શરીરનાં ટૂકડા જે જવાને ઝાડ પર લટકતા જોયા એનાં મુખેથી સાંભળો સમગ્ર હુમલાની ઘટનાં, કરાવશે ઘટનાનો અનુભવ

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને લઇને દેશભરમાં આક્રોશ છે. ત્યારે શુક્રવારે સરકારે એક પછી એક કાર્યવાહી કરીને પ્રપંચી પાડોશી પાકિસ્તાન ઉપર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો. પુલવામામાં સીઆરપીએફના જવાનોની શહાદતને દેશવાસીઓમાં આક્રંદ સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ વીરસપૂતોની શહાદતનો બદલો લેવા માટે તેમજ પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે કેન્દ્ર સરકાર ઉપર ભારે દબાણ ઉભું થયું છે. પીએમ મોદીએ પણ આકરી કાર્યવાહીના સંકેત આપી દીધા છે.તો આવો જાણીએ એ ઘાયલ જવાનનાં મૂખેથી કે કઈ રીતે ગાડી ઘુસી હતી.

પુલવામામાં સીઆરપીએફનાં જવાનો પર થયેલા આંતકી હુમલામાં ઘાયલ થયેલા જવાને જણાવ્યુ છે કે, જૈશ-એ-મોહમ્મનો આંતકી પહેલા પ્રયાસમાં અમારી ગાડીમાં પ્રવેશી શક્યો ન હતો. આંતકી બે બસોની વચ્ચે ગાડી ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ રોડ ઓપનિંગ પાર્ટી(ROP)નાં જવાનો આગળ આવી ગયા હતા. ત્યારબાદ તેને કાફલાની પાંચમી બસ સાથે ગાડી અથડાવી દીધી હતી. ગુરુવારે થયેલા આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા.

ગૃહમંત્રી રાજનાથસિંહે શુક્રવારે હોસ્પિટલમાં જવાનોનાં ખબર અંતર પૂછતી વખતે રાજનાથ સિંહે જવાનોને પૂછ્યુ- શું તમે હુમલાખોરોની ગાડીને જોઈ હતી? જવાને કહ્યું – હાં સર, કાફલો થોડો ધીમો થઈ ગયો હતો, આ દરિમયાન એક ગાડી ડાબી બાજુ આવી હતી. ફરી રોડ ઓપનિંગ પાર્ટીની બસમાંથી જવાનો આગળ આવી ગયા હતા. જેથી આંતકી ગાડીને બન્ને બસોની વચ્ચે ઘુસાવી શક્યો ન હતો.

રાજનાથે જવાનને બીજો સવાલ પૂછ્યો- જે બસ જઈ રહી હતી તે અચાનક ધીમી કેમ પડી ગઈ? જવાને જણાવ્યું કે , વચ્ચે ટ્રક ચાલી રહ્યો હતો, આ દરમિયાન ટ્રકોને સાઈડમાં કરાઈ રહ્યા હતા. ત્યારબાદ ગૃહમંત્રીએ હોસ્પિટલમાં હાજર સીઆરપીએફનાં અધિકારીને કહ્યું- અહીં પ્રોબ્લેમ છે , જેનાં કારણે સરકારે નિર્ણય કર્યો છે કે જ્યારે જવાનોનો કાફલો પસાર થયો તો રસ્તા પર સામાન્ય વાહનોની અવર જવર રોકી દેવાઈ હતી.

અધિકારીનાં જણાવ્યા પ્રમાણે, સીઆરપીએફનાં કાફલામાં 78 વાહનો હતા. જેમાં 16 બુલેટપ્રુફ બંકર પણ સામેલ હતા, આંતકી હાઈવે પર કાકાપોર-લેલહર તરફથી આવ્યો અને કાફલાની સાથે જ ચાલવા લાગ્યો હતો. તેને કાફલાની 5મી બસમાં ગાડી સાથે અથડાવી દીધી હતી. આ બસમાં બેસેલા 39 જવાન શહીદ થયા હતા. આ ઉપરાંત રોડ ઓપનિંગ પાર્ટીનાં જવાન પણ શહીદ થયા હતા. ઘાટીમાં ખરાબ હવામાનનાં કારણે સુરક્ષાબળોનાં કાફલાની અવર જવર રોકાઈ હતી. 4 ફેબ્રુઆરીનાં રોજ 91 વાહનોમાં 2871 જવાનોનો કાફલો જમ્મુ-કાશ્મીર પહોંચ્યો હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter