GSTV
AGRICULTURE Trending

આ રાજ્યના ખેડૂતોને વગર વ્યાજે આટલા લાખ સુધીની લોન મળશે

કેન્દ્ર અને રાજ્ય સરકારો ખેડૂતોની આવક વધારવા અને તેમને સુવિધાઓ આપવા માટે સતત કામ કરે છે. કેન્દ્ર સરકાર ખેડૂત માટે વિવિધ યોજનાઓ ચલાવતી રહે છે તો બીજી તરફ રાજ્ય સરકારો પણ વિવિધ યોજનાઓ લાવતી રહે છે. આ શ્રેણીમાં છત્તીસગઢ સરકારે બાગાયતી પાકો એટલે કે બાગાયતને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને વ્યાજ દર વિના ટૂંકા ગાળાની લોન આપવાનો નિર્ણય કર્યો છે.

છત્તીસગઢમાં સીએમ ભૂપેશ બઘેલે જાહેરાત કરી છે કે રાજ્યના ખેડૂતોને શૂન્ય વ્યાજ દરે 3 લાખ સુધીની લોન આપવામાં આવશે. આ લોન દ્વારા ખેડૂતો મકાઈ, મગફળી વગેરે જેવા બાગાયતી પાકની ખેતી કરી શકે છે. આ ઉપરાંત ખેડૂતોના કૌશલ્યને વધારવા માટે બાગાયતી પાકોની અદ્યતન ખેતી માટે ટેકનિકલ તાલીમ અને અદ્યતન ખેતી માટે સિંચાઈ સહિતના વિવિધ સાધનો ( ઉપકરણો) પર સબસિડી પણ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે.

સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને બાગાયતી ખેતી કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. કૃષિ નિષ્ણાતોએ જણાવ્યું કે બાગાયતી પાકની ખેતી પરંપરાગત ખેતી કરતાં ત્રણ ગણી વધું ફાયદાકારક છે. આ યોજના માત્ર છત્તીસગઢમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપશે.

ખેડૂત માટે સબસિડી

તેવી જ રીતે સંરક્ષિત ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર ખેડૂતોને ગ્રીન હાઉસ, પોલી હાઉસ, શેડ નેટ હાઉસ વગેરે સ્થાપવા માટે સબસિડી પણ આપે છે. આ સાથે ખેડૂત કોલ સેન્ટર પરથી ખેડૂતોને ખેતી અંગે સતત માર્ગદર્શન આપવામાં આવે છે.

READ ALSO

Related posts

પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો

Hardik Hingu

Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી

GSTV Web Desk

જર્મનીની જીત / હોકી વર્લ્ડ કપમાં બેલ્જિયમને શૂટઆઉટમાં હરાવીને જર્મનીએ ખિતાબ જીત્યો

Hardik Hingu
GSTV