GSTV

Ayodhya Verdict : વિવાદિત જમીન રામલલ્લાને, સુપ્રીમનો ઐતિહાસિક ચૂકાદો

સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપતા રામલલ્લાનો દાવો યથાવત્ત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મંદિર નિર્માણ કરવાનો આદેશ આપવામાં આવે. આ સાથે જ મુસ્લિમ પક્ષને પાંચ એકર જમીન આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. સાથે કેન્દ્ર સરકારને આદેશ આપવામાં આવ્યો છે કે મંદિર નિર્માણના નિયમો બનાવવામાં આવે. જે ટ્રસ્ટમાં ત્રણ સભ્યોની નિમણૂંક કરવામાં આવશે.

ચુકાદાના મહત્વના 7 મુદ્દાઓ

 • ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાને પણ મળશે સ્થાન
 • 3 મહિનામાં કેન્દ્ર સરકાર ટ્રસ્ટ બનાવે
 • અયોધ્યાની જમીન રામલલ્લાને
 • રામજન્મભૂમિ ન્યાસને વિવાદીત જમીન આપવામાં આવે
 • મુસ્લિમ પક્ષને અન્ય જગ્યાએ 5 એકર જમીન આપવામાં આવે
 • સરકાર ટ્રસ્ટ બનાવીને રામ મંદિર બનાવે

બહુ ચર્ચીત અયોધ્યા રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ કેસ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો. બરાબર 10-30 વાગ્યે ચીફ જસ્ટીસે ચુકાદો સંભળાવવાનું શરૂ કર્યું. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ ચુકાદો સંભળાવતા પહેલા શિયા વક્ફ બોર્ડનો જમીન પરનો દાવો કરતી અરજી ફગાવી દીધી. તો નિર્મોહી અખાડાનો દાવો પણ ફગાવી દીધો. જસ્ટીસ રંજન ગોગોઈએ કહ્યું કે સર્વસંમતિથી ફેંસલો લેવાયો છે. તમામ જજોએ ચુકાદા પર સહી કરી. સુપ્રીમ કોર્ટના ચુકાદા પર નજર કરીએ તો…

 • ૧૨મી સદીથી ૧૬મી સદીમાં ત્યાં શુ થયું તે કોઇને ખબર નથી
 • મંદિર તોડીને મિસ્જદ બનાવાઇ છે તેનું પ્રમાણ નથી
 • આસ્થાના આધારે જમીન માલિકીનો નિર્ણય નહીં
 • ૧૮૫૬-૫૭ સુધી નમાજ પઢવાના પુરાવા નથી
 • ઢાંચા નીચેની પ્રાચીન રચનાના આધારે હિંદુઓનો દાવો માન્ય ન રાખી શકાય
 • અંગ્રેજાે બંને હિસ્સાને અલગ રાખવા રેલિંગ બનાવી હતી
 • ૧૮૫૬ પહેલા અંદરના હિસ્સામાં હિંદુઓ પણ પૂજા કરતાં હતાં
 • રોકવા પર બહાર ચબુતરા પર પૂજા કરવા લાગ્યા
 • સાક્ષીઓના ક્રોસ એક્ઝામિનેશનમાં હિંદુનો દાવો અયોગ્ય સાબિત થતો નથી
 • હિંદુ આસ્થા ખોટી હોવાનું કોઇ પ્રમાણ નથી
 • રામ લલ્લાએ ઐતિહાસિક ગ્રંથોના વિવરણ રજૂ કર્યા છે
 • હિંદુઓ ત્યાં પરિક્રમા પણ કરે છે
 • ચબુતરા, ભંડારા, સીતા રસોઇથી પણ દાવાની પુષ્ટિ મળે છે
 • ટાઇટલ માત્ર આસ્થાથી સાબિત થાય નહીં
 • હાઇકોર્ટના આદેશ ઉપર પણ પારદર્શિતાથી વિચારણા થઇ છે
 • સુન્નીએ આ જગ્યાને મિસ્જદ ઘોષિત કરવાની માગ કરી છે.
 • ખોદકામમાં મળેલું માળખું બિન ઇસ્લામિક હતું
 • ખોદકામમાં મળેલી કલાકૃતિઓ પણ ઇસ્લામિક ન હતી
 • રામલલ્લાને કાયદાકીય માન્યતા અપાઈ, આસ્થાને આધારે જમીન માલિકનો નિર્ણય નહીં

