GSTV

LLBના છાત્રો માટે ખુશખબર : હવે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે લેવાશે પરીક્ષાઓ, જાણી લો ક્યારે યોજાશે

Last Updated on June 12, 2021 by Harshad Patel

બાર કાઉન્સિલની સ્પષ્ટતા બાદ હવે ગુજરાત યુનિ.એ લૉ ફેકલ્ટીમાં પણ અન્ય કોર્સની જેમ ઓફલાઈન અને ઓનલાઈન એમ બંને રીતે પરીક્ષાઓ લેવાનું નક્કી કર્યું છે.એલએલબી અને ઈન્ટિગ્રેટેડ લૉમાં પણ વિદ્યાર્થીઓને ઓનલાઈન પરીક્ષા આપાવનો વિકલ્પ અપાશે.જે માટે સોમવારથી રજિસ્ટ્રેશન શરૃ થશે અને જુલાઈમાં પરીક્ષાઓ લેવામાં આવશે.

કાઉન્સિલે તમામ યુનિ.ઓને હવે પરીક્ષાઓ ફરજીયાતપણે લેવાનું સ્પષ્ટ કરી દીધુ

ગુજરાત યુનિ.દ્વારા એલએલબીમાં સેમેસ્ટર ૨,૪ અને ૬ની તેમજ ઈન્ટિગ્રેટેડ લૉમાં સેમેસ્ટર ૨,૪,૬ અને ૮ની પરીક્ષાઓ ઓફલાઈન ધોરણે લેવાનું જાહેર કરાયુ હતુ અને જે ૧૦મી જુનથી શરૃ થનારી હતી પરંતુ પરીક્ષાઓ લેવા મુદ્દે વિરોધ થાય બાદ અને સરકારની પણ ઓફલાઈન પરીક્ષાની મંજૂરી ન હોવાથી યુનિ.એ પરીક્ષા મોકુફ કરી હતી. જ્યારે બાર કાઉન્સિલે પણ સેમે.૨ અને ૪માં મેરિટ બેઝ પ્રોગ્રેશન આપવુ કે નહી તે મુદ્દે હાઈલેવલ કમિટી રચી હતી જેની ભલામણો બાદ કાઉન્સિલે તમામ યુનિ.ઓને હવે પરીક્ષાઓ ફરજીયાતપણે લેવાનું સ્પષ્ટ કરી દીધુ છે તેમજ યુનિ.ઓને પોતાની રીતે કોઈ પણ મોડમાં પરીક્ષા લેવાની છુટ આપી છે. આમ યુનિ.ઓએ હવે તમામ સેમેસ્ટરની પરીક્ષાઓ લેવાની છે ત્યારે ગુજરાત યુનિ.એ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે લૉની પરીક્ષાઓ લેવાનું આજે જાહેર કર્યુ છે.

ઓનલાઈન પરીક્ષાઓ અને વિકલ્પ પસંદગી માટે રજિસ્ટ્રેશન કરવા વિગતવાર પરિપત્ર જાહેર કરાશે

સોમવારે ઓનલાઈન પરીક્ષાઓ અને વિકલ્પ પસંદગી માટે રજિસ્ટ્રેશન કરવા વિગતવાર પરિપત્ર જાહેર કરાશે. જ્યારે સૌપ્રથમ ઓનલાઈન પરીક્ષાઓ લેવાશે અને જે જુલાઈના પ્રથમ સપ્તાહમાં લેવાશે અને ત્યારબાદ ઓફલાઈન પરીક્ષાઓ લેવાશે.એલએલબીમાં સેમ.૨,૪ અને ૬માં ૫ હજારથી વધુ અને ઈન્ટિગ્રેટેડ લૉમાં સેમ.૨,૪,૬ અને ૮ના ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ સાથે ૬ હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવાનાર છે.મહત્વનું છે કે હવે ઓનલાઈન પરીક્ષાઓ પણ લેવાનાર છે ત્યારે ફરી એકવાર ગત વર્ષની જેમ લૉની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ઘરેબેઠા પરીક્ષા આપતા ગેરરીતિ થઈ શકે છે અને ફરી એમસીક્યુ મુજબ પુરા માર્કસ આવી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

હવામાન: અસહ્ય ઉકળાટ બાદ અમદાવાદમાં ખાબક્યો વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

Pravin Makwana

અફઘાનિસ્તાન/ તાલિબાની આતંકવાદીઓ મહિલાઓ સાથે ખૂબ જ બર્બર વર્તન, 15 વર્ષથી ઉપરની છોકરીઓનું લિસ્ટ બનાવ્યું

Damini Patel

મર્ડર મિસ્ટ્રી: 50 દિવસ બાદ સ્વિટી પટેલ મામલે સચ્ચાઈ સામે આવી, પોલીસ ઈન્સ્પેક્ટરે જ કરાવી હતી હત્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!