લ્યો સાંભળો, હવે કબર પર પણ લાગશે QR code

મર્યા પછી પણ લોકોને જીવવાનો શોખ હોય છે. ઘણા લોકોને મનમાં એવુ થયાં કરતુ હોય કે મને પણ લોકો મર્યા પછી યાદ રાખે. તમે QR code વિશે તો સાંભળ્યું જ હશે. હવે આ કોડ કબર પર લગાવવામા આવશે અને જેના પરથી મરનાર લોકોની પૂરેપૂરી માહિતી મળી શકશે. યુરોપનાં ઘણા દેશો મલસન ડેન્માર્કમાં લોકોએ આ રીતે કોડ લગાવવાનું ચાલુ કરી દીધુ છે.

જે કોઈ માણસ મરી જાય તો એ માણસની જાણકારી એક વેબસાઈટ પર અપલોડ કરવાની અને કોડ જનરેટ કરીને કબર પર લગાડવાનો. જો કે ખુબ ઓછા માણસો આવું કરી રહ્યાં છે. પરંતુ એક વાત નક્કી છે કે ભવિષ્યમાં આ વસ્તુનો ક્રેજ વધવાનો છે.

યુરોપમાં કબરને પણ એક પવિત્ર વસ્તુ માનવામાં આવે છે અને તેની પણ એક સંસ્ક્રૃતિ હોય છે. માટે માણસોનુ કહેવુ છે કે આ કોડના લીધે ત્યાની શાંતિ ભંગ થાય છે અને જેની અસર સીધી અમારી સંસ્કૃતિ પર પડે છે. ઉલ્લેખનીય છે કે જર્મનીમા આ એપ્લિકેશન આવી ગઈ છે અને જેનું નામ છે “વેયર ધ રેસ્ટ”

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter