GSTV

અતિઅગત્યનું/ ફટાફટ કરી લો આ મહત્વનું કામ, નહીંતર અટકી જશે તમારી સેલરી

કામ

Last Updated on June 22, 2021 by Bansari

આધાર નંબરને પાનકાર્ડ નંબર સાથે લિંક કરવા માટે આવકવેરા વિભાગ કડક વલણ અપનાવી શકે છે. લગભગ 13 વખત ડેડલાઇન આગળ વધારી ચુકેલા વિભાગે હવે અમ્પ્લોયરને એવા કર્મચારીઓની સેલરી રોકવાના આદેશ આપી શકે છે, જેમણે પોતાનો પાન કાર્ડ નંબર આધાર સાથે લિંક નથી કરાવ્યો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, વિભાગે કંપનીઓને પરિપત્ર બહાર પાડ્યો છે અને તેઓને તેમના કર્મચારીઓના આધાર અને પાનને લિંક કરાવવાની સૂચના આપી છે. જો કર્મચારીઓ 30 જૂન સુધીમાં પાનને આધાર સાથે લિંક કરશે નહીં, તો કંપનીઓ જુલાઈના પગારને રોકી શકે છે. નોંધનીય છે કે તાજેતરમાં જ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) એ પીએફ એકાઉન્ટને આધાર સાથે લિંક કરવા માટે આ જ પદ્ધતિ અપનાવી હતી. જો કે હવે સમયમર્યાદામાં વધારો થવાને કારણે કર્મચારીઓનો પગાર હોલ્ડ કરવાની કોઈ શક્યતા નહોતી. પરંતુ જો 31 ઓગસ્ટ સુધીમાં એકાઉન્ટને લિંક કરવામાં આવશે નહીં, તો કંપનીઓ સપ્ટેમ્બરથી પગાર રોકી શકે છે.

PAN

આટલી વખત વધી ઇનકમ ટેક્સ વિભાગની ડેડલાઇન

આવકવેરા વિભાગે છેલ્લા ત્રણ વર્ષમાં 13 વખત આધાર અને પાનકાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ વધારી છે. ગયા વર્ષે, કોરોના વાયરસ રોગચાળાને કારણે, સમયગાળો 31 માર્ચ 2020 થી વધારીને 30 જૂન 2020 સુધી કરવામાં આવ્યો હતો. આ પછી તેને વધારીને 31 માર્ચ 2021 કરવામાં આવી. પરંતુ કોરોના રોગચાળાની બીજી લહેરને કારણે, તે 30 જૂન 2021 સુધી વધારી દેવામાં આવી.

લાગી શકે છે 10 હજાર રૂપિયાનો દંડ

30 જૂન પછી, જો પાનકાર્ડ આધાર સાથે લિંક નહીં હોય, તો તે રદ કરવામાં આવશે. આવી સ્થિતિમાં જો પાનકાર્ડનો ઉપયોગ કરવામાં આવે તો તે આવકવેરા કાયદા હેઠળની કલમ 272 બીનું ઉલ્લંઘન માનવામાં આવશે. જેમાં પાનકાર્ડ ધારકને 10000 રૂપિયાનો દંડ ભરવો પડશે. જો રદ કરાયેલ પાનકાર્ડનો ફરીથી ઉપયોગ કરવામાં આવે તો પેનલ્ટીમાં પણ વધારો કરી શકાય છે.

કામ

ઓનલાઇન આ રીતે કરો લિંક

  • સૌ પ્રથમ, જો તમારું એકાઉન્ટ બનાવવામાં આવ્યું નથી, તો પછી પોતાનું રજીસ્ટ્રેશન કરો.
  • આવકવેરા વિભાગની ઇ-ફાઇલિંગ વેબસાઇટની મુલાકાત લો (www.incometaxindiaefiling.gov.in).
  • વેબસાઇટ પર એક વિકલ્પ દેખાશે ‘લિંક આધાર’, અહીં ક્લિક કરો.
  • લોગિન પછી, તમારા એકાઉન્ટની પ્રોફાઇલ સેટિંગ્સ પર જાઓ.
  • પ્રોફાઇલ સેટિંગમાં, તમે આધાર કાર્ડને લિંક કરવાનો વિકલ્પ જોશો, તેને સિલેક્ટ કરો.
  • અહીં આપેલા સેક્શનમાં તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો.
  • માહિતી ભર્યા પછી, નીચે બતાવેલ ‘લિંક આધાર’ વિકલ્પ પર ક્લિક કરો. આ પછી તમારુ આધાર લિંક થઇ જશે.

READ ALSO

Related posts

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari

આકાશી આફત / ભારે વરસાદ મહારાષ્ટ્રમાં આફત બની, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 112 લોકોના મોત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!