GSTV
Home » News » કર્ણાટકમાં કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો, લિંગાયતના નાયબ મુખ્યમંત્રી બનાવવાની માગ ઉઠી

કર્ણાટકમાં કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો, લિંગાયતના નાયબ મુખ્યમંત્રી બનાવવાની માગ ઉઠી

કર્ણાટકના મુખ્ય પ્રધાન પદે કુમાર સ્વામીના શપથ ગ્રહણ પહેલા કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. કોંગ્રેસે કર્ણાટકમાં લિંગાયત કાર્ડ ખેલીને લિંગાયત સમુદાયના લોકોને વધારે મહત્વ આપ્યું હતું.

હવે લિંગાયત સમુદાયના સંગઠન અખિલ ભારત વીરશૈવ મહાસભાના નેતા તિપપ્પનાએ પત્ર લખી કોંગ્રેસના ધારાસભ્ય શમનૂર શિવશંકરપ્પાને નાયબ મુખ્ય મંત્રી બનાવવાની માંગ કરી છે. કેમ કે, શમનૂર શિવશંકરપ્પા લિંગાયત સમુદાયમાંથી આવે છે. શમનૂર શિવશંકરપ્પાએ દાવણગેરે દક્ષિણ વિધાનસભા બેઠક પરથી જીત મેળવી છે અને તેઓ અખિલ ભારત વીરશૈવ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.

કર્ણાટકમાં ચૂંટણી પહેલા કોંગ્રેસે લિંગાયત સમુદાયના મતદારોને પોતાની તરફ આકર્ષવા લિંગાયતને અલગ ધર્મનો દરજ્જો આપ્યો હતો. પરંતુ ચૂંટણીમાં કોંગ્રેસનું લિંગાયત કાર્ય ફેલ થયું હતું. ત્યારે કોંગ્રેસે લિંગાયતને વધારે મહત્વ આપ્યુ તેની સામે લિંગાયતના નાયબ મુખ્યમંત્રી બનાવાવની માગ હેવ ઉઠી રહી છે.

Related posts

મંચ પર જઈ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવા પડ્યા ભારે, રાજદ્રોહનો કેસ અને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી

Mayur

આ રાજ્યની સરકારે નસબંધી કરવાનો ટાર્ગેટ આપ્યો, ટાર્ગેટ પૂર્ણ નહીં થાય તો પગાર કટ અથવા ફરજીયાત નિવૃતિ

Mayur

આ વ્યક્તિ મોદીને પણ પછાડી દેશે : હવે કહ્યું કે હું બિટલ્સ જેટલો લોકપ્રિય, 1 કરોડ લોકો આવશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!