ચીફ જસ્ટિસે કહ્યું મંદિર તોડીને મસ્જિદ બનાવ્યાના સ્પષ્ટ પ્રમાણ નહીં

આજના ચૂકાદાને સંભળાવતા સીજેઆઈએ કહ્યું હતું કે, ટાઈટલ એ માત્ર આસ્થાથી સાબિત ન થાય. તો મંદિર તોડીને મસ્જિદ બનાવ્યાના સ્પષ્ટ પ્રમાણ નહીં હોવાનું પણ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.

 • રામ લલ્લાને કાનૂની માન્યતા મળી નિર્મોહી અખાડાનો દાવો લિમિટેશનથી બહાર
 • કોર્ટ ધર્મ અને આસ્તા પર ટિપ્પણા નહીં કરે
 • હાઇકોર્ટનો નિર્ણય પલટાવવાની માગણી અયોગ્ય છે
 • ખોદકામમાં મળેલી કલાકૃતિઓ ઇસ્લામિક નથી
 • એએસઆઇએ ૧૨મી સદીમાં બનેલું મંદિર બતાવ્યું છે
 • વિવાદિત ઢાંચામાં જૂની સંરચનાની વસ્તુઓનો અને જૂના પત્થર સ્તભોનો ઉપયોગ થયો હતો
 • એએસઆઇએ એ બતાવી નથી શGયું કે મંદિર હતું કે મસ્જીદ
 • એએસઆઇએ ઇદગાહની વાત પણ નથી કરી
 • હિન્દુ અયોધ્યા કો રામનું જન્મ સ્થળ માને છે
 • અયોધ્યામાં રામ જન્મના દાવાનો કોઇએ વિરોધ કર્યો નથી
 • વિવાદિત જગ્યા પર હિંદુઓ પૂજા કરતાં રહ્યાં છે
 • હિંદુ મખ્ય ગુંબજને જ રામ જન્મનું સાચું સ્થાન માને છે

ASIના રિપોર્ટમાં મસ્જિદ અને ઈદગાહનો ઉલ્લેખ નથી

એએસઆઈના રિપોર્ટમાં મસ્જિદ અને ઈદગાહનો ઉલ્લેખ નથી તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. ASIની રિપોર્ટ મુજબ 12મી સદીમાં મંદિર હતું.

 • બરાબર 10-30 વાગ્યે ચીફ જસ્ટીસે ચુકાદો સંભળાવવાનું શરૂ કર્યું.
 • શિયા વક્ફ બોર્ડનો દાવો ફગાવ્યો.
 • શિયા વક્ફ બોર્ડે જમીન પર દાવો કર્યો હતો.
 • શિયા વક્ફ બોર્ડની અરજી નામંજૂર કરી. જજે કર્યું સર્વસંમતિથી ફેંસલો લેવાયો છે
 • તમામ જજોએ ચુકાદા પર સહી કરી
 • 22 અને 23 ડિસેમ્બર 1949ની અડધી રાત્રે બે મૂર્તિઓ રખાઈ હતી
 • એક વ્યક્તિની આસ્થા બીજાનો અધિકાર ન છીનવે
 • ઈતિહાસ જરૂરી પણ કાયદો સર્વોપરી છે
 • બાબરના સમયમાં સેનાપતિ મીર બાકીએ મસ્જિદ બનાવી
 • મસ્જિદ ક્યારે બની તેનાથી કોઈ ફર્ક નહીં
 • મસ્જિદ ક્યારે બની કોણે બનાવી એ સ્પષ્ટ નથી
 • એએસઆઈ તપાસને ધ્યાને રાખીને ફેંસલો લેવાયો
 • પુરાતન પુરાવા ફગાવી ન શકાય
 • અયોધ્યા પર નિર્મોહી અખાડાનો દાવો પણ ફગાવાયો
 • નિર્મોહી અખાડા સેવાદાર નથી
 • રામલલ્લાને કાયદાકીય માન્યતા અપાઈ
 • સુપ્રીમ કોર્ટે રામલલ્લાને મુખ્ય પક્ષકાર માન્યા
 • હિંદુઓનો કેસ વિશ્વાસને આધારીત છે

