GSTV

શ્રીલંકાનો 3-0થી ક્લીનસ્વિપ કરી ‘વિરાટ સેના’એ રચ્યો ભારતીય ટેસ્ટ ક્રિકેટનો નવો ઇતિહાસ

Last Updated on August 14, 2017 by

શ્રીલંકા સામે   ટીમ ઇન્ડિયાએ  3 ટેસ્ટ મેચની શ્રેણીની તમામ મેચમાં વિજેતા નીવડી હતી અને ભારતે શ્રીલંકાને  ત્રીજી ટેસ્ટ મેચમાં હરાવીને ત્રણે મેચની સીરીઝ 3-0થી જીતી લીધી છે.  85 વર્ષના ઇતિહાસમાં આવી જીત પ્રથમ વાર મળી છે.

 ત્રીજી મેચ જીતીને  સૂકાની વિરાટ કોહલીએ પોતાના નામે  એવો રેકોર્ડ નોંધાવી લીધો છે જે આજ સુધી અન્ય કોઈ ભારતીય ક્રિકેટર ટેસ્ટ મેચના ઇતિહાસમાં નોંધાવી શક્યો નથી.  કપિલ દેવ, સૌરવ ગાંગુલી, એમ.એસ.ધોની, અઝરુદ્દીન જેવા કેપ્ટન પણ આ કામ નથી કરી શક્યા જે વિરાટે કર્યું છે.  ભારતીય ટીમે શ્રીલંકાને  171 રને હરાવ્યું તો  તો શ્રીલંકાનો બીજો દાવ ફક્ત 181 રને સમેટાઈ ગયો હતો.   ભારતે શ્રીલંકાને  ત્રીજી ટેસ્ટ મેચમાં હરાવીને ત્રણે મેચની સીરીઝ 3-0થી જીતી લીધી છે. ભારતે પ્રથમ વાર વિદેશમાં 3-0થી ક્લીન સ્વિપ કર્યો છે.

અગાઉ ટીમ ઇન્ડિયાના 85 વર્ષના  ટેસ્ટ મેચના ઇતિહાસમાં વિદેશી ભૂમિ પર  3કે તેથી વધુ મેચની શ્રેણીને ક્લીન સ્વિપ કરી શક્યું નહોતું જે આજે થયું છે. ટીમ ઇન્ડિયાએ 2004માં બાંગ્લાદેશ અને 2005માં ઝિમ્બાબવેમાં ક્લીન સ્વિપ કરી હતી પરંતુ તે માત્ર 2 જ ટેસ્ટની શ્રેણી હતી.  ભારતીય બોલરોએ ફરી એક  વાર શ્રીલંકાના પલ્લેકેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં દમદાર પ્રદર્શન કર્યું હતું ત્રીજી મેચના ત્રીજા  દિવસે આજે  લંચ બ્રેક પહેલા જ ભારતીય ટીમે શ્રીલંકાની ટીમને નબળી પાડી દીધી હતી  અને  પ્રથમ હાફ પૂરો થયો ત્યારે ફોલોઓનમાં રમી રહેલી શ્રીલંકન ટીમ લંચ બ્રેક બાદ માત્ર 82 રન કરી શકી હતી.

Related posts

સામનામાં પ્રહાર: મોદીનો ચહેરો છે એટલે બાકી BJPના નામે કુદી રહેલા નેતાઓ નગરપાલિકાની ચૂંટણીમાં પણ ન ચાલે

Pravin Makwana

રિલેક્શ: પાર્ટીને એક પણ પ્રશ્ન કર્યા વગર પદ છોડી ભાજપના પૂર્વજોના રસ્તા પર ચાલ્યો છું, હાઈકમાન્ડે જે નિર્ણય લીધો હોય તે સમજી વિચારીને જ લીધો હશે

Pravin Makwana

રાજકારણ : BJPનું ઓપરેશન સફળ રહ્યું, મોદીની ઈચ્છા પૂર્ણ કરી દીધી, ગુજરાતમાંથી એક પણ નારાજગીનો ફટાકીયો ન ફૂટ્યો એ જ મોદીનો કરિશ્મા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!