત ભટનાગરને ભાજપના અન્ય નેતાઓ પાસે પણ પ્રોજેક્ટ કરતા હતા. 2014ની લોકસભાની ચૂંટણીમાં જવલંત જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવ્યા ત્યારે એરપોર્ટ પર  તેમને અભિનંદન  આપવા પહોંચેલા ભટનાગર સાથે સૌરભ પટેલ પણ હાજર રહ્યા હતા.

વડોદરામાં અમિત યોજીત નવરાત્રી મહોત્સવમાં  પણ સૌરભ પટેલની હાજરી વડોદરાવાસીઓનું ધ્યાન ખેંચતી રહી છે. એક નવરાત્રિ મહોત્સવમાં મુખ્યપ્રધાન રૃપાણી સાથે અને તે અગાઉના ગરબા મહોત્સવમાં તાત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબેન સાથે સૌરભ પટેલ પણ ખાસ હાજર રહ્યા હતા. અમિત યોજીત દરેક મોટા કાર્યક્રમોનું પીઠબળ સૌરભ પટેલ ગણાતા હતા. વજનદાર સૌરભના આશીર્વાદથી અમિત પણ દરેક અર્થમાં ”વજનદાર” બની ગયા હતા.

Related posts

ઘોર કળીયુગઃ યુવક-યુવતીના લગ્ન પહેલા દુલ્હનની માતાને ભગાડી લઈ ગયો વરરાજાનો બાપ

Ankita Trada

મેયરના વિસ્તારમાં ધમધમતા દારૂ અને જુગારના અડ્ડા બંધ કરો, ભાજપના કોર્પોરેટરોનો કમિશનરને પત્ર

Bansari

દૂધ સાગર ડેરીની દોગલી નીતિ : હરિયાણા કરતા મહેસાણાના પશુપાલકોને ઓછો મળે છે દૂધનો ભાવ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!