રામલલ્લાને મળી કાયદાકીય માન્યતા

રામલલ્લાને કાયદાકીય માન્યતા આપવાની સાથે રામલલ્લાને કાયદાકીય માન્યતા આપવામાં આવી. કહ્યું હતું કે, ખોદકામ સમયના પુરાવાઓને નજરઅંદાજ કરી શકાય નહીં. આ સાથે જ કહ્યું હતું કે, બાબરી મસ્જિદ ખાલી જમીન પર બની નહોતી.

 • રામલલ્લાને કાયદાકીય માન્યતા
 • પુરાવાઓને નજરઅંદાજ કરી શકાય

નિર્મોહી અખાડાનો દાવો ફગાવાયો

સીજેઆઈએ કહ્યું હતું કે મસ્જિદ ક્યારે બની તેનાથી કોઈ પણ ફર્ક નથી પડતો. આ સાથે સુપ્રીમ કોર્ટે નિર્મોહી અખાડાનો દાવો પણ ફગાવ્યો હતો અને જણાવ્યું હતું કે, સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવશે.

 • 1949માં બે મૂર્તિઓ રાખવામાં આવી હતી
 • અયોધ્યા મામલામાં સર્વસંમતિથી લેવાયો નિર્ણય
 • બાબરના સમયે મસ્જિદ બનાવાઈ હતી
 • નિર્મોહી અખાડાનો દાવો પણ રદ

વક્ફ બોર્ડનો દાવો ફગાવાયો

સુપ્રીમ કોર્ટે ચૂકાદાની શરૂઆતમાં શિયા વક્ફ બોર્ડના દાવાને ફગાવ્યો હતો. જે પછી પાંચ જજોની ખંડુપીઠે ચૂકાદો સંભળાવવાની શરૂઆત કરી હતી. સાથે જ સુપ્રીમના જજ રંજન ગોગોઈએ કહ્યું હતું કે, 30 મિનિટ લઈશ ચૂકાદો સંભળાવવામાં આવશે.

 • મસ્જિદ ક્યારે બની તેનાથી કોઈ ફર્ક પડતો નથી
 • ઇતિહાસ જરૂરી પણ કાયદો સર્વોપરી
 • એક વ્યક્તિની આસ્થા બીજાનો અધિકાર ન છીનવી શકે
 • શિયા વક્ફ બોર્ડની યાચિકા રદ

મુઘલ સમયમાં શું કહે છે ઈતિહાસ ?

મુઘલ વંશના સંસ્થાપક અને પહેલા શાસક બાબરના સેનાપતિ મીર બાકીએ વર્ષ 1528માં એક મસ્જીદનું નિર્માણ કર્યું. જેમને બાબરના નામ પરથી બાબરી નામ આપવામાં આવ્યું. દેશ-વિદેશના ઇતિહાસવિદો પણ આ વાતની પુષ્ટિ કરે છે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ફ્રાન્સિસ બુચાનનના અહેવાલ મુજબ મીર બાકીએ બાબરના હુકમથી જ બાબરી મસ્જિદ બનાવી હતી. આ વાતનો ખ્યાલ બાબરી મસ્જિદની દીવાલો પરથી મળી આવ્યો હતો તેમ બુચાનનનું કહેવું હતું. બીજી એક માન્યતા પ્રમાણે સ્થાનિકોના ઇતિહાસ મુજબ આ મસ્જિદ ઔરંગઝેબે ભગવાન રામના મંદિરને તોડીને બનાવી હતી. જો કે કેટલાક ઇતિહાસકારોના મતે આ મસ્જિદનું બાંધકામ જોતા તે 13મીથી 15મી સદીમાં દિલ્હી સલ્તનતના સમયમાં એટલે કે મુઘલ સામ્રાજ્યની પહેલાના સમયમાં બની હશે અને બાબરના સમયમાં તેનો જિર્ણોધ્ધાર થયો હોય એવું બની શકે.

