GSTV
Gujarat Government Advertisement

લોજપાએ બિહારમાં ભાજપની સાથે હોવાનો દાવો કરી ભાગલપુરમાં ભાજપ સામે જ ઉભો કર્યો ઉમેદવાર, એનડીએમાં સમીકરણો બગડશે

Last Updated on October 13, 2020 by Karan

બિહાર વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી હતી તેમ તેમ રાજકારણમાં નવા નવા રંગ જોવા મળતા હતા. રામ વિલાસ પાસવાનના લોક જનશક્તિ પાર્ટીએ એનડીએ સાથે છેડો ફાડવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભાજપની સાથે હોવાનો દાવો છોડ્યો નહોતો. અમે ભાજપ સામે ઉમેદવાર ઊભો નહીં રાખીએ એવી લોજપે જાહેરાત કરી હતી.

ભાગલપુરમાં ચિરાગે ભાજપના ઉમેદવાર સામે પોતાના ઉમેદવારને ઊભો કર્યો

આવી જાહેરાત છતાં ભાગલપુરમાં ચિરાગે ભાજપના ઉમેદવાર સામે પોતાના ઉમેદવારને ઊભો કર્યો હતો. ભાજપે રોહિત પાંડેને પોતાના ઉમેદવાર જાહેર કરતાં લોજપે ડેપ્યુટી મેયર રાજેશ વર્માને ઉમેદવાર જાહેર કર્યા હતા. ખૂબીની વાત એ છે કે રાજેશ વર્મા  હજુ જુલાઇમાં જ લોજપના સભ્ય બન્યા હતા. જો કે અત્યાર અગાઉ ભાજપે વૈશાલીના લાલગંજ અને ઇસ્ટ ચંપારણમાં લોજપના ઉમેદવાર સામે પોતાના ઉમેદવાર ઊભા કર્યા હતા.

મોદી સરકારે ચિરાગ પાસવાનને પ્રધાન બનાવવા જોઇએ

આમ બિહારમાં નેતાઓ બોલે છે કાંઇ અને કરે છે કાંઇ. લોજપે એવી માગણી પણ કરી હતી કે રામ વિલાસ કેન્દ્રના પ્રધાન મંડળમાં હતા. હવે તેમનું નિધન થતાં મોદી સરકારે ચિરાગ પાસવાનને પ્રધાન બનાવવા જોઇએ. લોજપ સતત એવો દાવો કરતો રહ્યો હતો કે અમે ભાજપની સાથે જ છીએ. નીતિશ કુમારે ગંભીર રીતે વાંધો લેતાં ભાજપે લોજપને ચેતવણી આપી હતી કે અમારું નામ વટાવી નહીં ખાતા. તમે વડા પ્રધાનના ફોટોગ્રાફનો ઉપયોગ તમારા પોસ્ટરમાં કરશો તો અમારે ચૂંટણી પંચને ફરિયાદ કરવી પડશે. આ આખોય તમાશો મતદારોની પરવા કર્યા વિના ખેલાઇ રહ્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સુરત: મોડી રાતે સ્લેબ તૂટી પડતા નિંદ્રાધીન બે બાળકોના થયા કરૂણ મોત, તંત્ર થયું દોડતુ

Pravin Makwana

કોરોનાનો કેર/ કેનેડા-યુકે પછી આ દેશે લાગવ્યો ભારત પર ટ્રાવેલ બેન, નિર્ણયથી આ રીતે પરેશાન થયા યાત્રીઓ

Damini Patel

હેલ્થ/ અજમાની ચા પીવાના આ 8 ફાયદા તમે નહીં જાણતા હોય, આ 2 રીતે બનાવો આ સ્વાસ્થ્યવર્ધક ચા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!