ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી SMSની મદદથી આધાર નંબરને પાન નંબર સાથે જોડવાનું કહેવામાં આવ્યુ છે. આ માટે કોઇ પણ વ્યકિતએ પોતાના ફોનમાં કેપિટલ લેટરમાં UIDPAN લખીને સ્પેસ છોડીને આધાર નંબર અને ત્યા પછી પોતાના PAN નંબર લખીને 567678 અથવા 56161 પર SMS મોકલવાનો રહેશે. તે સિવાય ડિપાર્ટમેન્ટની ઇ-ફાઇલિંગ વેબસાઇટ પર જઇને પણ લિંક કરી શકાશે.
સરકારના ફાઇનાન્સ એક્ટ 2017 હેઠળ PAN નંબર અને આધાર નંબરને એકબીજા સાથે જોડવુ જરૂરી છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અનુસાર, હવે કોઈ નવું PAN કાર્ડ બનાવશે તો એપ્લિકેશન ફોર્મમાં આધાર નંબર આપી દેવાથી બન્ને લિંક થઈ જશે. PAN કાર્ડની રીપ્રિટિંગ વાળા ચેન્જ રિક્વેસ્ટ ફોર્મમાં આધાર નંબર આપવાથી પણ આ કામ થઈ શકે છે.
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આધાર અને PANને લિંક કરવાની આ સુવિધા આ મહિને શરૂ કરી હતી. હવે આધાર અને PAN લિંકિંગને ઈનકમ ટેક્સ રિટર્ન ભરવા માટે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ડિપાર્ટમેન્ટે પોતની ઇ-ફાઇલિંગ વેબસાઇટના હોમપેજ પર એક નવી લિંક આપી છે જેની મદદથી આધાર અને PAN લિંક કરી શકાશે.