1 ડિસેમ્બરથી નવા મહિનાની શરૂઆત થઇ રહી છે. પરંતુ દર વખતની જેમ આ મહિને પણ બેન્કો બંધ રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર વિભિન્ન રાજ્યોમાં ડિસેમ્બર મહિનામાં 12 દિવસ બેન્ક હોલીડે (Bank Holiday) છે. આગામી મહિનાનુ પ્લાનિંગ કરતા પહેલા તમે પણ આ લિસ્ટ જરૂર ચેક કરી લો.
રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા તરફથી ડિસેમ્બર મહિનામાં આવનારી રજાઓની લિસ્ટ પહેલા જ જારી કરવામાં આવી છે. તમામ રવિવારે તો દેશભરમાં તમામ બેન્કો પહેલાથી જ બંધ રહે છે. આ ઉપરાંત મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બેન્કોમાં રજા રહે છે. આ રૂટિન રજાઓ છે. આ ઉપરાંત રાષ્ટ્રીય રજાઓના દિવસ અને અન્ય ક્ષેત્રીય રજાઓના દિવસે પણ બેન્ક બંધ રહે છે.


તેવામાં તમારા જરૂરી કામ પતાવવા માટે બેન્ક જવાનો પ્લાન બનાવી રહ્યાં હોવ તો તે જરૂર જાણી લો કે આ મહિને ક્યાં અને કઇ રજાઓ રહેશે. તેના માટે તમારે તમારી બેન્ક અને બ્રાન્ચની ઑફિશિયલ વેબસાઇટ પર ચેક કરવુ જોઇએ.
ડિસેમ્બરમાં આ તારીખે બેન્કો રહેશે બંધ : List of Bank Holidays in December 2020
- ડિસેમ્બર 1: નાગાલેન્ડમાં રાજ્ય સ્થાપના દિવસની રજા
- ડિસેમ્બર 2: અરુણાચલ પ્રદેશમાં ફેથ દિવસની રજા
- ડિસેમ્બર 3: કર્ણાટકમાં કનાકાડસા જયંતિ
- ડિસેમ્બર 3: ત્રિપુરામાં વર્લ્ડ ડિસેબલ્ડ ડે
- ડિસેમ્બર 3: ગોવામાં Feast of St. Francis Xavire ડેની રજા
- ડિસેમ્બર 5: શેખ મોહમ્મદ અબ્દુલ્લાનો જન્મદિવસ
- ડિસેમ્બર 6: રવિવાર

- ડિસેમ્બર 12: બીજો શનિવાર
- ડિસેમ્બર 13: રવિવાર
- ડિસેમ્બર 18: મેઘાયલમાં યુ સોસો થામની પુણ્યતિથિ
- ડિસેમ્બર 18: છત્તીસગઢમાં ગુરુઘાસી દાસ જયંતિ
- ડિસેમ્બર 19: ગોવા લિબરેશન ડે
- ડિસેમ્બર 19: પંજાબમાં ગુરુ તેગ બહાદુર જી શહીદી દિવસ
- ડિસેમ્બર 20: રવિવાર
- ડિસેમ્બર 25: ક્રિસમસ (નેશનલ હોલીડે)
- ડિસેમ્બર 27: રવિવાર
- ડિસેમ્બર 30: સિક્કીમમાં તામૂ લોસર
- ડિસેમ્બર 30: મેઘાલયમાં યૂ કિયાંગ નંગબાહ
- ડિસેમ્બર 30: મણિપુરમાં ન્યૂ યર ઇવની રજા
Read Also
- ભારતીય શેરબજારમાં આવેલા જબરદસ્ત ઉછાળાથી રોકાણકારો સાવધાન રહેજો નહીંતર…
- ગીર સોમનાથ/ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીએ વધું એક જીવ લીધો, ઝેરી દવા પી આપધાત કર્યો
- અરિંદમ ભટ્ટાચાર્યએ મમતા સરકાર પર લગાવ્યા મોટા આરોપો, હાલમાં જ TMC છોડીને ભાજપમાં થયા છે સામેલ
- ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ ભલે કમલમ ફ્રૂટ કર્યું પણ ઈન્ટરનેશનલ માર્કેટમાં નહીં ચાલે આ નામ
- ખેડૂતો-સરકાર વચ્ચેની 11મી બેઠક પણ નિષ્ફળ, કૃષિ મંત્રીએ કહ્યું- હવે આના કરતા વધુ સારું ના કરી શકીએ…