GSTV

સિંહોના મોતની સાથે સ્વાઈન ફ્લૂથી પણ મૃત્યુ પામી રહ્યા છે દર્દીઓ, જાણો કુલ આંક

Last Updated on October 3, 2018 by

રાજ્યમાં સ્વાઈન ફ્લૂનું સંકટ વધુ ઘેરુ બન્યું છે. દરરોજ સ્વાઈન ફ્લૂના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં વધુ 55 કેસ નોંધાયા છે. તો ચાર દર્દીના મોત થયાં છે. વડોદરામાં બે, રાજકોટ અને અરવલ્લીમાં એક-એક દર્દીનું મોત થયું હતું. વડોદરામાં સયાજી હોસ્પિટલમાં બે દર્દીનું સારવાર દરમિયાન મોત થયાં છે. જેમાં એક વડોદરાના દુમાડ ગામના અને એક છોટાઉદેપુર જિલ્લાના દર્દી હતા. જ્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજના ગાય વાછડા ગામના યુવકનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે.

અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં 4 દર્દીનાં મોત થયાં છે. તો રાજકોટમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 10 પર પહોંચ્યો છે. વડોદરામાં ગઈકાલે પણ એક દર્દીનું મોત થયું હતું. આજે અમદાવાદમાં 13, સાબરકાંઠા અને ભાવનગરમાં 6-6, સુરતમાં 4, રાજકોટમાં 3 અને જામનગરમાં 2 કેસ નોંધાયા છે. પહેલી સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કુલ 742 કેસ નોંધાયા છે. જેમાંથી 25નાં મોત થયાં છે. રાજ્યમાં સૌથી વધુ 361 કેસ અમદાવામાં નોંધાયા છે. અને તેમાંથી 11 દર્દીનાં મોત થયાં છે.

Related posts

સુરતમાં હિટ એન્ડ રન / અજાણ્યા વાહન ચાલકે શ્રમિકને લીધો અડફેટે, મોતના આક્રંદથી ગમગીની

Pritesh Mehta

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારનો સૌથી મોટો નિર્ણય, રાજ્યના વિવિધ જીલ્લાઓના 14 જજોની કરી બદલી

pratik shah

કોરોનાથી થયેલ મોત પાછળ સરકારનું વળતર માનવ જાતની ક્રૂર મજાક, અમીત ચાવડાએ ઉઠાવ્યા સવાલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!