GSTV
Home » News » સિંહોના મોત મામલે રાજ્ય સરકારની ચિંતા વધી, કેબિનેટ બેઠક લંબાઈ

સિંહોના મોત મામલે રાજ્ય સરકારની ચિંતા વધી, કેબિનેટ બેઠક લંબાઈ

અમરેલીના દલખાણિયા રેન્જમાં સિંહોના ટપોટપ મોત પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને સવાલ કર્યો છે. ત્યારે રાજ્ય સરકારની ચિંતા વધી ગઈ છે અને આજે યોજાયેલી કેબિનેટ બેઠક વધુ લંબાઈ છે. આ બેઠકમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર છે. તેમજ સિંહોના મોતના કારણો અને હાલમાં સિંહોની સ્થિતિ પર ચર્ચા થઈ રહી છે.

ગીરના જંગલમાં સિંહોના મોત મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્વનું અવલોકન કરતા ગેરકાયદેસર ચાલતા લાયન શો આના માટે જવાબદાર હોઇ શકે છે તેમ જણાવ્યું છે. હાઇકોર્ટે જણાવ્યું છે કે જંગલમાં ગેરકાયદેસર થતા લાયન શો અને આ પ્રકારના શોમાં સિંહોને અપાતા પોલ્ટ્રી ચિકનના કારણે સિંહોમાં વાયરસ ફેલાવાની શક્યતા નકારી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે ગીર જંગલમાં ધારીની દલખાણિયા રેન્જમાં એક પછી એક સાવજ મોતને ભેટી રહ્યા છે. સિંહોને આપવામાં આવતા મારણને કારણે સિંહોમાં વાયરસ ફેલાવવાને કારણે સિંહોના મોત થતા હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.

કુદરતે જાતે ગોઠવેલા પર્યાવરણના ચક્રમાં માનવી દ્વારા ખલેલ પહોંચાડવાના પ્રયાસો સમગ્ર માનવજાત માટે જોખમી સાબિત થઇ રહ્યા છે. સિંહ કુદરતી રીતે શિકાર કરે તો જ પર્યાવરણની સમતુલા જળવાઇ રહે. પરંતુ સિંહોને તૈયાર મારણ મળી જતા તેની કુદરતી શિકાર કરવાની શક્તિ જ ક્ષીણ થઇ ગઇ છે.ગીરના સાવજને અવારનવાર બહારથી મારણ લાવીને આપવાની પ્રથા કેટલી ઘાતક સાબિત થઇ શકે છે તે જાણતા કેટલાક સમજુ અધિકારીઓએ આ પ્રથા બંધ કરવાનું કહ્યું હતું. પરંતુ તેમની વાત કાને ધ્યાને ન લેવાઇ. આજે એક સાથે સિંહોના થઇ રહેલા મોત બાદ તમામને હવે તેની ગંભીરતા સમજાઇ છે.

વેટરનરી તબીબી ક્ષેત્રના જાણકારોના જણાવ્યા મુજબ બહારથી મારણ તરીકે લાવવામાં આવતા પાલતુ પશુઓમાં રહેલો કોઇ વાયરસ સિંહોમાં આવતા સિંહો ટપોટપ મોતને ભેટી રહ્યા હોવાની પ્રબળ શક્યતા છે. કારણ કે સિંહો તો દલખાણિયા સિવાય સમગ્ર ગીર અને ભાવનગર તેમજ જૂનાગઢ સુધી જોવા મળે છે. તો પછી અન્ય રેન્જના સિંહોમાં આ વાયરસની અસર કેમ ન થઇ.સિંહોને તૈયાર મારણ મળી જતું હોવાથી સ્વાભાવિક રીતે જ સિંહોની કુદરતી રીતે શિકાર કરવાની શક્તિ ક્ષીણ થઇ ગઇ છે. વળી ઘણા લાંબા સમયથી આમ જ ચાલતુ હોવાથી સિંહોનો સ્વભાવ પણ બદલાઇ ગયો છે. ચર્ચા મુજબ. આસપાસના રેવન્યુ વિસ્તારમાં કોઇ પશુ મરી જાય તો તેનો મૃતદેહ લાવીને જંગલમાં રાખી દેવાતો હતો.

વળી ઘણી વખત રખડતા ઢોર એવા અસુરક્ષિત જીવતા પશુઓ પણ લાવવામાં આવતા હતા. કોઇ મોટા નેતા કે અધિકારી આવ્યા હોય ત્યારે આવી વ્યવસ્થા ચોક્કસપણ ગોઠવવામાં આવતી. અનેક વખત સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી વીડિયો ક્લિપ તેનો પૂરાવો છે. આમ સિંહોને તૈયાર મારણ ધરી દેવાતું હોવાથી તેની શિકાર કરવાની કુદરતી શક્તિ જ જાણે કે ખતમ થઇ ગઇ છે. તૈયાર મારણ આપવાની પ્રથાએ જ ગીરના સાવજ પર સદીનું સૌથી મોટું સંકટ ઉભું કર્યું છે.

 • અસર વાળા સિંહોને અલગ કરવાનું કામ
 • જામવાળા ખાતે 33 સિંહો રાખ્યા  બ્લડ ટેસ્ટ નેગેટિવ
 • લીવર, કીડની અને લાળના ટેસ્ટ લેવાયા છે
 • દલખાણિયા રેન્જમાંથી અન્ય રેન
 • જસાધાર રેન્જમાં 26 સિંહો હતા તેમાંથી 3 મૃત્યુ પામ્યા
 • બહારથી તંદુરસ્ત છે
 • અત્યાર સુધી ત્રણ હજાર ચોરસ કિમીમાં 500થી વધુની ટીમ દ્વારા 600 સિંહોનું સ્ક્રિનિંગ
 • શંકાસ્પદ સિંહોને રેસ્ક્યુ
 • સાત નાની મોટી ઈન્જરી વાળાને ટ્રીટમેન્ટ
 • અમેરિકાથી વેક્સિનેશન આવશે તેમને જામવાળામાં રહેલા 33 સિંહોને વેક્સિન અપાશે
 • પુનાની લેબના રિપોર્ટમાં ચાર રિપોર્ટમાં વાયરસ જોવા મળ્યો
 • તેથી અમેરિકાથી વેક્સિનેશન મંગાવવામાં આવી
 • ગુજરાતના લેબોરેટરીમાં નહી પુનાના રિપોર્ટમાં ખુલાસો
 • સિંહો બહારથી સ્વસ્થ્ય
 • ફેફસા કામ કરતા બંધ કરે તેવી બિમારી હોય

Related posts

લોકો હવે ઘર કે હોટલમાં નહીં પણ એ જગ્યાએ સેક્સ કરવાનું પસંદ કરે છે જ્યાં હોય છે લોકોની ભીડ, ફોરપ્લેમાં તો…

Arohi

ભાઈ બહેનની વચ્ચે હતા શારીરિક સંબંધ, પહેલા 6 બાળકોને આપ્યો જન્મ પછી 2ની કરી નાખી હત્યા

Arohi

બંને હાથથી દિવ્યાંગ ચિત્રકારે કેરળના સીએમ સાથે પગ વડે સેલ્ફી લીધી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!