સુપ્રીમને 8 વર્ષમાં 11 વખત આદેશ આપવા પડ્યા

અયોધ્યા રામ જન્મભૂમિ 2011માં સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. પરંતુ આ મામલા સાથે સંકળાયેલા દસ્તાવેજોને નીચલી અદાલત અને  અલ્લાહાબાદ હાઈકોર્ટથી સુપ્રીમકોર્ટ સુધી પહોંચવામાં ત્રણ વર્ષ લાગી ગયા. આ ઉપરાંત આ મામલા સાથે જોડાયેલા સાત ભાષામાં હજારો  પેજના દસ્તાવેજોનો અંગ્રેજી ભાષામાં અનુવાદ નહીં થવાથી પણ મામલાની સુનાવણી અનેક વર્ષ સુધી ખોરંભે પડી. સુપ્રીમે છેલ્લા 8 વર્ષમાં  11 વખત આદેશ આપવા પડ્યા.

તમામ વડાપ્રધાનો વિવાદના ઉકેલ માટે કરી કોશિષ

પહેલા મુઘલ બાદશાહ બાબરના સેનાપતિ મીર બાંકી દ્વારા અયોધ્યામાં બાંધવામાં આવેલી બાબરી મસ્જિદ પર સદીઓથી વિવાદ ચાલી રહ્યો  છે. આ વિવાદના ઉકેલ માટે દશથી વધુ વખત કોશિશો કરવામાં આવી છે. ચંદ્રશેખરથી માંડીને અટલ બિહારી વાજપેયી સુધીના પૂર્વ  વડાપ્રધાનોએ આ વિવાદના ઉકેલ માટે પ્રયાસો કર્યા. પરંતુ તમામ પૂર્વ વડાપ્રધાનોની કોશિશો નિષ્ફળ રહી.

અલ્હાબાદ હાઈકોર્ટે પણ આપ્યો હતો ચૂકાદો

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ અંગે સતત 40 દિવસ સુનાવણી થઈ. કોર્ટે હિંદુ-મુસ્લિમ પક્ષકારોને 39 દિવસમાં 165 કલાક  સુધી સાંભળ્યા. અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટે પણ બંને પક્ષકારોની ધારદાર દલીલો સાંભળીને ચુકાદા આપ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં ચાલેલી  સુનાવણી હિંદુ-મુસ્લિમ પક્ષકારોએ મજબૂત દલીલો કરી હતી. જોકે આ મામલે અંગે સાત મુદ્દા વિષેશ છે. હિંદુ મુસ્લિમ પક્ષકારોએ દલિલ કરી  અને તેના પર અલ્હાબાદા હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો.

Read Also

Related posts

ડોશી સામે જ ભાન ભૂલી ઉત્તેજનામાં આવેલું કપલ કરવા લાગ્યું એવું કે આખરે ડોશીમાં એ….જોવા જેવો છે Video

Bansari

ના હોય! સ્ટાફને અંધારામાં રાખીને પોર્ન ફિલ્મ શૂટ કરવા લાગ્યાં એડલ્ટ સ્ટાર્સ, જોત જોતામાં તો….

Bansari

શ્રીલંકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં આ વ્યક્તિનો થયો વિજય, પ્રધાનમંત્રી મોદીએ Tweet કરી આપી શુભેચ્છા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!