GSTV

અહો આશ્ચર્યમ : સિંહ અને સિંહણ વચ્ચેની આ ક્ષણ પહેલી વખત કેમેરામાં થઈ કેદ, સિંહની હરકત જોઈ ત્રાહીમામ પોકારી જશો

સિંહનો અદભુત વીડિયો આવ્યો સામે છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે સિંહ જંગલમાં ફરી રહ્યો છે. તેવામાં અચાનક તે દોડીને બાળસિંહ પર જાણે એટેક કરતો હોય તેવું લાગી રહ્યું છે. તે એટેક કરી સિંહણ પાસેથી બાળસિંહને છીનવી લે છે અને મોઢામાં દબોચી ત્યાંથી આગળ વધે છે. જો કે સિંહણ સિંહ સામે જાણે પોતાના બચ્ચાને છોડાવવા માટે કાકલુદી કરતી હોય એમ પાછળ પાછળ ફરે છે. પરંતુ સિંહ બાળસિંહને લઈને આગળ વધી જાય છે.

ટ્રેકરોની નજર સામે ખૂંખાર સિંહ બાળ સિંહને ઉઠાવી જતો જોવા મળી રહ્યો છે. ગીરમાં આવી અનેક વાર ઘટનાઓ બનતી હોય છે. પરંતુ સૌ પ્રથમવાર સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. સિંહણને મેટિંગમાં લેવા સિંહ સિંહબાળનો શિકાર કરતો હોય છે. વિડીયો સાસણના જિપ્સી રૂટ પરનો હોવાનું વન્ય પ્રેમીઓમાં ચર્ચાઈ રહ્યું છે.

READ ALSO

Related posts

વિદેશમાં પૈસા મોકલનારને લાગશે ઝટકો, લાગશે આ ટેકસ : દેશભરમાં બદલાઈ ગયાં છે આ નિયમો

Mansi Patel

પેટાચૂંટણી/ મતદારો માટે ચૂંટણીપંચે કરી ખાસ સુવિધા, દિવ્યાંગ-કોરોનાના દર્દી આ રીતે આપી શકશે પોતાનો અમૂલ્ય મત

pratik shah

ખિસ્સા કરો ઢીલા/ આજથી વધી રહ્યા છે ટોલ ટેક્સના ભાવ, જાણો વાહનચાલકોને કેટલો આપવો પડશે ટોલ ટેક્સ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!