મદ્રાસ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે, વિવાહના સંબંધ વગર લાંબા સમય સુધી એકસાથે રહેતા લોકોને પારિવારિક અદાલત સમક્ષ કોઈપણ વિવાહ સંબંધિત વિવાદ ઉઠાવવાનો કાનૂની અધિકાર કોર્ટ આપતું નથી. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી યુગલના લગ્ન કાયદેસર રીતે પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને કોર્ટમા પોતાના સંબંધોને લઈને ફરિયાદ કરવાના કોઈપણ અધિકાર મળતા નથી.

ન્યાયાધીશ એસ વૈદ્યનાથન અને આર વિજયકુમારની ખંડપીઠે મંગળવારે કોઈમ્બતુર નિવાસી આર કાલાઇસેલવીની અપીલને ફગાવતા મંગળવારના રોજ એક હુકમ આપ્યો હતો. મળતી માહિતી મુજબ કોઈમ્બતુરના રહેવાસી આર. કલાઇસેલવીએ અહીંની ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં ડિવોર્સ એક્ટ 1869ની કલમ-32 હેઠળ વૈવાહિક અધિકારોની માંગ કરવામાં આવી હતી.

ત્યારે કોર્ટે 14 ફેબ્રુઆરી, 2019ની આ અરજીને ફગાવી દીધી હતી. ત્યારબાદ ફરી અપીલ કરવામાં આવી હતી. અરજી દાખલ કરનાર આર.કાલાઇસેલવીએ દાવો કર્યો હતો કે, તે વર્ષ 2013થી જોસેફ બેબી સાથે રહે છે. પરંતુ, થોડા સમય બાદ તે અલગ થઈ ગયા. ત્યારે ન્યાયાધીશોએ અપીલને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, તે ફેમિલી કોર્ટના ન્યાયાધીશના નિર્ણયને જાળવી રાખશે.
Read Also
- PM મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમને આપ્યું આમંત્રણ, ટેસ્ટ મેચ જોવા આવી શકે અમદાવાદ
- પાકિસ્તાન / પેશાવરની મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં કુલ 84 લોકોના મોત થયા
- ફેડ બાદ બેંક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજ દર વધાર્યો / RBIની 5 ફેબ્રુઆરીથી મોનિટરી પોલિસીની બેઠક, રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો કરાશે વધારો?
- યુગાન્ડાના ગામમાં રહેતા વ્યક્તિને 12 પત્નીઓ, 102 બાળકો અને 578 પૌત્રો છે, જાણો
- કોર્ટના આદેશનો અનાદર કર્યો, હવે ભાજપના આ પૂર્વ ધારાસભ્યની મિલકત જપ્તીનો થયો આદેશ