ટેકનોલોજીના વધતા મહત્વની સાથે સાથે કોઈ પણ કામ માટે એકાઉન્ટ બનાવવુ અને તેનો પાસવર્ડ રાખવો જરુરી બની ગયુ છે. જોકે પાસવર્ડ ભુલી ના જવાય તેની લ્હાયમાં ઘણા લોકો યાદ રહે તેવો પાસવર્ડ રાખે છે અને તે હેક થવાની શક્યતા પણ રહેતી હોય છે.
એકાઉન્ટ હેક પણ જલદી થઈ શકે
જો તમે મજબૂત પાસવર્ડ ના રાખો તો તે હેક થવાની અને તમારી સાથે છેતરપિંડી થવાની શક્યતા વધી જાય છે. દર વર્ષે દુનિયામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતા અને હેક થવાની દ્રષ્ટિએ સૌથી ખરાબ પાસવર્ડનું લિસ્ટ બહાર પાડવામાં આવતું હોય છે. આ લિસ્ટમાં એવા પાસવર્ડ હોય છે જે બહુ નબળા હોય છે અને આવા પાસવર્ડ વાળા એકાઉન્ટ હેક પણ જલદી થઈ શકે છે.
આ વર્ષનો સૌથી ખરાબ પાસવર્ડ
પાસવર્ડ મેનેજર નોર્ડ પાસ દ્વારા આવા વીક પાસવર્ડનું લિસ્ટ જાહેર કરાયુ છે અને આ એવા પાસવર્ડ છે જે 2.3 કરોડ વખત ક્રેક થઈ ચુક્યા છે. કંપનીએ સૌથી ખરાબ 200 પાસવર્ડનુ જે લિસ્ટ જાહેર કર્યુ છે, તેમાં 123456 આ વર્ષનો સૌથી ખરાબ પાસવર્ડ ગણાવાયો છે.
જાણો આ લિસ્ટના કેટલાક પાસવર્ડને
- 123456
- 123456789
- picture1
- password
- 12345678
- 111111
- 123123
- 12345
- 1234567890
- 1234567
- qwerty
- abc123
- Million2
- 000000
- 1234
- iloveyou
- aaron431
- password1
- qqww1122
નોર્ડપાસ સંસ્થા કહે છે કે, આસાનીથી યાદ રહે તે માટે લોકો સરળ પાસવર્ડ વાપરે છે પણ તેને ક્રેક કરવાનુ કામ પણ એટુલ જ આસાન હોય છે.રિપોર્ટ પ્રમાણે 2020માં ચોકલેટ શબ્દને 21000 લોકોએ પાસવર્ડ રાખ્યો હતો.જ્યારે 37000 લોકોએ પોકેમોન શબ્દનો પાસવર્ડ તરીકે ઉપયોગ કર્યો હતો.
READ ALSO
- તૈયાર રહેજો/ 15 અને 16 ઓગસ્ટે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ: બંદરો પર લગાવાયુ એક નંબરનું સિગ્નલ, હવામાન વિભાગે કરી છે આવી આગાહી
- સમીકરણ બદલાશે/ મહારાષ્ટ્ર્રમાં લોકસભાની ચૂંટણીમાં આ પાર્ટીની જીતવાની શક્યતા, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
- T20 WC 2022/ આ બે ક્રિકેટર T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર! ગંભીર ઈજાને કારણે BCCIએ આપી આ જાણકારી
- કૃષ્ણ જન્માષ્ટમી/ 18 કે પછી 19 ઓગસ્ટમાંથી ક્યા દિવસે જન્માષ્ટમીની ઉજવણી કરવી? જ્યોતિષીઓ પાસેથી જાણો યોગ્ય તારીખ, મૂહુર્ત અને પૂજા વિધિ
- મર્ડરનો Live વીડિયો/ ભરબજારમાં ખેલાયો ખૂની ખેલ: છરીના અનેક ઘા મારીને યુવકની કરી હત્યા, આ વીડિયો જોઇને હલી જશો