GSTV
Home » News » દેશભક્તિની મોટી મોટી ફિલ્મો કરનારા આ 11 હિરો-હિરોઈન મતદાન જ નહીં કરી શકે!

દેશભક્તિની મોટી મોટી ફિલ્મો કરનારા આ 11 હિરો-હિરોઈન મતદાન જ નહીં કરી શકે!

લોકસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું મતદાન થઇ ગયું છે તેમજ બજા તબક્કા માટે આવતીકાલે 18 તારીખે મતદાન થવાનું છે. સિનેમાઘરમાં ફિલ્મ શરૂ થતાની સાથે યુ-ટ્યુબ અને દરેક વેબસાઇટ પર મતદાન કરવા માટે અપીલ કરવામાં આવે છે. એક મહિના પહેલા તમામ બોલીવૂડ સિતારાઓ ટ્વિટર પર વોટ આપવાની અપીલ કરવા લાગ્યા હતાં. જો કે મતદાનને એક મહિના જેટલો સમય હતો તેમ છતાં આ લોકો કેમ વોટ અપીલ કરી રહ્યા છે. જો કે પીએમ મોદીએ બોલીવૂડની અનેક હસ્તીઓને ટેગ કરીને મતદાન જાગૃતિ માટે અપીલ કરી હતી. આ સિતારામાંથી અમુક લોકોને મતદાન જાગૃતિનું કામ ફાવ્યું નહિં.કારણ કે તે લોકો ખુદ મતદાન કરી શકે તેમ નથી. કારણ કે તેમની પાસે ભારતની નાગરીકતા નથી. મતદાન નહિં કરનારા આ બોલીવૂડ સ્ટાર્સે અનેક દેશ ભક્તિની ફિલ્મોમાં કામ કર્યુ છે.

1.અક્ષય કુમાર

દેશભક્તિનાં સબ્જેક્ટમાં ક્લાસ ટોપર છે. તેમની છેલ્લી 11 ફિલ્મોમાંથી  7 ફિલ્મો પેટ્રીયોટીક છે. અક્ષય કુમાર ઇન્ડિયામાં મતદાન કરી શકતા નથી,કારણ કે તેમની પાસે ભારતની નાગરિકતા નથી. વાત  જાણે એમ છે કે અક્ષય કુમારને સન્માનમાં કેનેડાએ પોતાની નાગરિકતા આપી છે,જેનો અક્ષય કુમારે સ્વીકાર કર્યો છે. એ વાત જાણવા છતાં કે ભારતમાં બેવડી નાગરિકતાને મંજૂરી નથી.

2.કેટરીના કૈફ

તેમની આવનારી ફિલ્મનું નામ ભારત છે.પરંતુ તેમનો પાસપોર્ટ બ્રિટીશ છે. કેટરીનાની હિન્દી સાંભળીને દરેકને સમજાય જાય કે તેણી ઇન્ડિયન નથી. હોંગકોંગમાં જન્મેલી કેટરીનાનું બાળપણ અનેક દેશોમાં પસાર થયું છે. તેણી હવાઇથી લઇને લંડનમાં રહિ ચુકી છે. મુંબઇમાં આવતા પહેલા તેણા લંડનમાં રહેતી હતી.તેથી તેમની પાસે યુકેનો પાસપોર્ટ છે.

3.આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ રાઝી એક ભારતીય જાસૂસની કહાની પર આધારીત છે. જે પોતાની જીંદગી દેશ માટે સમર્પિત કરે છે. આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન જે ઇંગ્લેન્ડનાં બર્મિંગહામમાં જન્મયા હતાં.જેથી તેમની પાસે બ્રિટીશ પાસપોર્ટ છે. તેમજ આલિયા ભટ્ટની નાગરિકતા પણ બ્રિટનની છે.મહત્વનું છે કે 2014ની ચૂંટણીમાં આલિયા ભટ્ટે કહ્યું હતું કે તે ભારતીય પાસપોર્ટ બનાવીને આગલી ચૂંટણીમાં મતદાન કરશે.જો કે આ વખતે પણ આવું કાંઇ થયું નહિં.

4.સની લિયોની

તેમનું અસલી નામ કરનજીત કૌર છે.તેમનો જન્મ કેનેડાનાં એક પંજાબી પરિવારમાં થયો હતો.ભારતીય માતા-પિતા અને આ દેશમાં કામ કરતા હોવા છતાં સની આ દેશની લોકશાહી માટે પોતાનું યોગદાન આપી નહિં શકે. તેણી મતદાન નહિં કરી શકે.

