GSTV
Home » News » વાઘા બોર્ડર પહોંચ્યા વિંગ કમાન્ડર અભિનંદન, ગણતરીની મિનિટોમાં ભારત આવશે

વાઘા બોર્ડર પહોંચ્યા વિંગ કમાન્ડર અભિનંદન, ગણતરીની મિનિટોમાં ભારત આવશે

વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનની તરફ વાઘા બોર્જર પર પહોંચી ગયા છે. થોડી વારમાં ભારતીય સીમામાં અટારી બોર્ડર પર તેમનું સ્વાગત કરવામાં આવશે. વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાની રેન્જર લઈને વાઘા બોર્ડર પહોંચ્યા.

ભારતીય હવાઈ દળના વિંગ કમાન્ડર અભિનંદન વાઘા બોર્ડર પરથી ભારત પરત ફરવા જઈ રહ્યા છે. પાકિસ્તાન સામે કાર્યવાહી કરતી વખતે અભિનંદનનું વિમાન પીઓકેમાં ભાંગી પડ્યું હતું, તે પછી એના સૈનિકોએ તેને પકડી લીધો હતો.

રૂપિયાનાં સિક્કામાં સિંહ અને વિંગ કમાન્ડર અભિનંદનનો ફોટોગ્રાફ

ત્રિપુરામાં રહેતા મિનિએચર આર્ટિસ્ટ અમિત મોદકેએ એક રૂપિયાના સિક્કા પર ઇન્ડિયાનો નક્શો બનાવ્યો અને એમાં સિંહ અને વિંગ કમાન્ડર અભિનંદનનો ફોટોગ્રાફ પણ કોતર્યો. જુઓ ફોટો

એર ફોર્સના વરિષ્ઠ અધિકારી સરહદ પર પહોંચી ગયા

વિંગ કમાન્ડર અભિનંદનને રિસિવ કરવા માટે એર ફોર્સના વરિષ્ઠ અધિકારી સરહદ પર પહોંચી ગયા છે. ટૂંક સમયમાં જ પાકિસ્તાનના અધિકારીઓ ભારતીય અધિકારીઓને અભિનંદન સોંપવા આપશે.

મોદીએ પાઠવ્યાં અભિનંદનને અભિનંદન

કન્યાકુમારીમાં જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિંગ કમાન્ડર અભિનંદનની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે દરેક ભારતીયને ગર્વ છે કે બહાદુર વિંગ કમાન્ડર અભિનંદન પર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના કેટલાક કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરશે.

અમૃતસરના નાયબ કમિશનરે કહ્યું કે સુરક્ષાને ધ્યાનમાં લઈને આજે અભિનંદનના સ્વાગતમાં ધ રિટ્રીટ કરવામાં નહીં આવે.

અમૃતસરના નાયબ કમિશનરે કહ્યું કે અભિનંદન આજે ભારત પરત આવી શકે છે, યોગ્ય સમય કહી શકતો નહીં. દિલ્હીના આઇએએફ અધિકારીઓની ટીમ તેમને પ્રાપ્ત કરશે.

લોકોનાં ટોળે ટોળા ઉમટ્યાં

વિંગ કમાન્ડર અભિનંદનનો ભારત આવવાનો સમય નજીક આવી રહ્યો હોવાથી અટારી સરહદ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યાં છે. લોકો ત્રિરંગા સાથે આ બહાદુર સૈનિકનું સ્વાગત કરવા માટે ખડે પગે ઉભા છે.

રવાના થયા અભિનંદન

વિંગ કમાન્ડર અભિનંદન હવાઈ માર્ગેથી ભારત આવવા માટે 11 વાગ્યો રવાના થઈ ગયા છે. એવું કહેવામાં આવ્યું છે કે તે બપોરે બે વાગ્યા આજુબાજુ વાઘા બોર્ડર પહોંચશે.

કુરેશીએ આપ્યો હતો ફાઈનલ ઓર્ડર

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમુદ કુરેશીએ સ્પષ્ટ કર્યું હતું કે આગરી-વાઘા સરહદ પર બપોર પછી વિંગ કમાન્ડર અભિનંદનને છોડવામાં આવશે. ભારતના વિંગ કમાન્ડર અભિનંદનની ઘોષણા પછી પાકિસ્તાનમાં ગુસ્સો છે.

પાકે થોડી નફટાઈ કરી હતી

ભારતીય હાઈ કમિશ્નરે પેપરવર્ક પૂર્ણ કર્યું છે તો બીજી બાજુ પાકિસ્તાનમાં તેમની મુક્તિ બંધ કરવા માટે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. તે જ સમયે અભિનંદનની મુક્તિ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા એક બેઠક યોજાશે. સૂત્રોના જણાવ્યા મુજબ અભિનંદન 2 વાગ્યા પછી ભારતમાં આવશે.

અભિનંદનના માતા-પિતાનું કરાયું હતું સ્વાગત

ચેન્નઈ એરપોર્ટ પર લોકો ત્યારે ઉત્સાહિત થયા કે જ્યારે ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનનાં માતા-પિતા તેમના પુત્રને લેવા પહોચ્યાં હતા. વિંગ કમાન્ડરનાં માતાપિતા ચેન્નઈથી દિલ્હી વિમાનમાં જતા હતા ત્યારે જ લોકોએ તાળીઓ પાડીને અભિનંદન પાઠવ્યા હતા, એરક્રાફ્ટના તમામ મુસાફરો ઉભા થઈ ગયા હતા અને પ્રશંસા સાથે તેમનું સ્વાગત કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે વિંગ કમાન્ડરને આજે પાકિસ્તાન છોડવાનું છે. અભિનંદન માટે વાયુ દળના પ્રતિનિધિમંડળ સાથે તેમના માતા-પિતા પણ તેમને રિસિવ કરવા માટે દિલ્હી એરપોર્ટથી અમૃતસર રવાના થઈ ગયા છે.

કુરેશીએ મોકલ્યો હતો સંદેશો

આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમુદ કુરેશીએ એવો દાવો કર્યો છે કે તેણે તેમના પરિવારનો કોન્ટેક કરીને સંદેશ મોકલ્યો છે. પાકિસ્તાની ચેનલ સાથે સાથે વાત કરતા શાહ મહમુદ કુરેશીએ કહ્યું કે “મેં વિંગ કમાન્ડરના પરિવારને અભિનંદન આપતા સંદેશો મોકલ્યા છે કે તેમને ચિંતા કરવાની જરૂર નથી. તે અહીં સંપૂર્ણ સલામત છે, તેમને બધી સુવિધાઓ આપવામાં આવી રહી છે. અભિનંદન તંદુરસ્ત છે અને તેની કાળજી લેવાઈ રહી છે.

READ ALSO

Related posts

અક્ષર પટેલના ૬૩ બોલમાં ૮૧* છતાં વિન્ડિઝ-એનો વન ડેમાં પાંચ રનથી વિજય

Mayur

સિંધુ ઈન્ડોનેશિયા ઓપનની ફાઈનલમાં પ્રવેશી : હવે યામાગુચી સામે ટકરાશે

Mayur

ભરણ પોષણ માટે પતિએ પત્નીને 34 હજાર સિક્કા આપ્યા, જજ પણ જોતા રહી ગયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!