GSTV
Bharuch Trending ગુજરાત

નેતાઓના ઠુમકા / લોજપાના ગુજરાતના નેતાએ ડાન્સરો સાથે લગાવ્યા ઠુમકા, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

લોજપા

ભરૂચમાં લોક જનશક્તિ પાર્ટીના ગુજરાત પ્રદેશના નેતાઓનો ડાન્સરો સાથે ઠુમકા લગાવતો વીડિયો વાયરસ થયો છે. વીડિયોમાં એલજેપીના ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ અને ભરૂચ જિલ્લા પ્રમુખ અબ્દુલ કામઠી ડાન્સરો સાથે ઠુમકા લગાવતા જોવા મળે છે અને ડાન્સરો ઉપર રૂપિયાની નોટો વરસાવા જોવા મળે છે. જેને લઈ રજાકીય અને સામાજિક ક્ષેત્રે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જોકે વાયરલ વીડિયો જૂનો હોવાનું અને પોતાની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનું કૃત્ય હોવાની અબ્દુલ કામઠીએ જણાવ્યું છે.

અબ્દુલ કામઠી ભરૂચ જિલ્લામાં સમસ્ત મુસ્લિમ સમાજમાં આગવું નામ ધરાવે છે. તેઓ હંમેશાં સરકારને અને અધિકારીઓને આવેદનપત્રો આપવામાં અને રજૂઆતો કરવામાં આગળ હોય છે. તેમનો લગ્ન પ્રસંગમાં સ્ટેજ ઉપર ડાન્સરો સાથે ડાન્સ કરતો વીડિયો સામે આવતાં જિલ્લા અને સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. વાયરલ વીડિયો ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામનો છે. લગ્ન સમારંભમાં અહીં ડાન્સરો બોલાવવામાં આવી હતી. સ્ટેજ ઉપર- અરે દિવાનો, મુજે પહેચાનો, મેં હૂં ડોન… સોંગ ચાલી રહ્યું હતું, જેમાં LJPના ગુજરાત પ્રદેશ ઉપ-પ્રમુખ અને સામાજિક આગેવાન અબ્દુલ કામઠી પણ ઠુમકા લગાવતા દેખાય છે.

લગ્ન સમારંભમાં મર્યાદિત સંખ્યામાં લોકોને આમંત્રિત કરી શકાય છે, તેવી સરકારની સ્પષ્ટ ગાઇડલાઇન છે. તેમ છતાંય આ લગ્ન સમારંભમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સાથે જ ડીજે પર ડાન્સ કરતી ડાન્સરોને બોલાવવામાં આવી હતી. આ દરમિયાન લોકો માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતા જોવા મળે છે. વીડિયો વાયરલ થતા અબ્દુલ કામઠી વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે કે નહીં તે મોટો પ્રશ્ન છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

રક્ષા બંધનના પર્વે ગોઝારી ઘટના: આણંદના સોજીત્રામાં ત્રિપલ અકસ્માત, ઘટના સ્થળે જ 6ના મોત

Zainul Ansari

શિક્ષિકા બની છેતરપિંડીનો શિકાર / પાન અપડેટ કરવું મોંઘુ પડ્યું, ખાતામાંથી ઉડી ગયા 1 લાખ

Hardik Hingu

સરકાર ક્યારે સાંભળશે? છેલ્લા 72 કલાકથી આમરણાંત ઉપવાસ પર વેટરનરી તબીબો, કેટલાકની તબિયત લથડી

Zainul Ansari
GSTV