5.એમી જૈક્સન

એક દિવાના થા અને સિંહ ઇઝ બ્લિંગ જેવી ફિલ્મોમાં કરી ચુકેલી એમી બ્રિટનમાં પેદા થઇ છે. માત્ર જન્મ જ નહિં પરંતુ તેમનો અભ્યાસ પણ બ્રિટન માં થયો છે. તેણી પોતાનાં કામકાજને કારણે ભારતમાં છે.જેથી તેમની પાસે નાગરિકતા બ્રિટનની છે.

6.જૈકલીન ફર્નાન્ડિઝ

તેણી બહેરીનમાં જન્મી છે. તેમનો અભ્યા ઓસ્ટ્રેલિયામાં થયો છે. તેમનાં પિતા શ્રીલંકાથી હતા,તેથી તેણી શ્રીલંકા પરત ફરી અને ટીવી રિપોર્ટરની નોકરી કરવા લાગી. અભિનયનાં કારણોસર તેણી ભારત આવી હતી. તેમનો પાસપોર્ટ શ્રીલંકાનો છે. તેથી જૈકલીન મતદાન નહિં કરી શકે.

7.ઇમરાન ખાન

આમ તો તે બોલીવૂડ એક્ટર છે,પરંતુ તેમની સૌથી મોટી ઓળખાણ એ છે  કે આમીર ખાન તેમનાં મામા થાય છે.ઇમરાન ખાન અમેરિકામાં જન્મયા છે. પરંતુ બાળપણમાં જે તેમનાં માતા-પિતાનાં છુટાછેડા થયા હતાં. તેથી તેમની માતા તેમને લઇ મુંબઇ આવી ગઇ હતી. શાળાનું શિક્ષણ ઇન્ડિયામાં જ થયું,પરંતુ તે કોલેજ કરવા માટે કેલિફોર્નિયા ગયા હતાં. તેથી ઇમરાન ખાન પાસે અમેરિકન પાસપોર્ટ છે.

8.નરગિસ ફખરી

નરગિસ ન્યુયોર્કમાં પેદા થઇ છે. તેમનાં પિતા પાકિસ્તાની અને માતા ચેક રિપબ્લિકનાં હતાં. તેમનું બાળપણ અમેરિકામાં પસાર થયું.પછી ત્યાં જ તેણી મોડેલિંગ કરતી હતી. ત્યારપછી વિજય માલ્યાનાં કિંગફિશર કેલેન્ડકમાં ઇમ્તિયાઝ અલીની નજર તેમનાં પર ગઇ.ત્યારબાદ નરગિસ ફિલ્મોમાં કામ કરવા માટે ભારત આવી હતી. તેથી નરગિસ પાસે અમેરિકન પાસપોર્ટ છે.

9.સપના પબ્બી

ખામોશિયા નામની ફિલ્મ અને 24 જેવી સિરીઝમાં કામ કર્યુ છે. સપના લંડનમાં જન્મી છે. તેમનો અભ્યાસ લંડનનાં બર્મિંગહામમાં ચાલતો હતો. પરંતુ ફિલ્મોમાં કામ કરવા માટે તેણી ઇન્ડિયામાં આવી ગઇ. આ સાથે જ તે બ્રિટનની નાગરિકતા પણ લઇ આવ્યાં. તેથી સપના ભારતીય હોવા છતાં ભારતમાં મતદાન કરી શકે નહિં.

10.એવલિન શર્મા

તેણીએ યે જવાની હૈ દિવાનીમાં કામ કર્યુ હતું.જર્મનીનાં ફ્રૈંકફર્ટમાં તેણીનો જન્મ થયો હતો. તેમની માતા જર્મન અને પિતા પંજાબી હતા. એવલિને હોલીવૂડથી શરૂઆત કરી હતી,પરંતુ ત્યાં મેળ ન આવતા બોલીવૂડ તરફ પ્રયાણ કર્યુ.તેમની પાસે જર્મની ની નાગરિકતા છે.

READ ALSO 

Related posts

લ્યો બોલો! પોલીસને એટલી ઉતાવળ હતી કે જોયા વિના જ ભેંસ સાથે બાંધેલા ગાડાનું ચાલાન કાપી નાંખ્યું!

Bansari

ઇન્ટ્રા ડેમાં ક્રૂડના ભાવમાં ૧૯ ટકાનો વધારો ૧૯૯૧ પછીનો સૌથી મોટો ઉછાળો

Mayur

‘મોદી સરકાર દેશના યુવાઓને રોજગારી આપવામાં નિષ્ફળ ગઈ’ અધિર રંજન ચૌધરીએ બેરોજગારી મુદ્દે કર્યા પ્રહાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!