GSTV
Home » News » ભાજપને ઝટકા ઉપર ઝટકો, ઝારખંડમાં ચૂંટણી પહેલા જ આ પાર્ટીએ તોડી નાખ્યું ગઠબંધન

ભાજપને ઝટકા ઉપર ઝટકો, ઝારખંડમાં ચૂંટણી પહેલા જ આ પાર્ટીએ તોડી નાખ્યું ગઠબંધન

ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો લાગ્યો છે. ઝારખંડમાં ભાજપના મુખ્ય વ્હીપે ભાજપને અલદીવા કરી દીધી હતી અને તેઓ ઓલ ઇન્ડિયા ઝારખંડ સ્ટૂડંન્ટ યૂનિયન (આજસૂ)માં સામેલ થઇ ગયા હતા. આ સાથે જ મહારાષ્ટ્રની જેમ ઝારખંડમાં એનડીએમાં તીરાડ પડી ગઇ છે. ભાજપના સાથી પક્ષ એલજેપીએ ઝારખંડમાં ભાજપ સાથે ગઠબંધન કરવાની ના પાડી દીધી છે અને 50 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારશે, એટલે કે ભાજપની સામે હવે તેની સહીયોગી પાર્ટીની જ ટક્કર જોવા મળશે. મહારાષ્ટ્રમાં શિવસેનાએ પણ એનડીએ સાથે છેડો ફાડી દીધો છે, જે સાથે જ હવે એનડીએની અન્ય સમર્થક પાર્ટીઓ પણ હવે ભાજપથી દુર થવા લાગી છે. ઝારખંડમાં 30મી નવેમ્બરના રોજ પાંચ તબક્કામાં મતદાન શરૂ થશે.

જ્યારે પરીણામો 23મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ઝારખંડમાં કુલ 81 બેઠકો છે જેમાં 50 બેઠકો પર એલજેપી એકલા હાથે ચૂંટણી લડશે અને એવી શક્યતાઓ છે કે ભાજપની સામે પણ પોતાના ઉમેદવારોને ઉતારશે. એલજેપી બિહારમાં અને કેન્દ્રમાં ભાજપની સહીયોગી પાર્ટી છે. પણ હવે શિવસેના બાદ તેણે પણ ભાજપને ઝારખંડમાં રામરામ કરી દીધા છે.

આ પહેલા જોકે એલજેપી ઝારખંડ વિધાનસભાની ચૂંટણી લડી ચુકી છે પણ તે કોઇ બેઠક જીતી નહોતી શકી, જેથી આ વખતે ભાજપે પણ ગઠબંધનમાં કોઇ રસ ન દાખવ્યો હોય તેવા અહેવાલો છે. જોકે હવે એલજેપી એકલા હાથે જ 50 બેઠકો પર ચૂંટણી લડવા જઇ રહી છે તેથી ભાજપના મત તોડી શકે છે તેમ નિષ્ણાંતો માની રહ્યા છે.બીજી તરફ સરકારમાં હાલમાં સહયોગી રહેલી આજસૂ એટલે કે ઓલ ઇન્ડિયા ઝારખંડ સ્ટૂડન્ટ યૂનિયને પણ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી દીધા છે, જ્યારે બીજી તરફ ભાજપના મુખ્ય વ્હીપ રાધા કૃષ્ણ કિશોર મંગળવારે ભાજપ છોડીને આજસૂમાં જોડાઇ ગયા છે અને ચૂંટણી લડશે. તેથી હવે ભાજપના બે સહીયોગી પક્ષો જ હવે તેની સામે ચૂંટણી લડવા માટે તૈયાર થઇ ગયા છે.

2014માં ઝારખંડની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ72 બેઠકો પર લડયું હતું અને 37 બેઠક જીતી હતી, જ્યારે આજસૂ પણ 8 બેઠક પર લડયું અને પાંચ પર જીત મેળવી. જ્યારે લોજપા એક બેઠક પર લડયું હતું પણ કોઇ જીત નહોતી થઇ શકી.જોકે આ વખતે તે 50 બેઠકો પરથી લડી રહી છે તેથી જીતની તેને આશા છે. હાલ ઝારખંડ મુક્તિ મોર્ચા પાસે ભાજપ બાદ સૌથી વધુ 1૯ બેઠકો છે. આ પરિસિૃથતિ વચ્ચે હવે ભાજપનો સાથ તેના સાથી પક્ષો છોડવા લાગ્યા છે. 

મહિલાનું શોષણ કરવાના આરોપીને જેવીએમએ ટિકિટ આપી

ઝારખંડ વિકાસ મોર્ચા (જેવીએમપી)એ જે 37 વિધાનસભાની બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે તેમા એક વર્તમાન ધારાસભ્ય પ્રદીપ યાદવનો પણ સમાવેશ થાય છે. પ્રદીપ યાદવ વિરૂદ્ધ મહિલાની છેડતીનો આરોપ છે અને તેને હાલ જામીન પર છોડવામાં આવેલ છે. આવી સ્થિતિમાં પક્ષે મહિલાઓની સુરક્ષાની વાતો કરીને બીજી તરફ એવા નેતાને ટીકીટ આપવામાં આવી રહી છે કે જેના પર જ મહિલા સુરક્ષાને લઇને સવાલો ઉઠી રહ્યા છે. આ યાદીમાં અભયસિંહનો પણ સમાવેશ થાય છે, જેઓએ વર્ષો પહેલા ભાજપ પક્ષ સાથે છેડો ફાડયો હતો. આ વર્ષે મે મહિનામાં એક મહિલાએ એવી ફરિયાદ કરી હતી કે પ્રદીપ યાદવે મારૂ શારીરિક શોષણ કર્યું છે. બાદમાં પ્રદીપે સરેન્ડર કરી દીધુ હતું. હાલ તેને જામીન પર છોડવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓ માટે સુપ્રિમ કોર્ટે લીધો મહત્વનો નિર્ણય, હવે તેમને પણ મળશે આ ફાયદો

Mansi Patel

નિર્ભયા મામલો: સગીર હોવાના દાવાવાળી અરજી પર 20 જાન્યુઆરીએ સુનવણી કરશે સુપ્રિમ કોર્ટ

Mansi Patel

પાકિસ્તાનમાં હવે આવ્યુ લોટનું સંકટ,પડોશી દેશને બે ટંકની રોટલી મેળવવા પડી રહ્યા છે ફાંફા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!