GSTV

બિહારમાં તેજસ્વી યાદવનો જીતનો ઘોડો ન દોડ્યો, NDA બહુમતને પાર, જોરદાર રસાકસી

Last Updated on November 10, 2020 by pratik shah

બિહારનો બિગ બોસ કોણ બનશે તેનો નિર્ણય આજે આવી રહ્યો છે.પ્રારંભિક પરિણામોમાં બિહારમાં મહાગઠબંધન આગળ ચાલી રહ્યું હતુ. હવે સ્થિતિ બદલાઈ છે. એનડીએ અને મહાગઠબંધન વચ્ચે જોરદાર રસાકસી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભા બેઠકો માટે મતની ગણતરી શરૂ થી ગઈ છે. થોડાક સમયમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે બિહારનો આગળનો મુખ્યમંત્રી કોણ બનશે. સુશાન બાબુના નામથી પ્રખ્યાત નીતિશ કુમાર શું પોતાની સત્તા બચાવી શકશે અથવા બિહારમાં યુવા નેતાના રૂપે ઉભરેલા તેજસ્વી યાદવ ઈતિહાસ રચશે. તેજસ્વી યાદવનો આજે બિહારમાં દબદબો જોવા મળી રહ્યો છે. સભાઓમાં ઉમટેલી ભીડે મતદાનમાં પણ મહાગઠબંધનને વોટ કર્યા છે. નીતિશ કુમાર સામેનો આક્રોશ આજે મતગણતરીમાં દેખાઈ રહ્યો છે. બિહારમાં સૌથી મોટો ઝટકો જેડીયુંને લાગ્યો છે. હવે સ્થિતિ બદલાઈ રહી છે. એનડીએ સતત આગળ વધી રહી છે. એનડીએ સ્પષ્ટ બહુમત મેળવી લીધો છે.

બિહારની લગભગ તમામ બેઠકોના વલણો બહાર આવ્યા છે અને એવા સંકેત મળી રહ્યા છે કે બિહાર ત્રિશંકુ વિધાનસભા તરફ આગળ વધી રહ્યું છે. સવારે 10.17 સુધી, 243 માંથી કુલ 237 બેઠકો માટે વલણો આવ્યા છે, જેમાંથી મહાગઠબંધન 111 માં આગળ છે, એનડીએ 106 બેઠકો પર આગળ છે. જ્યારે અન્ય 20 બેઠકો આગળ છે. જો આ તસ્વીર યથાવત્ રહેશે તો બિહારમાં કોઈ પણ ગઠબંધનને બહુમતી નથી મળી રહી નથી.પટનામાં RJD નેતા તેજસ્વી યાદવના નિવાસ સ્થાનની બહાર સમર્થકોની ભીડ જોવા મળી રહી છે. મતગણતરીમાં જેમ-જેમ મહાગઠબંધન તરફ વલણમાં બહુમતિ જોવા મળી રહી છે. 

ત્રણ તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાં 7.34 કરોડ મતદાતામાંથી 57.05%એ મતદાન કર્યું. 2015માં 56.66% મતદાન થયું હતું. આ વખતે 3,733 ઉમેદવાર મેદાનમાં છે, જેમાંથી 3,362 પુરુષ, 370 મહિલાઓ અને 1 ટ્રાન્સજેન્ડર છે.

રુઝાનો સાથે જોડાયેલા અપડેટ્સ

 • 11.30 વાગે NDA 131 અને મહાગઠબંધન 101 સીટ પર લીડ દેખાઈ રહી છે.
 • સવારે 11 વાગે NDA 130 અને મહાગઠબંધન 97 પર આવી ગઈ છે.
 • સવારે સાડા દસ વાગે NDA 125 પર પહોંચી ગઈ અને મહાગઠબંધન 109 પર આવી ગઈ.
 • સવારે 10 વાગે NDA વધીને 119 પર હતી અને મહાગઠબંધન ઘટીને 114 પર આવી ગઈ
 • સવારે 9 વાગે મહાગઠબંધનને 120 સીટ મળી ચૂકી છે અને NDA 90+ સીટ પર હતી.
 • સવારે સાડા આઠ વાગે રુઝાનોમાં મહાગઠબંધન 60+ અને NDA 40+ પર હતી.

