GSTV

LJP માં મચેલી ધમાસાણ બાદ પટનામાં હોબાળો, રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી હટાવતા જ ચિરાગએ પાંચેય સાંસદોને કર્યા સસ્પેન્ડ

Last Updated on June 15, 2021 by Dhruv Brahmbhatt

લોક જનશક્તિ પાર્ટી (LJP) માં મચેલી ધમાલ બાદ ચિરાગ પાસવાનને હવે સંસદીય દળના નેતાની સાથે સાથે હવે રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી પણ હટાવી દેવામાં આવ્યાં છે. કાકા પશુપતિ કુમાર પારસ સમર્થિત નેતાઓએ LJP સંવિધાનનો હવાલો આપતા ચિરાગને રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી હટાવી દીધા છે. તેઓનું એમ કહેવું હતું કે, “ચિરાગ ત્રણ-ત્રણ પદો પર એક સાથે કાબિલ હતાં.’ આ સાથે જ ચિરાગ પાસવાનએ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની એક બેઠક બોલાવી અને પાંચેય સાંસદોને નિલંબિત કરી દીધાં.

આ સાથે જ ચિરાગ પાસવાનએ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે. આ બેઠક પહેલાં પટનામાં ચિરાગના સમર્થકોએ કાકા પશુપતિ કુમાર પારસ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર અને હોબાળો કર્યો છે. સમર્થકોએ પશુપતિ પારસ સહિત તમામ 5 સાંસદો અને નીતિશ કુમારની તસવીરો પણ સળગાવી.

ચિરાગના સમર્થકોનો એવો આરોપ છે કે, નીતિશ કુમારએ LJP માં ભંગ પડાવ્યો છે, તેઓ માત્ર ચિરાગને જ નેતા માને છે. રામવિલાસ પાસવાનએ પશુપતિ પારસને MLA-MP બનાવ્યા અને તેઓએ તેમના પુત્રની પીઠમાં જ છુરો ભોંક્યો. જો કોઇ નારાજગી હતી તો ચિરાગ સાથે વાત કરવી જોઇતી હતી.

પિતાના મોત બાદ તમારા વ્યવહારથી હું તૂટી ગયો – ચિરાગ

આ બેઠક પહેલાં ચિરાગએ કાકાના નામે ખૂબ જ ભાવુક ટ્વિટ કર્યું. તેઓએ જણાવ્યું કે, પિતાના મોત બાદ તમારા વ્યવહારથી હું તૂટી ગયો. હું પાર્ટી અને પરિવારને સાથે રાખવામાં અસફળ રહ્યો. ચિરાગએ એક જૂનો પત્ર પણ ટ્વિટર પર શેર કર્યો છે.

ચિરાગ પાસવાનએ ટ્વિટમાં જણાવ્યું કે, ‘પિતાની બનાવેલી આ પાર્ટી અને પોતાના પરિવારને સાથે રાખવા માટે મે પ્રયાસ કર્યા પરંતુ હું અસફળ રહ્યો. પાર્ટી માતા સમાન છે અને માતા સાથે ક્યારેય દગો ના કરવો જોઇએ. લોકતંત્રમાં જનતા જ સર્વોપરિ છે. પાર્ટીમાં આસ્થા રાખનારા લોકોનો હું ધન્યવાદ પાઠવું છું. એક જૂનો પત્ર હું શેર કરું છું.’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!