GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

રેલવેના ભોજનમાં ગરોડી નાખતો હતો વ્યક્તિ, જાણો શું હતું કારણ

ટ્રેનમાં બેઠા પછી એક વસ્તુની ચિંતા રહે છે અને તે છે ઈન્ડિયન રેલ્વેનું જમવાનું. રેલવેનું જમવાનું કેવું હશે તે વિચારીને લોકો ચિંતા કરતા હોય છે. તેના જમવાને લઈને અસાવધાનીનો એક કેસ સામે આવ્યો છે. રેલવેમાં જે જમવાનું આવ્યું, બિરયાની તેમાંથી ગરોડી નીકળવાની કમ્પલેન કરી હતી.

ત્યાર બાદ રેલવે અધિકારીઓએ તપાસ કરી અને સામે આવ્યું કે એક વ્યક્તિ જાણી જોઈને જમવામાં ગરોડી નાખતો હતો. એવું કરવા પાછળ તેને તકલીફ રેલમાં ફ્રી જમવાનું આવે છે તેનાથી છે. આ વ્યક્તિને હવે પોલીસે પકડી લીધો છે. ફાઈનાશિયલ એક્સપ્રેસમાંથી સમાચાર મુજબ, એવી ઘણી ફરિયાદો આવ્યા બાદ જબલપુરના સીનિયર ડિવીજનલ કોમર્શિયલ મેનેજર વસંત કુમાર શર્માને શક થયો.

થોડી ઘણી તપાસ કરતા સામે આવ્યું કે એક વ્યક્તિ છે, જે ઘણી વાર જમવામાં ગરોડી નાખી દેતો હતો. રેલવે અધિકારીઓએ તપાસ દરમિયાન એ વ્યક્તિની ધરપકડ કરી તો ખ્યાલ આવ્યો કે સુરેન્દ્ર પાલ નામનો આ વ્યક્તિ 70 વર્ષથી વધુ ઉંમરનો છે અને કેટલાક સમયથી આ ટ્રીક અપનાવી રહ્યો હતો. તે ફ્રીમાં જમવા માટે પોતાના જમવામાં જ ગરોડી નાખી દેતો હતો.

આ વ્યક્તિએ એક વાર સમોસામાંથી ગરોડી નિકળવાની ફરિયાદ પણ કરી હતી. ફરી તેણે એક વાર બિરયાનીમાંથી ગરોડી નિકળવાની ફરિયાદ કરી હતી. તેનાથી વસંત કુમાર શર્માને શક ગયો અને રેલવે ડિવિઝનને એક ફોટો મોકલીને એલર્ટ કર્યા. તપાસ દરમિયાન તેની ધરપકડ થઈ અને પૂછતાછ કરી તો તેણે જણાવ્યું કે તેને પોતાને બ્લડ કેન્સરની બીમારી છે. તેણે એ પણ જણાવ્યું કે તેમની માનસિક સ્થિતિ સારી નથી. અધિકારીઓને એ સ્પષ્ટ થયું નથી કે તેની માનસિક સ્થિતિ સારી છે કે નહીં.

Read Also

Related posts

લોકડાઉનમાં પરિવારને ઘર પહોંચાડવા ચોરી કરી બાઈક, બે અઠવાડિયા બાદ ઈમાનદારીથી આ રીતે કરી પરત

Ankita Trada

એક રહસ્ય બની ગયો છે પદ્મનાભસ્વામી મંદિરનો સાતમો દરવાજો, અત્યાર સુધી કોઈપણ ખોલી શક્યુ નથી

Ankita Trada

અડવાણીના ખાસ અને મોદીના કટ્ટર હરિફ એવા આ મુખ્યમંત્રી મોદીના મોંફાટ કરી રહ્યાં છે વખાણ, પીએમ થઈ જશે ખુશ

Karan
Do NOT follow this link or you will be banned from the site!