શિકારનું તાંડવ : સિંહે એક નહીં બે નહીં પૂરા સિત્તેર બકરાઓનું મારણ કર્યું

વેરાવળના ડારી ગામે સિંહોએ બકરાના સમુહ પર હુમલો કરતા ગામમા ચકચાર મચી જવા પામી છે. સિંહોએ એકાદ બકરાનું મારણ નથી કર્યું પરંતુ 70 થી વધારે બકરાઓના જીવ લીધા છે. પશુ પાલકોની કિંમતી મૂડી એવા બકરાના મોતથી પંથકમા સન્નાટો છવાઈ ગયો છે. હિંસક પ્રાણીઓના નિવાસ સ્થાનોમા કપાતના કારણે તેમને પોતાના દાણા-પાણી માટે નાછુટકે માનવ વસાહતોમા આવવું પડે છે. જેના કારણે માનવ તથા પશુઓ પર આવા હુમલાની ઘટનાઓ બનતી રહે છે.

દિપડાની દહેશત

ભાવનગરના મહુવાના માલપરા ગામે માનવભક્ષી દિપડાની દહેશત જોવા મળી છે. અને આ દિપડોએ ત્રણ વર્ષના બાળકને ફાડી ખાધો છે.માલપરા ગામના નેસડામાં વહેલી સવાર ચાર વાગ્યાના અરસામાં દિપડો ઘુસી આવ્યો હતો. તેમજ ત્રણ વર્ષના મોહિત નામના બાળકને ઉઠાવી જંગલ વિસ્તારમાં ચાલ્યો ગયો હતો. આ અંગે વનવિભાગને જાણ કરતા વન વિભાગે શોધખોળ શરૂ કરી છે. જેમાં બાળકનું અડધુ શરીર જ મળ્યુ હતુ.અને દિપડાએ બાળકને ફાડી ખાધો.

વનરાજના ધામા

ગીર સોમનાથના ઉનાના અમોદ્રા ગામે છેલ્લા એક વર્ષથી સિંહ પરે ધામા નાખ્યા છે. ચાર સિંહો રાતના સમયે શિકારની શોધમાં ગામમાં લટાર પણ મારતા જોવા મળી છે. જેથી ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જોકે સિંહ પરિવારના ધામાના કારણે ખેડૂતોમાં ક્યાંક ખુશી છે. કારણ કે, અન્ય કોઈ ઘાસચારા ખાતા પશુઓ ખેતરમાં આવવાની હિંમત કરતા નથી..જેથી ઉભા પાકને નુકશાન થતુ નથી. અગાઉ આ વિસ્તારમાં જંગલી ભૂંડ, રોજડા, જેવા પ્રાણીઓ ખેતીને નુકશાન પહોંચાડતા હતો. જોકે સિંહના ધામાથી તેનથી વન્ય જીવોથી મુક્તી મળી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter