GSTV
News Trending World

યુકેના વડાપ્રધાન લિઝ ટ્રુસ બ્રિટિશ એમ્બસી જેરૂસલેમ સ્થળાંતરિત કરવાની વિચારણા કરી રહ્યાં છે

યુકેના વડાપ્રધાન લિઝ ટ્રુસ ઈઝરાયેલના તેલ અવીવ શહેરમાં આવેલી તેમની બ્રિટિશ એમ્બસીને જેરૂસલેમમાં સ્થળાંતરિત કરવાની વિચારી રહ્યાં હોવાની વિગતો સામે આવી છે. રિપોર્ટ્સ પ્રમાણે – ન્યૂયોર્ક સિટીમાં બુધવારે એક મીટિંગ દરમિયાન ટ્રુસે ઈઝરાયલના વડાપ્રધાન યાયર લેપિડને જણાવ્યું હતું કે તેઓ આ અંગે વિચારણા કરી રહ્યાં છે.  

બ્રિટનના વડાપ્રધાનની સત્તાઓ

યુકેના સરકારી પ્રવક્તાએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે ટ્રુસે આ બ્રિટિશ એમ્બસી સ્થળાંતરની વિચારણા મુદ્દેની વાત ઈઝરાયેલી વડાપ્રધાનને જણાવી છે. જોકે ઈઝરાયેલ તરફથી  ગુરુવારે આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ઈઝરાયેલ જેરૂસલેમને પોતાની રાજધાની હોવાનો દાવો કરે છે,પરતું યુકેની બ્રિટિશ એમ્બસી વર્ષોથી તેલ અવીવમાં છે.

જેરૂસલેમના સ્થાનિક અખબારે દાવો કર્યો છે કે બેઠક પહેલા બુધવારે ઈઝરાયેલી વડાપ્રધાન લેપિડે આશા વ્યક્ત કરી હતી કે ટ્રુસ બ્રિટિશ એમ્બેસી જેરૂસલેમ ટ્રાન્સફર કરવા મુદ્દે વિચારણા કરશે. યુકેના વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવતા પહેલા તેમણે ઈઝરાયેલના વડાપ્રધાનને પત્ર લખ્યો હતો જેમાં બ્રિટિશ એમ્બસી જેરૂસલેમ સ્થળાંતરિત કરવાની વિચારણા હેઠળ હોવાનું જણાવ્યું હતું.

Also Read

Related posts

OMG/ કબ્રસ્તાનમાં અચાનક જીવતી થઇ ડેડબોડી, તાબૂત ખખડાવતા કહ્યું, “હું જીવિત છું”

Damini Patel

પીએમ મોદી અયોધ્યામાં ‘લતા મંગેશકર ચોક’નું કરશે ઉદ્ઘાટન, મુખ્ય ચોક પર 14 ટન અને 40 ફૂટની વીણાની પ્રતિમા કરાઈ છે સ્થાપિત

pratikshah

તમે પણ ફેસ્ટિવ સિઝનમાં કરો છો ઓનલાઈન શોપિંગ? આ 4 વાતોને ધ્યાનમાં રાખીને કરો ખરીદી, નહીંતર થશે મોટું નુકસાન!

Hemal Vegda
GSTV