GSTV
Home » News » સવારે જ્યારે કાનમાં અચાનક આવવા લાગી ખંજવાળ, ડૉક્ટર્સે જોયુ તો…

સવારે જ્યારે કાનમાં અચાનક આવવા લાગી ખંજવાળ, ડૉક્ટર્સે જોયુ તો…

સાઉથ ચીનના ગુઆંગજૌ (Guangzhou) ક્ષેત્રમાં 30 વર્ષના એક વ્યકિતના કાનમાં અચાનક ખંજવાળ આવવા લાગી. છેવટે કંટાળીને તે ડૉક્ટર્સની પાસે પહોંચ્યો પરંતુ ડૉક્ટર્સે જે ખુલાસો કર્યો તે ખરેખર ચોંકવાનારો હતો. વાસ્તવમાં તેના કાનમાં એક જીવિત ગરોળી હતી.

પીડિત વ્યકિતના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. એક વેબસાઇટ અનુસાર, રાતે જ્યારે તે વ્યકિત સૂઇ ગયો હતો ત્યારે તે નોર્મલ હતો. પરંતુ સવારે જ્યારે ઉઠ્યો ત્યારે તેને કાનમાં ખંજવાળ આવવા લાગી, તે સતત વધી રહી હતી. તેથી તેને લાગ્યુ કે રાતે સૂતી વખતે તેના કાનમાં કોઇ જીવજંતુ જતું રહ્યુ છે. મોડું કર્યા વગર તે તરત જ હોસ્પિટલ પહોંચ્યો ત્યાં ટૂ બો (Tu Bo) નામના ડૉક્ટરે તેનું ચેકઅપ કર્યુ અને રિપોર્ટમાં જે આવ્યુ તે ખરેખર ચોંકવાનારું હતુ. ટૂ બોના અનુસાર, ”તેના કાનમાં એક જીવતી ગરોળી હતી, અને મોડું કર્યા વગર તે જીવિત ગરોળીને તેના કાનમાંથી કાઢવામાં આવી હતી.”

ડૉક્ટર ટૂ બો અનુસાર, ”જો થોડું પણ મોડું થયુ હોત તો તે ગરોળીના તેના મગજ સુધી પહોંચી ગઇ હોત જે તેના જીવને જોખમમાં મૂકી દેત.” ટૂ બોએ આગળ જણાવ્યુ કે ”ગરોળીને પૂંછડી ન હતી. પહેલા તો તેને લાગ્યુ કે પૂંછડી કાનમાં તો નથી રહી ગઇને? ત્યારબાદ ફરી કાનનું ચેકઅપ કર્યુ પણ પૂંછડી મળી નહી.”

2 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ તે વ્યકિતને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો અને હવે તે ઠીક છે.

Related posts

ચેન્નાઇના શૈક્ષણિક જૂથ પર આઇટીના દરોડા 350 કરોડની છૂપી આવક પકડાઇ

Arohi

સપ્ટે.માં ઔદ્યોગિક ઉત્પાદન 4.3 ટકા ઘટયું, આઠ વર્ષનો સૌથી મોટો ઘટાડો

Arohi

પ્રાઈવસીની ચિંતા હોય તો ફેસબૂક ડિલિટ કરો વૉટ્સઅપના સહ-સ્થાપક બ્રાયનની ચેતવણી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!