દિલ્હી લીકર પોલિસી કેસમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)એ પાંચ દિવસના રિમાન્ડ સમાપ્ત થયા બાદ આજે બુધવારે સિસોદિયાની દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ઈડીએ આ મામલે સિસોદિયાની વધુ પૂછપરછ માટે વધઉ રિમાન્ડની માંગ કરી હતી જેને કોર્ટે માન્ય રાખી છે. પરિણામે રાઉઝ એવેન્યુ કોર્ટે મનીષ સિસોદિયાને 5 એપ્રિલ સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા છે જેના પગલે પૂર્વ ડેપ્યુ સીએમને જેલના સળિયા ગણવા પડશે.

દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં મનીષ સિસોદિયાએ જસ્ટીસ એમ. કે. નાગપાલ પાસે જેલમાં વધુ બુક વાંચવા માટે માંગ કરી હતી અને અંગે સિસોદિયાએ કોર્ટમાં અરજી પણ કરી છે જે અંગે કોર્ટે કહ્યું કે, સિસોદિયાની જે બુક વાંચવા માંગે છે તે આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દિલ્હી લીકર પોલિસી કેસમાં 21 માર્ચે મની લોન્ડરિંગ કેસમાં જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી જે અંગે આજે સુનાવણી હાથ ધરી હતી. આજે કોર્ટે સિસોદિયાને 5 એપ્રિલ સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા છે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો