GSTV

જૂના રિવાજો સાથે આધુનિક ટેક્નોલોજીનો સુમેળ/ લગ્નનું લાઇવ સ્ટ્રીમિંગ કરવાનો ટ્રેન્ડ, કંકોત્રીમાં જ લિંક અને પાસવર્ડ, ભોજનની હોમ ડિલિવરી

લગ્ન

દેશમાં કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે ત્યારે લોકો પણ તેની સાથે જીવતા શીખી રહ્યાં છે. કોરોનાકાળમાં એટલી જ સંખ્યામાં લગ્નો પણ થઇ રહ્યાં છે. ભલે મર્યાદિત સંખ્યામાં મહેમાનો અને સરકારી ગાઇડલાઇન્સ પ્રમાણે લગ્ન પ્રસંગ પાર પાડવાનો હોય પરંતુ ભારતીયો તેમાં પણ નવા નવા જુગાડ શોધી રહ્યાં છે. ક્યાંક નોકરીની જેમ બે શિફ્ટમાં મહેમાનોને લગ્ન પ્રસંગમાં આમંત્રિત કરવામાં આવી રહ્યાં છે તો ક્યાંક જુદા જુદા દિવસનું આમંત્રણ અપાયુ છે જેથી સરકારની ગાઇડલાઇનનું પાલન પણ થઇ જાય સગા-વ્હાલાઓની હાજરી સાથે લગ્નનો પ્રસંગ પણ પાર પડી જાય. આ માટે અલગ-અલગ કંકોત્રી છપાવવામાં આવી છે અને જાન તથા ભોજન સમારોહમાં આમંત્રિત કરવા માટે અલગ-અલગ કંકોત્રી આપવામાં આવી છે.

લગ્ન

કોરોના કાળમાં લગ્નનો નવો ટ્રેન્ડ

હાલ ભારતમાં અને વિદેશમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને તે છે લગ્નનું લાઇવ સ્ટ્રીમિંગ. કોરોના કાળમાં મહેમાનોની સંખ્યા મર્યાદિત હોવાના કારણે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે પ્રસંગમાં કોને આમંત્રણ આપવુ અને કોને નહી. તેવામાં આ જુગાડ લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ રહ્યો છે. સગાસંબંધીઓ ભલે લગ્નમાં ઉપસ્થિત ન રહી શકે પરંતુ ઘરે બેસીને તેઓ લગ્નની એક-એક વિધી જોઇ શકે છે. આ માટે કંકોત્રીમાં લાઇવ સ્ટ્રીમિંગની લિંક અને પાસવર્ડ આપવામાં આવી રહ્યા છે. તેવામાં આ આઇડિયા સીમિત મહેમાનો સાથે લગ્ન પ્રસંગને વધુ આનંદિત બનાવવા માટે ઉપયોગી સાબિત થઇ રહ્યો છે.

આ રીતે કરાય છે લગ્નનુ લાઇવ સ્ટ્રીમિંગ

જૂના રિતીરિવાજો સાથે આધુનિક ટેક્નોલોજીનો આ સુમેળ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. લગ્નનુ લાઇવ સ્ટ્રીમિંગ ડિવાઇસ સાથે કેમેરા જોડીને કરવામાં આવે છે. વૉટ્સએપ અથવા આવી જ અન્ય એપ્સમાં ગ્રુપ બનાવીને મહેમાનોના નંબર એડ કરી દેવાના હોય છે. જે બાદ તેમને એક લિંક અને પાસવર્ડ આપવામાં આવે છે. જેને ઓપન કરીને તેઓ લગ્નનું લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકે છે. આ ઉપરાંત જે લોકો તે સમયે ઉપલબ્ધ ન હોય તેઓ પછીથી પણ લગ્ન સમારોહનો આનંદ માણી શકે છે.

ભોજનની હોમ ડિલિવરી

આ ઉપરાંત સૌથી રસપ્રદ વાત એ છે કે જે લોકો ઓનલાઇન લગ્નમાં હાજરી આપી રહ્યાં છે તેમના માટે ફૂડ પેકેડ પણ ઘરે ડિલિવર કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જે લોકો લગ્નમાં સામેલ થવાના નથી તેમની કંકોત્રીમાં એક લાઇન છપાવવામાં આવી રહી છે અને તે છે, ‘લગ્નથી જરૂરી તમારું આરોગ્ય, તમારા ઘરે જ આવશે થાળી.’ ઘરે ફૂડ પેકેડ પહોંચાડવાની આ જવાબદારી કેટરર્સને જ આપવામાં આવી રહી છે.

Read Also

Related posts

અમદાવાદ/ ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિએશનમાં પડયા ફાંટા

pratik shah

પોસ્ટ ઓફિસની આ 5 શાનદાર સ્કીમમાં રોકાણ કરી મેળવો ડબલ પૈસા, ઓછા સમયમાં બની જશો માલામાલ

Ankita Trada

કર્મચારીઓની રજામાં વધારો થવા સાથે બદલાઈ શકે છે પીએફ સહિતના આ નિયમો, મોદી સરકાર આજ કરશે નિર્ણય

Karan
Do NOT follow this link or you will be banned from the site!