GSTV

ઘરે બેઠા કરો ચાર ધામ મંદિરની આરતી, ટૂંક સમયમાં મોબાઈલમાં આવશે લાઈવ પ્રસારણ

દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયંસ જિયો ટૂંક સમયમાં જ ઘરે બેઠા ચારધામના દર્શન કરાવશે. રિલાંયલ જિયો ટૂંક સમયમાં ઉત્તરાખંડ સ્થિત આવેલા ચારધામ સહિત દેશના અન્ય પ્રખ્યાત મંદિરોમાં થતી આરતીનું લાઈમસ્ટ્રીમિંગ કરશે. આ સ્કિમ અંતર્ગત એ શ્રદ્ધાળુઓને ફાયદો થશે જે ચારધામ યાત્રા કરી શકતા નથી. આ માટે ટૂંક સમયમાં જિયો એક પ્લેટફોર્મ તૈયાર કરશે. જેમાં બદરીનાથ, કેદારનાથ,ગંગોત્રી તથા યમુનોત્રી સહિતના ધાર્મિક સ્થળોના દર્શન કરાવશે.

આપને જણાવી દઈએ કે, ઉત્તરાખંડમાં દરવર્ષે લાખો શ્રદ્ધાળુ દર્શનાર્થે આવી રહ્યા છે. પણ એવા અનેક લોકો છે, જે આ દર્શનનો લ્હાવો લઈ શકતા નથી. જે પુરી શ્રદ્ધા હોવા છતાં પણ અમુક કારણોસર દર્શન કરવા જઈ શકતા નથી. ત્યારે આવા શ્રદ્ધાળુઓ માટે થઈને હવે ઓનલાઈન વ્યવસ્થા ઉભી કરવા જઈ રહ્યા છે.

રિલાયંસ જિયોએ ફાઈબર કનેક્ટિવિટી પર કામ લગભગ 89 ટકા પુરૂ થઈ ગયું છે. જેના માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી રાવતે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ચાર ધામ યાત્રામાં મુખ્યમંદિરોની લાઈવ આરતી દુનિયાભરના શ્રદ્ધાળુઓને ઉપલ્બધ થશે. જે કોઈ પણ કારણોસર દર્શને જઈ શકતા નથી.

READ ALSO

Related posts

ક્રિકેટ ફેન્સ થશે નિરાશ! IPL 2020 રદ થવાના આરે, આગામી વર્ષે નહી થાય મેગા ઑક્શન

Bansari

15મી માર્ચ બાદ આ શહેરમાં પ્રવેશનારે કરવી પડશે જાણ, નહીં તો કાયદેસરની થશે કાર્યવાહી

Karan

સ્પેન અને ઇટલીમાં કોરોના બેકાબૂ : એટલા કેસો અને મોતના આંક છે કે હોસ્પિટલો પડી રહી છે ઓછી

Karan
Do NOT follow this link or you will be banned from the site!