આવી છે તેજસ્વીની કારકીર્દી

2015ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ રાઘોપુરથી ચૂંટણી લડ્યા અને જીતી ગયા, ત્યાર બાદ નાયબ મુખ્યમંત્રી બન્યા, જો કે તેમના મોટા ભાઈ તેજપ્રતાપ યાદવ પણ રાજનીતિમાં સાથે જ આવ્યા હતા, પરંતુ તેઓ માત્ર સ્વાસ્થ્ય મંત્રી બન્યા જ્યારે કે તેજસ્વી નાયબ મુખ્યમંત્રી, આ ગોઠવણ ખુદ લાલુ પ્રસાદ યાદવે જ કરી હતી અને ત્યારથી જ સ્પષ્ટ થઈ ગયું હતું કે લાલુના રાજકીય વારસદાર તેમની સૌથી નાની સંતાન એવા તેજસ્વી જ રહેશે.

 • બિહારમાં એક સમયે મહાગઠબંધન વન વે આગળ વધી રહ્યું હતું જેને હવે બ્રેક લાગી છે. એનડીએ 125 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે ટ્રેન્ડમાં હવે ભાજપે સ્પષ્ટ બહુમત મેળવી લીધો છે.
 • બિહારમાં સ્થિતિ પલટાઈ છે. હવે એનડીએ બહુમતની નજીક પહોંચી ગયું છે. એનડીએ 119 સીટો પર આગળ ચાલી રહી છે. એલજેપી પણ 6 સીટો પર આગળ ચાલી રહી છે. તેજસ્વી યાદવને ફાયદો છતાં તેઓ નસીબનાં બળિયા ના નીકળતાં હવે મહાગઠબંધન માટે હાલની સ્થિતિ થોડી કપરી બની ગઈ છે.
 • મધ્ય પ્રદેશની 28 સીટોની પેટાચૂંટણીમાં 9 સીટો પર ભાજપ તો1 સીટ પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે.

બિહારની ચૂંટણીમાં સૌથી મોટો ઝટકો જેડીયુંને હાલના પ્રારંભિક વલણમાં 25 સીટો ગુમાવી

 • રુઝાનમાં મહાગઠબંધન 126 અને NDA 109 બેઠકો પર આગળ છે. તેજસ્વી-તેજપ્રતાપ, લવ સિન્હા અને જીતનરામ માંઝી આગળ છે. મધેપુરાથી પપ્પૂ યાદવ પાછળ ચાલી રહ્યાં છે.
 • બિહાર ચૂંટણીના પ્રારંભિક ટ્રેન્ડમાં તેજસ્વી યાદવને બહુમત મળી ગયો છે. મહાગઠબંધન 124 સીટોથી આગળ ચાલી રહ્યું છે. એનડીએના નેતાઓ મૂકાયા ટેન્શનમાં
 • 107 સીટો પર મહાગઠબંધન તો 70 સીટો પર એનડીએ આગળ, એલજેપીનું ખૂલ્યું ખાતું
 • પોસ્ટલ બેલેટની ગણતરીમાં તેજસ્વી યાદવ 1000 વોટથી આગળ નીકળ્યા
 • ભાજપના નેતા ઝફર ઇસ્લામે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. એક્ઝિટ પોલ અને પરિણામમાં તફાવત જોવા મળશે. એનડીએ સરકાર પર લોકોએ વિશ્વાસ મૂક્યો છે. વિજય અવશ્ય એનડીએની જ થશે. 

મધ્ય પ્રદેશમાં શિવરાજની ખુરશી બચી

28 સીટ પર 12 મંત્રી અને 2 પૂર્વ મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. શિવરાજ સરકારના 12 મંત્રી અને 2 પૂર્વ મંત્રી (તુલસી સિલાવટ અને ગોવિંદ સિંહ રાજપૂત પદ પરથી રાજીનામું આપી ચૂક્યા છે)ની કિસમતનો આજે નિર્ણય આવશે. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, જો મંત્રીઓને હારનો સામનો કરવો પડશે તો ભાજપમાં તેમનો રસ્તો સરળ નહીં હોય. અંદાજ એ રીતે પણ લગાવવામાં આવી રહ્યો છે કે આ પહેલાં ચૌધરી રાકેશ સિંહ અને પ્રેમચંદ ગુડ્ડૂને રાજકીય ભવિષ્ય બચાવવા માટે કોંગ્રેસમાં પરત ફરવું પડ્યું હતું. હાલમાં ભાજપ 19 અને કોંગ્રેસ 8 સીટ પર આગળ ચાલી રહ્યું છે. આમ શિવરાજ સરકારની ખુરશી બચી ગઈ છે.

