GSTV
Home » News » ગજબ! એક જ મેચમાં બન્યા 10 અદ્ભૂત વર્લ્ડ રેકોર્ડ, હાર્દિક પંડ્યા અને આંદ્રે રસેલે બદલી નાંખ્યો IPLનો ઇતિહાસ

ગજબ! એક જ મેચમાં બન્યા 10 અદ્ભૂત વર્લ્ડ રેકોર્ડ, હાર્દિક પંડ્યા અને આંદ્રે રસેલે બદલી નાંખ્યો IPLનો ઇતિહાસ

Hardik Pandya and Andre Russell

યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ અને ક્રિસ લિનની અડધી સદી બાદ આંદ્રે રસેલની તોફાની ઇનિંગથી કલકત્તાએ મુંબઇ સામે બે વિકેટ પર 232 રન બનાવ્યા જે હાલની આઇપીએલ સીઝનનો સૌથી મોટો સ્કોર હતો. આ વિશાળ સ્કોર ઉભો કરવા માટે મુંબઇના હાર્દિક પંડ્યાએ જીવ રેડી દીધો. પરંતુ પંડ્યા ફક્ત ફેન્સના દિલ જ જતી શક્યો. મેચ કલકત્તાએ જીતી. 34 રનની અંતરે થયેલા આ જીત-હારના નિર્ણાયક મેચમાં અનેક શાનદાર અને રસપ્રદ રેકોર્ડ બન્યા. ચાલો આ રેકોર્ડ્સ પર નાખીએ એક નજર….

કલકત્તાની મુંબઇ સામે આ છઠ્ઠી જીતી હતી. અગાઉ આ બંને ટીમો વચ્ચે કુલ 23 મેચ રમાઇ. જેમાંથી 18 મેચ મુંબઇની ટીમે જીતી અને માત્ર 5 મેચ જ કલકત્તાના ફાળે આવી.

શુભમન ગિલે પોતાના આઇપીએલ કરિયરની ત્રીજી અડધી સદી ફટકારી. આ તેની આઇપીએલની વર્તમાન સીઝનની બીજી અડધી સદી હતી. શુભમન ગિલે 45 બોલમાં 76 રનની શાનદાર ઇનિંગ રમી. આ તેની આ ટૂર્નામેન્ટ કરિયરનો સર્વશ્રેષ્ઠ સ્કોર પણ છે.

આંદ્રે રસેલે પોતાની આઇપીએલ કરિયરની 8મી અડધી સદી ફટકારી. જેમાંથી 4 અડધી સદી તેણે આ સીઝનમાં ફટકારી છે.

રસેલે આઇપીએલ 2019માં પોતાની 50 સિક્સર પૂરી કરી છે. તે આ આઇપીએલમાં 50 સિક્સર ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. અગાઉ કોઇ સીઝનમાં 50 કરતાં વધુ સિક્સર ફક્ત ક્રિસ ગેલ જ ફટકારી શક્યો છે. આ સિદ્ધી તેણે બે વાર મેળવી છે. તેણે 2012માં 59 અને 2013 51 સિક્સર ફટકારી છે.

પીયુષ ચાવલાએ પોતાના આઇપીએલ કરિયરની 150 વિકેટ હાંસેલ કરી છે. તે લસિથ મલિંગા અને અમિત મિશ્રા બાદ 150 વિકેટ હાંસેલ કરનાર ત્રીજો બોલર બની ગયો છે.

કલકત્તાએ 232 રનનો એક મોટો સ્કોર ઉભો કર્યો હતો. તે આ આઇપીએલ સીઝનનો સૌથી મોટો સ્કોર હતો. કલકત્તાનો આઇપીએલ સીઝનમાં આ બીજો મોટો સ્કોર હતો.

આ આઇપીએલમાં કેપ્ટન તરીકે રોહિત શર્માની 100મી મેચ હતી. પહેલીવાર તેણે કલકત્તાની સામે 2013માં કેપ્ટન્સી કરી હતી. હવે કેપ્ટન્સીની સદી પણ કલકત્તા સામે જ ફટકારી છે.

રોહિત આઇપીએલમાં 100 કે તેથી વધુ મેચમાં કેપ્ટન્સી કરનાર ચોથો ખેલાડી બની ગયો છે. રોહિત પહેલાં આ સિદ્ધિ ધોની (ચેન્નઇ,પુણે) ગૌતમ ગંભીર(કલકત્તા,દિલ્હી) વિરાટ કોહલી (બેંગલોર)ના નામે હતી.

આ મેચમાં મુંબઇના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ આઇપીએલ સીઝનની સૌથી ઝડપી સદી ફટકારી. આ તેની કરિયરની ત્રીજી અને હાલની સીઝનની પહેલી અડધી સદી હતી. 34 બોલ પર 91 રનની આ ઇનિંગ તેના આઇપીએલ કરિયરનો સર્વશ્રેષ્ઠ સ્કોર હતો.

મુંબઇ માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડી

17-ઇશાન કિશન v મુંબઇ,2018

17-કીરોન પોલાર્ડ v કલકત્તા, 2016

17-હાર્દિક પંડ્યા v કલકત્તા, 2019

કલકત્તા અને બેંગલોર બંનેએ 18 એપ્રિલ 2008ના રોજ પોતાની પ્રથમ ટી-20 મેચ રમી હતી. ચોંકાવનારી બાબત એ છે કે કલકત્તાએ જ્યાં પોતાની 100મી જીત હાંસેલ કરી ત્યાં બેંગલોરની ટી-20માં 100મી હાર થઇ.

Read Also

Related posts

ઈલેક્ટ્રીક ડિવાઈસોમાં આ રીતે થાય છે સોનાનો ઉપયોગ

Dharika Jansari

બ્રિટનમાં દાક્તરની કરવા માગતા લોકો માટે ખુશ ખબર, હવે નહીં આપવી પડે આ બે પરિક્ષાઓ

Mayur

ઝારખંડમાં બાળકી પર બળાત્કાર કરી હત્યા કરનારને ફાંસીની સજા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!