GSTV

30 સપ્ટેમ્બર સુધીમાં Ration Cardને Aadhaarસાથે કરાવો લિંક, નહીં તો થવું પડશે પરેશાન

શું તમે હજી સુધી તમારા રાશન કાર્ડ(Ration Card)ને આધાર સાથે લિંક કરાવ્યુ નથી…? તો આજે જ લિંક કરાવી લો કારણકે, 30 સપ્ટેમ્બર બાદ લોકોનું રાશનકાર્ડ આધાર સાથે લિંક થઈ શકશે નહી, જેથી તેમને રાશન મેળવવામાં મુશ્કેલી થઈ શકે છે. હવે તમે ઘરે બેઠા પોતાના આધાર કાર્ડને રાશનકાર્ડની સાથે લિંક કરાવી શકો છો. તો ચાલો તમને જણાવીએકે, તમે કેવી રીતે તેને લિંક કરાવી શકો છો.

30 સપ્ટેમ્બર સુધીમાં કરાવી શકો છો લિંક

દેશભરમાં ફેલાયેલા કોરોના સંકટને જોતાં કેન્દ્ર સરકારે રાશનકાર્ડને આધાર સાથે જોડવાની તારીખ 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે (Food Ministry)કહ્યું છે કે જેમણે 30 સપ્ટેમ્બર સુધીમાં પોતાનું રાશનકાર્ડ આધાર સાથે જોડ્યું નથી, તેમને રાશન આપવામાં આવશે નહીં.

આધારને રેશનકાર્ડ સાથે જોડવાની પ્રક્રિયા

સૌ પ્રથમ, તમારે આધાર આપતી સંસ્થા, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) ની ઓફિશિયલ વેબસાઇટ, uidai.gov.inની મુલાકાત લો. આ પછી, અહીં ‘Start Now’ વિકલ્પ પર ક્લિક કરો. હવે તમારી સરનામાંની વિગતો ભરો – જિલ્લા અને રાજ્યો ભરો. ઉપલબ્ધ વિકલ્પોમાંથી ‘Ration Card’ લાભ પ્રકાર પસંદ કરો. ‘Ration Card’યોજના પસંદ કરો.

OTP દાખલ કરો

હવે તમારો રેશનકાર્ડ નંબર, આધાર નંબર, ઈ-મેલ એડ્રેસ અને મોબાઈલ નંબર દાખલ કરો. તમારા નોંધાયેલા મોબાઇલ પર વન-ટાઇમ પાસવર્ડ (OTP)મોકલવામાં આવશે. OTP દાખલ કરો આ પછી, પ્રક્રિયાની સૂચના સ્ક્રીન પર દેખાશે. આ પોસ્ટ કરો, તમારી અરજી ચકાસવામાં આવશે અને સફળ ચકાસણી પછી, આધારકાર્ડ રેશનકાર્ડ સાથે લિંક થશે.

એક રાષ્ટ્ર એક કાર્ડ યોજના 1 જૂનથી લાગુ થઈ છે

જણાવી દઈએ કે 1 જૂનથી 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રેશનકાર્ડ પોર્ટેબિલીટી સર્વિસ ‘One nation One Card’ શરૂ થઈ ગઈ છે. હવે તમે આ યોજના હેઠળ કોઈપણ રાજ્યમાં રહીને રાશન ખરીદી શકો છો. એટલે કે, તમારે ક્યાંય પણ ખાદ્ય ચીજોની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. આ યોજના આંધ્રપ્રદેશ, તેલંગણા, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, ગોવા, ઝારખંડ, ત્રિપુરા, બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ હિમાચલ પ્રદેશ અને દમણ-દીવમાં પહેલેથી અમલમાં છે.

90 ટકા રેશનકાર્ડ જોડવામાં આવ્યા છે

મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં કુલ 23.5 કરોડ રેશનકાર્ડમાંથી 90 ટકા રેશનકાર્ડ આધાર સાથે જોડાયેલા છે. ઓછામાં ઓછા 80 કરોડ લાભાર્થી પરિવારના એક સભ્યને આધાર રેશનકાર્ડ સાથે જોડવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!