GSTV
Home » News » IND vs NZ Live : ભારતીય ટીમ પત્તાના મહેલની માફક ખરવા લાગી, 55 રનમાં 8 વિકેટ

IND vs NZ Live : ભારતીય ટીમ પત્તાના મહેલની માફક ખરવા લાગી, 55 રનમાં 8 વિકેટ

ન્યૂઝિલેન્ડની ટીમ ત્રણ વનડે મેચ હાર્યા બાદ ખતરનાક રીતે પરત ફરી છે. ભારતીય ટીમની 55 રનમાં 8 વિકેટ પાડી નાખતા પત્તાના મહેલની માફક મજબૂત ટીમ ઘરાશાયી થઈ ચૂકી છે. જોકે મેચમાં કોહલી અને ધોનીની ગેરહાજરીના કારણે ભારતીય ટીમ નબળી પૂરવાર થઈ રહી છે. ન્યૂઝિલેન્ડની ટીમમાં જોશ આવી જતા થોડી વારમાં જ ભારતના દિગ્ગજ બેટ્સમેનો એક પછી એક પવેલીયન રવાના થવા લાગ્યા છે.

બેટીંગ કરવા માટે ઉતરેલી ભારતની જોડી રોહિત શર્મા અને શિખર ધવન સસ્તામાં આઉટ થઈ ગયા હતા. 8 ઓવરમાં જ્યારે બે વિકેટ પડી ગઈ ત્યારે ભારતનો સ્કોર 23 રન પર બે વિકેટ હતો, ક્રિઝ પર શુભમન ગિલ અને અંબાતી રાયડૂ રમી રહ્યા હતા.

માત્ર 55 રનના સ્કોર પર ભારતની ટીમની 8 વિકેટ પડી ગઈ છે. ટ્રેટ બોલ્ટે રોહિત શર્મા અન શિખર ધવનને સસ્તામાં પવેલીયન મોકલી દીધા હતા. તો બીજી તરફ કૉલિન ડિ ગ્રૈડહોમે અંબાતી રાયડૂ અને દિનેશ કાર્તિકને ખાતુ ખોલવાનો પણ મોકો નહોતો આપ્યો. જેના કારણે 17 ઓવરમાં ભારતીય ટીમનો સ્કોર 40 રન પર 7 વિકેટ થયો હતો. બોલ્ટે રોહિત અને શિખર સિવાય શુભમન ગિલ અને કેદાર જાધવને પણ પોતાના શિકાર બનાવ્યા હતા. ભારત માટે રોહિતે 7, ધવને 13, ગિલે 9 અને કેદાર જાધવે 1 રન બનાવ્યો હતો. જ્યારે અંબાતી રાયડૂ અને દિનેશ કાર્તિક ખાતુ પણ નહોતા ખોલી શક્યા. જ્યારે કોલિન ડિ ગ્રૈડહોમનો ત્રીજો શિકાર ભૂવનેશ્વેર કુમાર બન્યો હતો.

ન્યૂઝિલેન્ડની ટીમ તરફથી જ્યાં બોલ્ટે ચાર વિકેટ લીધી છે ત્યાં કૉલિને ત્રણ વિકેટ લઈ ભારતીય ટીમની પારીને સસ્તામાં આઉટ કરવા તરફ આગળ વધી રહ્યા છે. આજે ટોસ ઉછળ્યા બાદ ન્યૂઝિલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીત્યો હતો. જેણે પહેલી બોલિંગનો નિર્ણય લીધો હતો. પહેલા બેટીંગ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમે પ્લેઈંગ ઈલેવનમાં બે ચેન્જ કર્યા છે.

વિરાટ કોહલીની જગ્યાએ શુભમન ગિલ રમશે જ્યારે મોહમ્મદ શમીની જગ્યાએ ખલીલ અહમદને ચાન્સ આપવામાં આવ્યો છે. વિરાટની ગેરહાજરીમાં ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે. તો શુભમન ગિલની આ પહેલી ઈન્ટરનેશનલ મેચ છે. જેમાં તે પ્રદાર્પણ કરવા જઈ રહ્યો છે. જણાવી દઈએ કે આજે રોહિત 200મી ઈન્ટરનેશનલ વનડે મેચ પણ રમશે.

READ ALSO

Related posts

મોદી ટ્રેનમાં પુરાવા નાશ કરવા ગયા હોવાના દાવા પાયાવિહોણા : પ્રધાનોને પણ મળી ક્લીનચીટ

Mayur

ગોધરાકાંડનો રિપોર્ટ રજૂ : મોદી સરકારને ક્લિનચીટ, નાણાવટીપંચના મોટા ખુલાસા

Mayur

યુજવેન્દ્ર ચહલે કહ્યું કઈંક એવું કે, રોહિત શર્માએ કહ્યું- આજે હું તને ડિનર પર લઈ જઈશ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!