GSTV
India Kashmir Attack News

ભારતીય સૈન્યની મિસાઈલો વિશે જાણીને દુશ્મન થરથર ધ્રુજી ઉઠશે, આવી છે તાકાતવર

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘુસીને આતંકી કેમ્પનાં ફુરચા બોલાવી દિધા છે. પાકિસ્તાને જવાબી કાર્યવાહીમાં પાકે.પોતાનું એક વિમાન ભારતીય સરહદમાં મોકલ્યું પણ ઇન્ડિયન એરફોર્સે તોડી પાડ્યું. આ સ્થિતીને ધ્યાને રાખીને ભારતીય સૈન્ય એલર્ટ છે. ભારત પાકિસ્તાન કરતા વધારે શક્તિ શાળી છે. ભારત અત્યાધુનિક હથિયારોથી સજ્જ છે. આવો જાણીએ કે ભારત પાસે એવી કઇ મિસાઈલ છે. જે મિસાઈલ કોઈ પણ યુદ્ધમાં દુશ્મનનાં દાંત ખાટા કરી શકે છે.

અગ્નિ-1

આ મિસાઈલનું નિર્માણ 1999માં શરૂ કરાયું હતું. પ્રથમ પરિક્ષણ 2002માં કરવામાં આવ્યું હતું. અગ્નિ-1 મિસાઈલ 700 કિલોમીટર સુધી હુમલો કરવામા સક્ષમ છે. અગ્નિ-1 ભારતીય સેનામાં સામેલ થઈ ચુકી છે. અગ્નિ-1 ઓછી મારકક્ષમતા વાળી મિસાઈલ તરીકે વિકસાવવામાં આવી છે.

અગ્નિ-2

આ મિસાઈલની ખાસિયત છે કે, એક ટન વજન વાળું પે-લોડ ઉંચકીને બે હજાર કિલોમીટર સુધી વાર કરી શકે છે. અગ્નિ-2 અત્યાધુનિક નેવીગેશન સિસ્ટમ અને ટેક્નિકલ લેસ છે. આ મિસાઈલ પણ ભારતીય સૈન્યમાં સામેલ થઈ ચુકી છે.

અગ્નિ-3

અગ્નિ-3 મિસાઈલની લંબાઈ 17 મીટર અને વ્યાસ બે મીટર છે. આ મિસાઈલની ખાસિયત છે કે, જમીનથી જમીન પર હુમલો કરવાવાળી આ મિસાઈલ 3500 કિલોમીટર દુર સુધી વાર કરી શકે છે. આ મિસાઈલ દોઢ ટન સુધી પેલોડ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઈલમાં એડવાન્સ કોમ્પ્યૂટર અને નેવીગેશન સિસ્ટમ સામેલ છે.

અગ્નિ-4

જુના વર્ઝનની તુલનાએ અગ્નિ-4 મિસાઈલ વજનમાં ઘણી હલકી છે. આ મિસાઈલમાં અનેક નવી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતીય સેનામાં સામેલ આ મિસાઈલ 4000 કિલોમીટર કરતા પણ વધારે અંતર પર જમીનથી જમીન સુધી હુમલો કરી શકે છે.

અગ્નિ-5

અગ્નિ સિરીઝનું ઇન્ટર-કોન્ટિનેન્ટલ બૈલેસ્ટિક મિસાઈલ છે. આ મિસાઈલની રેન્જ 5500 કિલોમીટર સુધી હોવાની સાથે અનેક મુદ્દે વિશ્વસ્તરીય લેવલ પર છે. આ મિસાઈલની વિશેષતા છે કે સમય આવ્યે તેની રેન્જમાં વધારો પણ કરી શકાય છે.

બ્રહ્મોસ મિસાઈલ

ભારત અને રશિયાએ સંયુક્ત રીતે આ મિસાઈલનું નિર્માણ કર્યુ હતું. બ્રહ્મોસ મિસાઈલને દુનિયાની સૌથી ઉત્તમ ક્રુઝ મિસાઈલ માનવામાં આવે છે. આ મિસાઈલની રેન્જ 290 કિલોમીટર અને ગતિ 4.5 મૈક છે. આ મિસાઈલનું નામ ભારતની બ્રહ્મપુત્રા અને રશિયાની મસ્કન્દવા નદી પર રાખવામાં આવ્યું છે.

સાગરિકા અથવા શૌર્ય

આ ભારતની સબમરીન લોન્ચ બૈલેસ્ટીક મિસાઈલ છે. જે સમુદ્રમાં હુમલો કરવા માટે સક્ષમ છે. આ મિસાઈલની રેન્જ 700 કિલોમીટરથી લઈને 3500 કિલોમીટર સુધી છે. આ એવી બેલેસ્ટીક મિસાઈલ છે, જે વિશ્વનાં અમુક દેશો પાસે જ છે.

આકાશ મિસાઈલ

700 કિલોગ્રામ વજન ધરાવતી આ મિસાઈલ જમીન સ્તરથી હવામાં હુમલો કરી શકે છે. આ મિસાઈલની ઝડપ 2.5 મૈક છે. આ મિસાઈલની ખાસ વાત એ છે કે, 25 કિલોમીટરની રેન્જમાં કોઈ પમ વસ્તુને ભેદી શકવા માટે સક્ષમ છે. આ મિસાઈલને ભારતનું પૈટ્રિયાટ કહેવામાં આવે છે.

પ્રહાર મિસાઈલ

પ્રહાર શોર્ટ રેન્જ બૈલેસ્ટીક મિસાઈલ છે. જેમાં 150 કિલોમીટરનાં અંતર સુધી હુમલો કરવાની ક્ષમતા છે. આવનારા થોડાક વર્ષોમાં આ મિસાઈલ સૈન્યમાં સામેલ કરાય તેવી શક્યતા છે

નિર્ભય

આ ભારતની સબસોનિક ક્રૂઝ મિસાઈલ છે. નિર્ભય મિસાઈલમાં ઘાતક મોટર બૂસ્ટર સાથે ટર્બોફેન એન્જીન લાગેલું હોય છે. જેને કારણે તેની રેન્જ 800થી 1000 કિલોમીટર સુધીની હોય છે. સપાટી થી સપાટી સુધી હુમલો કરવા વાળી આ મિસાઈલ દરેક સીઝનમાં ઉપયોગી છે.

નાગ-4

4 કિલોમીટરની રેન્જ સાથે 42 કિલો વજન ધરાવતી આ મિસાઈલ પોતાની સાથે 8 કિલોગ્રામ વિસ્ફોટક લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઈલ ફાયર અને ટારગેટને આધારે કામ કરે છે. આ મિસાઈલ દ્વારા જમીનથી જમીન અને જમીનથી હવામાં હુમલો કરી શકાય છે.

READ ALSO

Related posts

ભાજપને મહત્વ મળતાં શિંદેના મંત્રીઓ નારાજ : સરકારનું અસલી સ્ટીયરિંગ ફડણવિસ પાસે

GSTV Web Desk

કેજરીવાલે ઓફર કરી મોદી સરકારને ફોર્મ્યુલા : જાણો કેવી રીતે દરેક ગરીબ બનશે ધનવાન

Zainul Ansari

પંજાબ કોંગ્રેસમાં ફરી ઘમાસાણ : વોરિંગ વર્સીસ જાખડ વચ્ચે બબાલ શરૂ

Hardik Hingu
GSTV