GSTV
India News ટોપ સ્ટોરી

Live : માદરે વતનમાં મોદી, ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટમાં જાણો શું કહ્યું અને કોણ છે હાજર

નરેન્દ્ર મોદીએ ગ્લોબલ સમિટમાં મહેમાનોને આવકાર્યા હતા. સાથે જ તેમના મુખ્યમંત્રીકાળ સહિતના 8 વાઈબ્રન્ટ ગુજરાતને સફળ ગણાવ્યા હતા. અદાણીએ 55 હજાર કરોડના રોકાણ સાથે મુન્દ્રામાં વિશ્વનો સૌથી મોટો હાઈબ્રિડ સોલાર પ્લાન્ટ, સિમેન્ટ અને 1 ગીગાવોટનું ડેટા સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી હતી. તો રિલાયન્સના મુકેશ અંબાણીએ ગુજરાતમાં 10 વર્ષમાં બમણું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. અત્યાર સુધી રિલાયન્સે ગુજરાતમાં 3 લાખ કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે.

  • વાઇબ્રન્ટ સાચા અર્થમાં ગ્લોબલ બની
  • હાલ ઉત્તરાયણ પર્વ ચાલી રહ્યું છે
  • 15 પાર્ટનર કન્ટ્રીનો પણ આભાર
  • 11 પાર્ટનર ઓર્ગેનાઇઝેશનનો આભાર
  • ભારતની સિદ્ધિઓ
  • અમારી સરકારનો મંત્ર રિફોર્મ પર્ફોર્મ ટ્રાન્સફોર્મ એન્ડ ફર્ધર પર્ફોર્મ
  • વિશ્વનું સૌથી ઝડપતી વિકસતું અર્થતંત્ર
  • મુડીઝ સહિતની સંસ્થાઓનો ભારતના અર્થતંત્ર પ્રત્યે વિશ્વાસ
  • છેલ્લા 4 વર્ષમાં વર્લ્ડ બેંકના ઇઝ ઓફ ડુઇંગમાં 77માં ક્રમે ટોચના 50 દેશોમાં સામેલ થવાનો લક્ષ્યાંક

મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ સમિટને સંબોધતા  ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં હજ્જારો કરોડોના  ઈન્વેસ્ટમેન્ટની જાહેરાતો કરી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીએ કહ્યુ કે  હવે જીયોને 5જી નેટવર્કથી કનેક્ટ કરીને દેશનું પ્રથમ ડિજિટલ રાજ્ય બનાવવા કંપની કટીબદ્ધ છે. મુકેશ અંબાણીએ તેમના સંબોધનમાં ડેટાને આગામી સમયની વેલ્થ સાથે સરખાવી. તો આ તરફ ટોરેન્ટ ગ્રુપના સુધીર મહેતાએ જણાવ્યું કે ટોરેન્ટ ગ્રુપ આગામી સમયમાં ગુજરાતમાં 10 હજાર કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરશે. જેમાં પાવર, રિન્યુએબલ એનર્જી, તેમજ ગેસ સેક્ટરનો સમાવેશ થાય છે તો અદાણી ગ્રુપે પણ ગુજરાતમા વિવિધ સેક્ટરમાં 55 હજાર કરોડ રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટની તૈયારી દર્શાવી છે. બિરલા ગ્રુપના કુમાર મંગલમ બિરલા વાઈબ્રન્ટ સમિટ દરમ્યાન જણાવ્યું કે કંપની ગુજરાતમાં તેના પ્લાન્ટ વિસ્તરણ અને નવી  ટેકનોલોજી પાછળ  15 હજાર કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કરશે. જ્યારે ટાટા ગ્રુપના ચેરમેન નટરાજ ચંદ્રશેખરને ગુજરાતમા  ટાટાના વર્તમાન પ્લાન્ટના વિસ્તરણની જાહેરાત કરી છે.

વાઈબ્રન્ટમાં દેશના ઉદ્યોગપતિઓ

(1) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સીએમડી- મુકેશ અંબાણી
(2) તાતા ગ્રૂપના ચેરમેન એન. ચંદ્રશેખરન
(3) આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ્ બિરલા
(4) ગોદરેજ ગ્રૂપના ચેરમેન અદિ ગોદરેજ
(5) અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી
(6) સુઝલોન એનર્જી લિમિટેડના ચેરમેન તુલસી તંતી
(7) કેડિલા હેલ્થકેરના ચેરમેન પંકજ પટેલ
(8) ટોરેન્ટ ગ્રૂપના ચેરમેન સુધીર મહેતા
(9) ભારત ફોર્જના ચેરમેન બાબા કલ્યાણી
(10) કોટક મહિન્દ્રા બેન્કના વાઇસ ચેરમેન- સીઇઓ- ઉદય કોટક
(11) કેડિલા ફાર્માના સીએમડી રાજીવ મોદી
(12) આઈટીસીના ચેરમેન સંજીવ પુરી
(13) ભારતી એન્ટરપ્રાઇસીસના વાઇસ ચેરમેન અને સીઆઇઆઇના પ્રેસિડેન્ટ રાકેશ ભારતી મિત્તલ
(14) હિન્દુસ્તાન સેનિટરીવેર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના સીએમડી અને ફિક્કીના પ્રેસિડેન્ટ સંદિપ સોમાણી
(15) વેલસ્પનના ચેરમેન બી.કે. ગોયેન્કા
(16) એચડીએફસીના ચેરમેન દીપક પારેખ
(17) એસબીઆઇના ચેરમેન રજનીશકુમાર
(18) ઓએનજીસીના ચેરમેન શશી શંકર
(19) આઇઓસીના ચેરમેન સંજીવસિંહ

Related posts

World Aids Day 2022: ક્યાંથી થઈ એચઆઈવીની શરૂઆત? જાણો વિશ્વ એડ્સ દિવસનો ઇતિહાસ

Padma Patel

ઈલેક્ટ્રોનિક વોટિંગ મશિન કરે છે આ રીતે કામ, વિશ્વમાં ભારતે જ કરી હતી EVM ની શરૂઆતઃ1999ની ચૂંટણીમાં થયો હતો પ્રયોગાત્મક ઉપયોગ

HARSHAD PATEL

મહારાષ્ટ્રમાં ફરી ભડકશે વિવાદ? એકનાથ શિંદેના બળવા અભિયાનની થઇ શિવાજી સાથે સરખામણી

Siddhi Sheth
GSTV