GSTV

VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ

સામાન્ય રીતે આપણે જોતા હોઇએ છીએ કે ઘણી વાર બાળકો નાની ઉંમરથી જ મોટરસાયકલ અને કાર ચલાવવાના શોખીન હોય છે. પરંતુ તેઓને ભલે ગમે તેટલો શોખ હોય પરંતુ માતા-પિતા ક્યારેય તેઓને ગાડી કે બાઇક ચલાવવાની છુટ્ટી નહીં આપે.
પછી ભલે ને બાળક ગેમે તેટલી જીદ જ કેમ ના કરે. પરંતુ તેમ છતાં તમે નાના બાળકોને અનેક વાર નાની ઉંમરમાં સાઇકલ ચલાવતા જોયા હશે. પરંતુ શું આપ કલ્પના કરી શકો છો કે ક્યારેય કોઇ નાનું બાળક લેન્ડ ક્રુઝર જેવી ગાડી ચલાવતું હોય અને એ પણ ફુલ સ્પીડમાં. હાં તો આજે અમે તમને એક એવો જ વીડિયો દેખાડવા જઇ રહ્યાં છીએ.

વીડિયો જોઇ તેની પર વિશ્વાસ કરવો મુશ્કેલ

હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે કે જેમાં એક નાનું બાળક રસ્તા પર તેજ ઝડપે લેન્ડ ક્રુઝર ચલાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને લોકો આ વીડિયોને જોઇને હેરાન પણ થઇ ગયા છે. જેઓએ આ વીડિયો જોયો છે તેઓની માટે આની પર વિશ્વાસ કરવું મુશ્કેલ થઇ રહ્યું છે. એ જ રીતે તમે પણ આ વીડિયો જોઇને વિચારમાં પડી જશો. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક 5 વર્ષનું બાળક બ્લેક કલરની લેન્ડ ક્રુઝર ગાડીને ખૂબ જ મજાપૂર્વક ફુલ ઝડપે ચલાવી રહ્યું છે. નાના બાળકને લેન્ડ ક્રુઝર ચલાવતા જોઇને સૌ કોઇના હોશ ઉડી ગયા છે.

વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકશો કે બાળકના પગ ગાડીના રેસ સુધી નથી પહોંચતા

આ વીડિયોને જે યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે તે આ વીડિયોને મુલ્તાન શહેરનો ગણાવે છે. બાળક મુલ્તાન શહેરની સૌથી ભીડભાડવાળાં વિસ્તારમાં જાહેર રસ્તા પર લેન્ડ ક્રુઝર જેવી મોટી ગાડી તેજ ઝડપે ચલાવી રહ્યું છે. પરંતુ આ વીડિયો જોઇને સૌ કોઇ એવું વિચારી રહ્યાં છે કે, આખરે આ કેવી રીતે શક્ય છે. ત્યારે આ વાયરલ વીડિયોમાં આપ સ્પષ્ટ જોઇ શકો છો કે, આ બાળકના પગ ગાડીના રેસ સુધી નથી પહોંચી રહ્યાં એટલાં માટે તે કારના ફર્શ પર ઊભો છે. હવે એમાં કેટલી હકીકત છે અને કેટલું ખોટું તે વાતનો ખુલાસો હજી સુધી નથી થઇ શક્યો.

READ ALSO :

Related posts

BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Pravin Makwana

દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !

Pravin Makwana

ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!