INDvAUS: એડિલેડ ટેસ્ટ : પુજારાની 16મી શાનદાર ટેસ્ટ સદી, પહેલા દિવસે ભારતનો સ્કોર 250/9

87.5 ઓવરમાં ભારતનો સ્કોર 9 વિકેટે 150 રન થયો છે. કેએલ રાહુલ, વિરાટ કોહલી, આજિંક્ય રહાણે, રોહિત શર્મા, રિષભ પંત, આર અશ્વિન અને ઇશાંત શર્મા પેવેલિયન પરત ફર્યા છે. ભારતના વિશ્વાસપાત્ર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ કાંગારૂ બોલર્સનો સામનો કરતાં ટેસ્ટમાં પોતાની 16મી સદી ફટકારી છે. ચેતેશ્વર પુજારા 123 રનની મેરાથોન ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો છે.


ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝના પ્રથમ મુકાબલામાં ભારતની શરૂઆત ખુબ જ ખરાબ રહી. પૃથ્વી શોના ઈજાગ્રસ્ત થયા બાદ આ મેચમાં મુરલી વિજય અને કેએલ રાહુલે ઓપનિંગની જવાબદારી લીધી હતી. જોકે, આ બંને ફ્લોપ સાબિત થયા.

મેચની બીજી ઓવરમાં જ 3 રનના કુલ સ્કોર પર જોશ હેઝલવુડે કેએલ રાહુલને એરોન ફિન્ચના હાથે કેચ આઉટ કરાવીને ભારતને પ્રથમ ફટકો આપી દીધો.

રાહુલ 2 રન બનાવીને આઉટ થયો. પ્રેક્ટિસ મેચમાં શતક ફટકારનાર મુરલી વિજયનો બલ્લો પણ મૌન રહ્યો અને રાહુલ બાદ તે પણ પેવેલિયન ફર્યો. મુરલી વિજય (11 રન)ને 15ના સ્કોર પર મિશેલ સ્ટાર્કે પોતાનો શિકાર બનાવ્યા. કેપ્ટન પેને વિકેટ પાછળ વિજયનો કેચ પકડ્યો હતો.

વિજયના આઉટ થયા બાદ પુજારા સાથ આપવા માટે કેપ્ટન કોહલી આવ્યો પરંતુ તે પણ વધારે સમય મેદાનમાં ટકી શક્યો નહી. પેટ કમિન્સે વિરાટને આઉટ કરીને ટીમ ઈન્ડિયાને ઝટકો આપ્યો. કુલ 19 રનના સ્કોર પર વિરાટના રૂપમાં ટીમ ઈન્ડિયાને ત્રીજો ફટકો લાગી ગયો હતો. વિરાટ માત્ર ત્રણ રન બનાવીને પેવેલિયન ફર્યો હતો.

પુજારાએ અજિંક્ય રહાણે (13) સાથે મળીને ચોથી વિકેટ માટે 22 રન જોડ્યા હતા કે, હેઝલવૂડે આ પાર્ટનરશીપ મજબૂત થાય તે પહેલા જ તોડી દીધી હતી. વાઈસ કેપ્ટન રહાણે (13)ને જોશ હેઝલવુડે પીટર હેંડ્સકોમ્બના હાથે કેચ આઉટ કરાવી દીધો.

41 રનના સ્કોર પર ભારતને ચોથો ઝટકો લાગ્યો હતો. 86 રનના કુલ સ્કોર પર નાથન લિયોને રોહિત શર્માને માર્કસ હેરિસના હાથે કેચ આઉટ કરાવીને ભારતને વધુ એક મોટો ઝટકો આપી દીધો હતો.


નાથન લિયોને ભારતને ઋષભ પંતના રૂપમાં છઠ્ઠો ફટકો આપ્યો હતો. પંત 25 રન બનાવીને કેપ્ટન પેનના હાથમાં કેચ આપી બેઠો હતો.

જણાવી દઇએ કે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ક્યારેય વિચાર્યુ પણ નહી હોય કે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝમાં તેમની શરૂઆત આટલી ખરાબ હશે. સ્ટાર ખેલાડી સ્ટીવ સ્મિથ અને ડેવિડ વૉર્નર વિના રમી રહેલી નબળી ઓસ્ટ્રેલિયાની ટીમ સામે એડિલેડમાં જ્યારે ભારતે ટૉસ જીત્યો અને પહેલા બેટિંગ પસંદ કરી તો લાગ્યું કે ભારતના બેચ્સમેન ખાસ કરીને કેપ્ચન વિરાટ કોહલી રનનો ખડકલો કરશે. પરંતુ થયું કંઇક ઉલ્ટુ. ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝની પહેલી મેચમાં ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter