આજે નવા પ્રધાનમંડળની શપથવિધિ થવાની છે અને ભાજપના ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવાની સૂચના મળતા જ આજે MLA ક્વાર્ટર પર સવારથી જ ધારાસભ્યોનો જમાવડો જોવા મળ્યો છે. તેમજ પાર્ટી કોઈ વ્યક્તિથી નહીં પરંતુ અનુશાસનથી ચાલતી પાર્ટી છે તેમ કહેતા જોવા મળ્યાં. અનેક ધારાસભ્યોના ચહેરાઓ પર ખુશી પણ જોવા મળતી હતી. એવામાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાતના નવા મંત્રીમંડળની યાદી તૈયાર કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ નવા મંત્રીમંડળની યાદી હાઇકમાન્ડને પણ મોકલી દેવાઇ છે. જેથી આ યાદી પર હવે PM મોદી અને અમિત શાહ અંતિમ મહોર મારશે.

જ્ઞાતિ સમીકરણોના આધારે નવા મંત્રીઓને સ્થાન અપાશે
વધુમાં તમને જણાવી દઇએ કે, ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર દ્વારા જે મંત્રીમંડળ રચવામાં આવશે તેમાં સૂત્રો પાસેથી એવું જાણવા મળી રહ્યું છે કે, આજના આ મંત્રીમંડળમાં જ્ઞાતિ સમીકરણોના આધારે નવા મંત્રીઓને સ્થાન અપાશે. એક પણ મંત્રીને રિપીટ નહીં કરવામાં આવે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
પ્રજાને ખોટો મેસેજ ન જાય તે ચારથી પાંચ અનુભવી મંત્રીઓ રખાશે
સૂત્રો દ્વારા વઘુમાં એ પણ જાણવા મળી રહ્યું છે કે, માત્ર 4 જ મંત્રી નવા મંત્રીમંડળમાં રહેશે. જૂના 22માંથી 18 મંત્રી બદલાશે. ઉત્તર ગુજરાતમાંથી એક મંત્રી યથાવત રખાશે. મધ્ય ગુજરાતમાંથી એક મંત્રી યથાવત રખાશે. પ્રજાને ખોટો મેસેજ ન જાય તે ચારથી પાંચ અનુભવી મંત્રીઓ રખાશે. સૌરાષ્ટ્રમાંથી બે કે ત્રણ મંત્રીઓ યથાવત રખાશે. એક પટેલ, એક ક્ષત્રિય, એક કોળી અને એક ઠાકોર મંત્રી રહેશે.

25થી વધુ ધારાસભ્યોને પ્રધાન મંડળમાં સ્થાન મળી શકે છે. ઉત્તર ગુજરાતમાંથી અજમલજી ઠાકોર, ગજેન્દ્રસિંહ પરમારને પ્રધાન મંડળમાં સ્થાન મળી શકે છે. આ ઉપરાંત જીતુ વાઘાણી અને ગોવિંદ પટેલને પણ સ્થાન મળી શકે છે.

જાણો શપથવિધિ માટે કયા-કયા સંભવિત નામોની શક્યતા?
- આત્મારામ પરમાર
- જગદીશ પંચાલ
- રાકેશ શાહ
- દુષ્યંત પટેલ
- નિમિષા સુથાર
- સી.કે.રાઉલ જી
- કિરીટસિંહ રાણા
- રાજેન્દ્ર ત્રિવેદી
- રમણ પટેલ
- ઋષિકેશ પટેલ
- વિરેન્દ્રસિંહ જાડેજા
- જીતુ ચૌધરી
READ ALSO :
- ઈતિહાસ / સુભાષ ચંદ્ર બોઝે નહીં પરંતુ આ ક્રાંતિકારીએ આપ્યો હતો જયહિંદનો નારો, જાણો તેમના વિશે
- હર ઘર તિરંગા / તિરંગાના રંગમાં રંગાઈ ટીમ ઈન્ડિયા, ધોની બાદ રોહિત-કોહલી સહિતના ક્રિકેટરોએ પણ ડીપી બદલી
- Tiranga Dhokla Recipe: તિરંગા ઢોકળા સાથે આઝાદીની ઉજવણી કરો, જાણો તેની રેસીપી
- સુરત / મનપાએ વધાર્યો મિલકત વેરાનો ટાર્ગેટ, 2023માં 1700 કરોડની આવક થવાની શક્યતા
- Independence Day 2022 : સ્વતંત્રતા દિવસના મોકા પર ઘરે જરૂર ટ્રાય કરો આ Snacks