સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) એ વૈશ્વિક રોગચાળા કોવિડ -19 ને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવતા વર્ષે 31 માર્ચ સુધીમાં પાનકાર્ડને આધારકાર્ડ સાથે જોડવાની અંતિમ તારીખ વધારી દીધી છે. આવકવેરા વિભાગે સોમવારે આ માહિતી આપી હતી.

વિભાગના જણાવ્યા અનુસાર હવે પાનકાર્ડને 31 માર્ચ 2021 સુધીમાં આધાર સાથે લિંક કરી શકાશે. આ પહેલાં પણ તારીખ ઘણી વખત લંબાવી દેવામાં આવી ચૂકી છે. આ વખતે કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને સમયમર્યાદા વધારવામાં આવી છે .
એવાં લોકો જે કોઈ કારણોસર હજી સુધી પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવી શક્યા ન હતા. અગાઉ આ સમયમર્યાદા 30 જૂન હતી અને લિંક ન કરાવવા પર પાનકાર્ડ ધારકને 10,000 રૂપિયાનાં દંડની જોગવાઈ હતી.
READ ALSO
- દુ:ખદ: આફ્રિકી દેશ સેનેગલના ઈતિહાસમાં સૌથી મોટી આગ હોનારત, 11 નવજાત શિશુઓ જીવતા ભૂંજાયા
- માતા-પિતા પર ત્રાસ ગુજારનાર સંતાનો થશે ઘર અને સંપત્તિમાંથી બહાર, કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો
- સાવચેત/ વધુ કે ઓછુ, દરેક રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે દારૂ- સંશોધનમાં થયો ખુલાસો
- સુરતના પશુપાલકો માટે આનંદના સમાચાર, સુમુલ ડેરીએ દૂધમાં પ્રતિ કિલો ફેટ પર 10 રૂપિયાનો વધારો કર્યો
- મોટા સમાચાર/ કાબુલની મસ્જિદ અને મિનિ બસોમાં ચાર વિસ્ફોટ : 16થી વધુના મોત, અનેક ઘાયલ