લોજપાનું ખાતુ ખુલ્યું

દિનારા બેઠક પરથી લોજપાના ઉમેદવાર રાજેંદ્ર પ્રસાદ સિંહ આગલ ચાલી રહ્યાં છે. તેઓ ભાજપ છોડી લોજપામાં સામેલ થયા હતા. લાલૂ યાદવના સમધી ચંદ્રિકા રાય આગળ ચાલી રહ્યાં છે. જીતન રામ માંઝી ઇમામગંજથી આગળ ચાલી રહ્યાં છે. 

સીટકોના-કોના વચ્ચેરુઝાનમાં સ્થિતિ
રાધોપુરતેજસ્વી યાદવ(RJD) Vs સતીશ યાદવ(ભાજપ)તેજસ્વી આગળ
હસનપુરતેજ પ્રતાપ યાદવ(RJD) Vs રાજકુમાર રાય(JDU)તેજપ્રતાપ આગળ
બાંકીપુરલવ સિન્હા(કોંગ્રેસ) Vs પુષ્મ પ્રિયા ચૌધરી(પ્લૂરલ્સ) Vs નીતિન નવીન (ભાજપ)લવસિન્હા આગળ
ઝમામગંજજીતનરામ માંઝી(હમ) Vs ઉદય નારાયણ ચૌધરી(RJD)માંઝી આગળ
પરસાચંદ્રિકાય રાય(JDU) Vs છોટેલાલ રાય(RJD)ચંદ્રિકાય રાય આગળ

થોડાક સમયમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે બિહારનો આગળનો મુખ્યમંત્રી કોણ બનશે

બિહારમાં રૂઝાન ઝડપથી બદલાઈ રહ્યું છે. હાલ અત્યારના રુઝાનમાં મહાગઠબંધન 47 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે એનડીએ ફક્ત 25 બેઠકો પર આગળ છે

બિહારમાં યુવા નેતાના રૂપે ઉભરેલા તેજસ્વી યાદવ ઈતિહાસ રચશે

 • સીવાન સદર બેઠક પર આરજેડીના અવધ બિહારી આગળ છે
 • દરોલીથી ભાકપા (માલે) સત્યદેવ રામ દરૌલીથી આગળ છે
 • રાઘોપુર બેઠક પર તેજસ્વી યાદવ 100 મતથી આગળ

બિહારમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે રૂઝાન ઝડપથી આવી રહ્યા છે. નોઁધનીય છે કે સવારના 8.30 વાગ્યાના રૂઝાન પ્રમાણે એનડીએ 17 બેઠકો પર આગળ ચાલી રહી છે. ત્યારે બીજી તરફ મહાગઠબંધન 29 બેઠકો પર આગળ વધી રહ્યું છે. જ્યારે અન્યના ખાતામાં ફક્ત એક બેઠક જતી દેખાઈ રહી છે.

બિહારમાં મતગણતરી શરૂ થઈ ગઈ

પરિણામ આવતા પહેલા રાજકીય દળોની તરફથી દાવા કરવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે રાજદના નેતા શિવાનંદ તિવારીએ ચૂંટણી પરિણામોને લઈને જણાવ્યું કે આ વખતે તેજસ્વીના સભામાં જે નજારો જોવા મળ્યો તે ક્યારેય પહેલા જોવા નથી મળ્યો, આ હાર ફકત નીતિશ કુમારની નથી પરંતુ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની હાર છે.

READ ALSO

Related posts

અમેરિકાએ કહ્યું- નવા વેરિઅન્ટની માહિતી ભેગી કરવામાં બે અઠવાડિયા લાગશે, પરંતુ જરૂરી છે બૂસ્ટર શોટ

Vishvesh Dave

શિયાળુ સત્ર / Bitcoinને લઈ નિર્મલા સિતારમણનું મોટું નિવેદન, કહ્યું- સરકાર બિટકોઈન લેવડ-દેવડ…

Zainul Ansari

મહત્વના સમાચાર / ઓમિક્રોન વેરિયન્ટને લઈને કેન્દ્ર સરકાર બની સતર્ક, નજીકના ભવિષ્યમાં થશે વેક્સિનને લઈને નવી પોલિસી લાગુ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!