GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

ઓ બાપ રે હવે પોલીસ જ દારૂ વેચવા લાગી, પોલીસની આબરૂની આ પોલીસ સ્ટેશને ધૂળધાણી કરી

ગુજરાતમાં દારૂ બંધીના કાયદાનું પાલન કરવાની જવાબદારી જેમની છે તે પોલીસ અધિકારી જ દારૂના કાળાકારોબારમાં સપડાયા હોવાનો કિસ્સો કડી પોલીસ સ્ટેશનમાં પ્રકાશમાં આવ્યો છે. ગોડાઉનમાં જપ્ત કરેલા વિદેશી  દારુના સાત કન્ટેનર પડેલા હતા. જેમાંથી ૧૦૦ પેટી એટલે કે સાત લાખની કિંમતનો દારૂ સગેવગે કરવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટેશન પાછળ રહેતા કોન્સ્ટેબલના ઘરમાં છૂપાવ્યો હતો જો કે આ વાતનો  ભાંડો ફૂટતાં દારુનો જથ્થો કડી કેનાલમાં ફેક્યો હોવાની શંકા સેવાઇ રહી છે. પોલીસે ફાયર બ્રિગેડના તરવૈયા દ્વારા કેનાલમાં  તપાસ હાથ  ધરવામાં આવી રહી છે. જોકે આ બનાવ અંગે પોલીસ અધિકારીઓ કંઇ પણ કહેવાનો ઇન્કર રહ્યા છે. આ ઘટનાથી પોલીસ બેડામાં ખળભડાટ મચી જવા પામી છે.

પોલીસે વિદેશી દારુનો જથ્થો પકડયો

આ કેસની વિગત એવી  છે કે  લોક ડાઉન દરમિયાન મહેસાણા જિલ્લાની કડી પોલીસે વિદેશી દારુનો જથ્થો પકડયો હતો. સાત કેન્ટેનર જેટલો દારુનો જથ્થો ગોડાનમાં રાખવામાં આવ્યો હતો.  કડી પોલીસ સ્ટેશના પોલીસ ઇન્સ્પેકટરની દેખરેખ હેઠળ ગોડાઉનમાંથી ૧૦૦ પેટી એેટલે કે અંદાજિત સાત લાખની કિંમતનો જથ્થો ગોડાઉનમાંથી કાઢીને પોલીસ સ્ટેશન પાછળ રહેતા કોન્સ્ટેબલમા સંતાડવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ પોલીસ અધિકારીઓને થતાં આજે કડી કેનાલમાં દારૂનો જથ્થો ફેંકી દીધો હોવાના આક્ષેપો થતાં ગાંધીનગર રેન્જ સહિતના અધિકારીઓ  કડી પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા.

પોલીસ ઇન્સ્પેકટર ભૂગર્ભમાં ઉતરી ગયા

એટલું જ નહી મહેસાણા એસપીના બદલે તપાસ ગાંધીનગર એસપી મયુરસિંહ ચાવડાને સોંપવામાં આવી છે, આ બનાવની જાણ કડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરને આ વાતની ગંધ આવતાં તેઓ ગઇકાલે રાતથી મોબાઇલ સ્વીચ ઓફ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસ તપાસમાં કડી પોલીસ દ્વારા લોક ડાઉનના કડક અમલ તથા રેડ પાડીને પકડવામાં આવેલો દારૂનો સાત  કન્ટેનર જેટલો જથ્થો ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો આ જથ્થો કડી પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇને કહેવાથી સ્કૂલ વાનમાં પોલીસ સ્ટેશન પાછળ રહેતા એક  કોન્સ્ટેબલના ઘરમાં રાખવામાં આવ્યો હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઇ રહ્યું છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ મૌન

પોલીસને બાતમી મળી હતી કે પોલીસ દ્વારા ગોડાઉનમાંથી વેચવા કાઢેલો વિદેશી દારૂનો જથ્થાના ખાલી બોક્સ અમદાવાદથી કડી જવાના રોડ પર થોળ પાસે નર્મદા કેનાલ પાસે પડયા છે આ માહિતી આધારે પોલીસની ટીમો કેનાલ પાસે પહોચી હતી અને અમદાવાદ ફાયર બ્રિગેડના તરવૈયાની મદદથી કેનાલના પાણીમાં શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. જો કે પોલીસ દ્વારા જ આ ગોરખધંધો આચરવામાં આવ્યો હોવાથી પોલીસની આબરુ બચાવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ભારે મૌન સેવી રહ્યા છે.

READ ALSO

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!