GSTV
India News Trending Videos Viral Videos

માની મમતા: પોતાના વ્હાલસોયા બચ્ચાનું મોત થઈ જતાં ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી સિંહણ, વીડિયો જોઈ તમારી આંખમાંથી પણ આંસૂ આવી જશે

જાનવર હોય કે માનણ સૌ કોઈ પોતાના સંતાનોને ખૂબ પ્રેમ કરતા હોય છે. જો કે, માની મમતા આગળ બધુંય ફિક્કુ લાગે છે. બાળકો ખાતર મા પોતાના તમામ દુખ-દર્દ ભૂલી જાય છે. જ્યારે પણ બાળકોને કોઈ પણ પ્રકારની મુસિબત આવે છે. પરેશાની આવે છે. ત્યારે તેને દૂર કરવા માટે માતા જમીન આસમાન એક કરી દેતી હોય છે. પણ જો પોતાના જ વ્હાલસોયા દિકરાનું મોત થઈ જાય ત્યારે એક માતા પર કેવી વિતતી હશે તે અહીં આ વીડિયોમાં આપ જોઈ શકશો.

પોતાના વ્હાલસોયાના મોત પર એક સિંહણે જે રીતે કરૂણ રૂદન કર્યુ છે, તેને જોઈને સૌ કોઈની આંખમાં આંસૂ આવી જાય. આ વીડિયોમાં પણ આપ જોઈ શકો છો કે, મેદાનમાં એક સિંહણ હાંફતા હાંફતા આવે છે. તે ઘાયલ હોવા છતાં પણ આવી પહોંચે છે. જ્યાં એક બચ્ચુ પડ્યું છે. આ એનું જ બચ્ચુ છે. જો કે, પોતાના વ્હાલસોયાને મરેલો જોઈ ને સિંહણ આક્રંદ કરી મુકે છે. પોતાના દિકરાને ચારેતરફ સુંઘવા લાગે છે. આજ તો છે માની મમતા.

સિંહણ ઘણા સમય સુધી જમીન પર પડેલા બચ્ચા સુંઘી રહી, પણ બચ્ચામાં કોઈ હલનચલન થયુ નહીં. સિંહણ પણ સમજી જાય છે, આ બચ્ચુ હવે આ દુનિયામાં નથી રહ્યું. ત્યાર બાદ સિંહણ એટલા ઉંચા અવાજે ગર્જના કરે છે, કે સાંભળનારની આંખમાંથી આંસૂ આવી જાય. આ જ સમયે તેની પાસે અન્ય એક બચ્ચુ પણ આવે છે, જે તેનો ભાઈ છે. તે પણ આવા દ્રશ્યો જોઈ ભાવૂક થઈ જાય છે. આ વીડિયોમાં આપ જોઈ શકો છો કે, કોઈ અન્ય પ્રાણીઓને જોતા જ તુરંત હુમલો કરી દેતી સિંહણ આજે સામે શિકાર હોવા છતાં પણ લાચાર બનીને જોઈ રહી છે. કેમ કે તેણે પોતાનો વ્હાલસોયો ખોયો છે.

READ ALSO

Related posts

દુનિયાના ૪૫ દેશોના પાંચ કરોડ લોકો ભૂખમરાથી પીડિત : યુએન

GSTV Web Desk

કોંગ્રેસને ભારે પડી શકે સચિન પાયલટની નારાજગી, જુઓ અમારી વિશેષ રજૂઆત અંદરની વાત

Hardik Hingu

મુંબઈ / દશેરાએ શિવસેનાનાં બન્ને જૂથ કરશે શક્તિપ્રદર્શન, હાઈકોર્ટે આ મામલે કરી ટીકા

Hemal Vegda
GSTV