હવે તમારે તમારુ વોટર આઇડી કાર્ડને આધાર સાથે લિંક કરાવું પડશે. ચૂંટણી આયોગ સરકારને આ સૂચન આપવા અંગે યોજના બનાવી રહ્યું છે. પ્રસ્તાવના સંસદ દ્વારા પાસ થયા બાદ લોકોએ પોતાનું વોટર આઇડી કાર્ડ આધાર સાથે લિંક કરાવવું ફરજિયાત બની જશે.
38 કરોડ વોટર આઇડી આધાર સાથે લિંક

હાલ દેશમાં 75 કરોડ મતદાતાઓમાંથી 38 કરોડના વોટર આઇડી આધાર સાથે લિંક છે.
સુપ્રીમ કોર્ટના નિર્ણયે રોકી હતી રાહ
આધાર કાર્ડ સાથે વોટર આઇડી લિંક કરવાની પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટે 2015માં આધાર પર ચુકાદો આપ્યા બાદ રોક લગાવી હતી. 2017માં ચૂંટણી આયોગે ફરીથી સુપ્રીમ કોર્ટમાં તેને લિંકિંગ માટે અરજી આપી હતી. જે બાદ સુપ્રીમે તાજેતરમાં જ 26 સપ્ટેમ્બરમાં એક નિર્ણય આપ્યો હતો કે કાયદેરસની કાર્યવાહી વિના કેટલીક સેવાઓને આધાર સાથે લિંક નહી કરવામા આવે.
બોગસ વોટરો પર લાગશે લગામ
આધાર સાથે વોટર આઇડી લિંક કરવામાં આવતાં બોગસ વોટરો પર લગામ લાગશે. દેશભરમાં વિભિન્ન રાજકીય પાર્ટીઓ પણ ઓગસ્ટમાં થયેલી બેઠકમાં આધાર સાથે વોટર આઇડી કાર્ડ લિંક કરવા પર સહમતી આપી હતી.
આ રીતે કરો આધાર સાથે લિંક
-વોટર આઇડી કાર્ડને ઓનલાઇન આધાર સાથે લિંક કરવા માટે તમારે ચૂંટણી આયોગની લિંક www.eci.nic.in या www.nvsp.in પર જવું પડશે.
-તે બાદ તમારુ નામ, પિતાનું નામ. જન્મ તારીખ, શહેર અને રાજ્યનું નામ જેવી ડિટેલ્સ આપવાની રહેશે.
-ડિટેલ્સ સબમિટ કર્યા બાદ તમારે સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે. જો તમારી ડિટેલ્સ સાચી હશે તો વેબસાઇટ પર તમારી પૂર વિગતો ફોટો સહિત આવી જશે.
-આ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ એક પૉપઅપ આવશે જે બાદ તમારે ફરીથી તમારુ નામ, આધાર નંબર, વોટર આઇડી કાર્ડ નંબર, રજીસ્ટર્ડ મોબાઇલ કે ઇમેઇ આઇડી સબમીટ કરવાનું રહેશે.
-સબમીટ કર્યા બાદ સ્ક્રીન પર એક મેસેજ આવશે જેમાં કહેવામાં આવશે કે તમારી એપ્લીકેશન રજીસ્ટર કરી લેવામાં આવી છે.
Read Also
- આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા
- વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો
- ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર
- અમદાવાદ: યુવકને મોબાઈલમાં તીનપત્તી રમવું પડ્યું ભારે, રાજકોટ પોલીસના નામે થઇ કરોડોની ઠગાઈ
- કાળીયાર હરણ શિકાર કેસ/ શનિવારના રોજ કોર્ટમાં હાજર થવાનો સલમાન ખાનને આદેશ, 16 વખત લઈ ચૂક્યો છે હાજરીમાફી