GSTV

મધ સાથે આ વસ્તુનું સેવન ભૂલથી પણ ન કરો, થશે જીવલેણ બીમારી

ચિલી પોટેટોમાં સ્વાદથી વધારો કરવાથી લઈ સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે મધ ઉપયોગી છે, પરંતુ શું તમે જાણો છો કે ઘણી વસ્તુ સાથે તમે મધ મિક્સ કરો તો તે ઘાતક સાબિત થઈ શકે છે. મધની તાસીર ગરમ હોય છે. એટલા માટે તેને ગરમ વસ્તુ સાથે ખાવાથી બચવું જોઈએ.

ગરમ વસ્તુ સાથે લેવાથી તે પેટને ખરાબ કરે છે. એ ઉપરાંત પણ તમને સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. તમે ઘણી વાર લોકોને એ કેહતાં સાંભળ્યા હશે કે શરદી થવા પર મધને ચા અથવા કોફી સાથે લો, પણ જો તમે આવું કરો છો તો આજે જ આદતને છોડી દો.

એવું કરવાથી તમારી બોડીનું ટેમ્પ્રેચર વધી જાય છે અને ગભરામણ તથા તણાવનો અનુભવ થાય છે. મૂળા સાથે મધ લેવું જીવનું જોખમ થઈ શકે છે. મૂળા સાથે તેનું સેવન કરવાથી શરીરમાં ટોક્સિન્સ બનાવા લાગે છે અને તેના કારણે શરીરના કેટલાક પાર્ટસ ડેમેજ થવાનો ડર લાગે છે.

જો તમે આ બંને વસ્તુનું સેવન અલગ-અલગ કરવા માગો છો તો પણ 1 કલાક જેટલો સમય રાખો. હંમેશાં લોકો વજન ઓછું કરવા માટે અને શરદી કફ થયો હોય તો સવારે વહેલા ઉઠીને ગરમ પાણીમાં મધ નાખીને પીવે છે.

જો તમે આ વસ્તુ કરી રહ્યા છો તો એ વાતનું ધ્યાન રાખો કે પાણી વધારે ગરમ ન કરો. વધારે ગરમ પાણી સાથે મધ લેવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે અને પેટ સંબંધી અનેક સમસ્યા થાય છે.

Read Also

Related posts

સક્સેસ સ્ટોરી / પિતા શેરી-શેરીમાં જઈને વહેંચતા હતા કપડાં, પુત્રએ આઈએએસ બનીને બદલ્યું પિતાનું જીવન

Zainul Ansari

Adulteration in Cooking Oil : તમારા રસોઈ તેલમાં હોઈ શકે છે આ ઝેરીલી ભેળસેળ , આવી રીતે કરો શુદ્ધતાની કસોટી

Vishvesh Dave

પારાવાર મુસીબતોથી ઘેરાયેલુ હોય જીવન તો અમાસના દિવસે કરો આ અચૂક ઉપાય, બદલાઇ જશે તમારા ખરાબ દિવસો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!