દેશમાં ઘાતક કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે, સંખ્યાબંધ રાજ્યો આ ઘાતક વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. રિપોર્ટસ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૧૫૧ કેસો સામે આવ્યા છે. જે છેલ્લા પાંચ મહિનાના સૌથી વધુ કેસો છે. આ ઉપરાંત દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૧૧,૯૦૩ થઇ ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહોર કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. આ અગાઉ ૨૮ ઓક્ટોબરના રોજ ૨૨૦૮ કેસ નોંધવામાં આવ્યા હતાં.

૨૮ ઓક્ટોબરના રોજ ૨૨૦૮ કેસ નોંધવામાં આવ્યા
ઘતક કોરોના વધુ સાત લોકોને ભરખી ગયો, કુલ મૃત્યુઆંક વધીને ૫,૩૦,૮૪૮ થઇ ગયો છે. સાત પૈકી ત્રણ મોત મહારાષ્ટ્રમાં, એક કર્ણાટકમાં તથા ત્રણ મોત કેરળમાં અગાઉના નોંધવામાં આવ્યા છે. દૈનિક પોઝિટીવ રેટ ૧.૫૧ ટકા અને સાપ્તાહિક પોઝિટીવ રેટ ૧.૫૩ ટકા નોંધવામાં આવ્યો છે. દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૪૭,૦૯,૬૭૬ થઇ ગઇ છે.
કોરોનાનો કહેર વધ્યો
કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને ૪,૪૧,૬૬,૯૨૫ થઇ ગઇ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર રાષ્ટ્રવ્યાપી કોવિડ-૧૯ રસીકરણ અભિયાન હેઠળ કોરોના વેક્સિનના અત્યાર સુધી કુલ ૨૨૦.૬૫ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
READ ALSO
- શિયાળામાં સ્ટાઇલિશ દેખાવા ઈચ્છો છો, તો કેરી કરો આ આઉટફિટ્સ, મળશે યુનિક લુક
- શિયાળામાં દૂધમાં આ 4 વસ્તુઓ મિક્સ કરીને પીવો, શરીરને શક્તિ મળશે અને બચી શકશો શરદી-ખાંસીથી
- Sam Bahadur Screening દરમિયાન સિતારાઓનો મેળો જામ્યો, રેખાએ પોતાના ચાર્મથી કેટરિના-અનન્યાને ફિક્કા પાડ્યાં
- ‘ભારતે આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર છે…’ અમેરિકાના દાવા બાદ કેનેડાના PM જસ્ટિન ટ્રુડોનું મોટું નિવેદન
- અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી કિસિંજરનું નિધન, 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન વિવાદાસ્પદ રહી હતી ભૂમિકા