GSTV
India News Trending

મોટો ચુકાદો/ કુંવારા પુરૂષ અને પરણિત મહિલાના લિવ-ઇન રિલેશનશીપ ગેરકાયદે, હાઇકોર્ટે ફગાવી અરજી

હાઇકોર્ટે

રાજસ્થાન હાઇકોર્ટે પુરૂષ અને પરિણીત સ્ત્રી વચ્ચેની લિવ-ઇન રિલેશનશીપને ગેરકાયદે ઠરાવી છે. ન્યાયમૂર્તિ સતીશકુમાર શર્માની સિંગલ જ્જ ખંડપીઠે આ મુદ્દે અરજદારોની પોલીસ રક્ષણ પૂરૂ પાડવાની માગણી પણ ફગાવી દીધી છે. અરજદારોએ પ્રતિવાદીઓ દ્વારા એમને અપાતી ધમકીના સંદર્ભે એમના માથે જીવનું જોખમ હોવાની, કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી.

શું છે સમગ્ર મામલો

રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લામાં રહેતી પરિણીત મહિલા (30) અને પુરૂષ (27)એ સંયુક્તપણે કરેલી અરજીની સુનાવણી દરમિયાન એમના વકીલે જણાવ્યું કે બંને અરજદારો પુખ્ત છે અને સંમતિપૂર્વક લિવ-ઇન રિલેશનશીપમાં જોડાયા છે. આ જોડા પૈકી મહિલા પરિણીત છે, પરંતુ એના પતિ દ્વારા કરાતી શારીરિક સતામણીના લીધે એને અલગ રહેવા માટે ફરજ પડી છે.

હાઇકોર્ટે

કોર્ટે આપ્યો આ ચુકાદો

કેસના પ્રતિવાદી એવા મહિલાના પતિ અને એના પરિવારના વકીલે કોર્ટને જણાવ્યું કે બંને અરજદારો વચ્ચેનો સંબંધ ગેરકાયદે, સમાજવિરોધી અને કાયદાવિરોધી પણ છે. તેઓ રક્ષણ મેળવવાને લાયક નથી.

ન્યાયમૂર્તિ સતીશકુમાર શર્માએ જણાવ્યું કે બંને પક્ષોએ રજૂ કરેલા બધા દસ્તાવેજો તપાસ્યા પછી એ સ્પષ્ટ થાય છે કે મહિલા અરજદાર પરિણીત છે અને છતાં પતિ સાથે છૂટાછેડા લીધા વિના પુરૂષ અરજદાર સાથે લિવ-ઇન રિલેશનશીપમાં રહે છે. આ પ્રકારની લિવ-ઇન રિલેશનશીપ ગેરકાયદે રિલેશનશીપની શ્રેણીમાં આવે છે. આ ઓર્ડર ગઇ તા. ૧૨ ઓગસ્ટે અપાયો હતો.

Read Also

Related posts

કોંગ્રેસના ઉમેદવારે સોગંદનામુ કરીને પક્ષ પલટો નહીં કરવાનું આપ્યું વચન,  મતદારોને સ્ટેમ્પ પેપર લેખિતમાં આપી બાંહેધારી

HARSHAD PATEL

નેતાઓના વચનોમાં ભરમાયા વિના ખેડૂતોએ કર્યું રવિ પાકનું ધૂમ વાવેતર

Padma Patel

ગુજરાત એટીએસના દરોડા/ વડોદરાના સીંધરોટમાથી MD ડ્રગ્સનો રૃ. ૪૭૯ કરોડનો જથ્થો જપ્ત કરાયો, 143 કિલો ડ્રગ સાથે 5 લોકોની ધરપકડ

HARSHAD PATEL
GSTV