GSTV

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

શિયાળાની કંપાવી દેતી ઠંડીમાં હોઠ અને ત્વચા એકદમ સંવેદનશીલ થઈ જાય છે. જ્યારે એકદમ ઠંડી હવા ચાલુ થાય છે, ત્યારે મોટા ભાગે લોકો હોઠ ફાટવાની ફરિયાદ કરતા હોય છે. આ સાથે જ ત્વચા પણ કડક થઈ જાય છે. ઘણી વાર એવુ પણ બને છે કે, જો આપણે ત્વચાનું ધ્યાન ન રાખીએ તો, ગંભીર પરિણામ પણ ભોગવવા પડે છે. ઘણી વાર તો તકલીફ વધતા હોઠમાં લોહી પણ નિકળવા લાગે છે. તો આવો અમે આજે આપને અહીં જણાવા જઈ રહ્યા છે કે, કઈ રીતે આપના હોઠને નાજૂક અને મૂલાયમ રાખશો.

લિપ બામથી મળશે આરામ

હોઠને મૂલાયમ રાખવા માટે શિયાળામાં લિપ બામનો ઉપયોગ કરો. તેના ઉપયોગથી હોઠની ચામડી સ્મૂધ રહેશે અને બળતરા પણ નહીં થાય. આ ઉપરાંત ફાટેલી સ્કિન માટે પણ તે ફાયદાકારક છે.

શરીરમાં પાણીની ઉણપ ન થાય તેનું ધ્યાન રાખો

શિયાળામાં શરીરમાં પાણીની ઉણપ ન આવે તેનું ધ્યાન રાખો. હોઠ ત્યારે ફાટવા લાગે છે, જ્યારે શરીરમાં પાણી ઓછુ થાય છે. એટલા માટે ભરપૂર પાણી પીવો, અને હોઠને ફાટતા બચાવો.

હોઠ પર જીભ ફેરવો નહીં

મોટા ભાગે એવુ બનતુ હોય છે કે, હોઠ ફાટતા ઘણા લોકો તેના પર જીભ ફેરવવા લાગે છે. જેથી કરીને હોઠ મૂલાયમ રહે. પણ આવુ કરવાથી તેના પર ઉલ્ટી અસર થાય છે. જીભ ફેરવવાથી હોઠ પર લાગતી લાળથી ત્વચા સુસ્ક બની જાય છે અને હોઠ વધારે ફાટે છે.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!