લોકડાઉન બાદ OTT પ્લેટફોર્મ અને ઓનલાઈન એન્ટરટેઈમેન્ટ કંન્ટેન્ટમાં વધારો થયો છે. પરંતુ તેમાં અશ્લિલ કન્ટેન્ટની માંગ પણ ઘણી વધી ગઈ છે. આ જ કારણે અલગ અલગ પ્રકારે ટેક્નોલોજીનો ઉપયોગ કરી અશ્લિલ પીરસવામાં આવી રહ્યું છે. મુંબઈ પોલિસની ક્રાઈમ બ્રાંચે એવી જ એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. જેની કાર્યશૈલી અને કમાણી જોઈને પોલીસના પણ હોશ ઉડી ગયા.

આ ગેંગ સબ્સક્રિપ્શનના આધારે લોકોને અશ્લિલપીરસી રહી હતી. સપ્તાહમાં એક દિવસ એક એપિસોડ તૈયાર થતો હતો અને OTT પ્લેટફોર્મની લાઈનો પર અસલ કન્ટેન્ટ (અશ્લિલતાથી ભરેલ) ત્યાં મુકવામાં આવતું હતું. આ એપ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. પોલિસે આ મામલામાં 7 લોકોની ધરપકડ કરી છે. જેમાં એક્ટર પણ સામેલ છે.
મળતી માહિતી મુજર, પોલીસે પાડેલ રેડમાં ઘણા પાનની સ્ક્રીપ્ટ, મોબાઈલ કેમેરો, લાઇટ્સ અને અન્ય તૈયારીઓ મળી છે. સ્ક્રીપ્માં અશ્લીલ ડાયલોગ સાથે તમામ એક એક સીન લખવામાં આવ્યા છે. અહીં જ એક દિવસમાં આ ક્રુ, એક સપ્તાહ સુધી ચાલે એવા વીડિયોની શુટિંગ કરતુ હતું. એના માટે ઘણા લોકોની ટીમ કામ કરી રહી હતી.
સૌથી આશ્ચર્યની વાત એ છે કે એક મહિલાના ફોનમાં આ શુટિંગ કરવામાં આવી રહી હતી. જયારે પોલીસ રેડ માટે પહોંચી તો શુટિંગ ચાલી રહી હતી. પોલીસે મહિલાને પણ અહીંથી મુક્ત કરાવી. એમનું કહેવું છે કે એ સમયે વેબ સિરીઝમાં કામ કરવાનું કહ્યું હતું માટે તે ત્યાં પહોંચી હતી. પછી ખબર પડી કે પોર્નોગ્રાફીમાં કામ કરાવવામાં આવશે.

પોલીસનું કહેવું હતું કે તેમને 12 એવા એપ્સની જાણકારી મળી છે જ્યાં આ કામ ચાલી રહ્યું છે. એની સાથે જ જે લોકોની ધરપકડ કરવામાં આવી એમની ચેનલનું સબસ્ક્રિપ્શન 199 રૂપિયા પ્રતિ માસનું છે. એની પાસે એક લાખથી વધુ યુઝર જેમાં બે કરોડ સુધી કમાણી આ લોકોની થઇ રહી હતી. ક્રૂનો ખર્ચ ઘણો ઓછો હતો.
આ વચ્ચે બીજા પક્ષનું કહેવું હતું કે અહીં અશ્લીલ ફિલ્મો બનતી નથી. તેમની સ્પષ્ટતા છે કે આ એક લવ સ્ટોરી છે. જેનું શુટિંગ કરવામાં આવી રહ્યું છે. લવ સ્ટોરી અને બોલ્ડ ફિલ્મ સાથે અશ્લિલ ફિલ્મમાં અંતર હોય છે. પોલીસનું કહેવું છે કે મોટા પ્લેટફોર્મ પર પણ અશ્લિલતા છે પરંતુ ત્યાં સ્ટોરીની વચ્ચે તે દર્શાવવામાં આવી રહ્યું છે. જ્યારે અહીં કાંઈક બીજું જ શૂટ કરવામાં આવી રહ્યું છે.
READ ALSO
- અન્નદાતાના આંદોલનના 100 દિવસ પૂર્ણ, લોકશાહીના ઇતિહાસમાં મોદી સરકારનો વધુ એક કાળો અધ્યાય : વિપક્ષના તીખા સવાલ!
- અમદાવાદ: શાંતિવન બંગલોઝમાં સિનિયર સીટીઝન હત્યા કેસમાં સીસીટીવી આવ્યા સામે, શખ્સો વાહન પર ભાગતા પડ્યા નજરે! પોલીસ તપાસ શરૂ
- ભારત વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં/ ઇંગ્લેન્ડનો અમદાવાદમાં ફ્લોપ શો : ત્રીજી ટેસ્ટ બે અને ચોથી ટેસ્ટ ત્રણ દિવસમાં જ હાર્યું
- વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન
- શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત