GSTV

અમદાવાદમાં કોરોના ડોમમાં કરફ્યુના દિવસે પણ લાગી લાઈનો, બોપલમાં 50 ટેસ્ટમાં 10 પોઝિટીવ નીકળ્યા

અમદાવાદ શહેરમાં 57 કલાકના કરફયૂના અમલની વચ્ચે શનિવારે બોપલ, સી.ટી.એમ. સહીતના અમુક વિસ્તારોમાં સ્થાનિક રહીશોએ રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવવા માટે લાંબી લાઈન લગાવી હતી. બોપલમાં સવારના બે કલાકના સમયમા કીઓસ્કમાં કરવામાં આવેલા પચાસ ટેસ્ટ પૈકી દસ જેટલા લોકો પોઝિટિવ થયા હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

શુક્રવાર રાતના નવથી 57 કલાકના સમય માટે કરફયૂ લાગૂ કરવામાં આવ્યો

મળતી માહીતી મુજબ, અમદાવાદ શહેરમાં શુક્રવાર રાતના નવથી 57 કલાકના સમય માટે કરફયૂ લાગૂ કરવામાં આવ્યો છે. બોપલ ઉપરાંત સી.ટી.એમ.સહીતના અન્ય કેટલાક વિસ્તારોમાં લોકોએ કરફયૂનો અમલ હોવા છતાં સ્વૈછીક રીતે તંત્ર દ્વારા રેપીડ ટેસ્ટ કરવા માટે લાંબી લાઈન લગાવી હતી.

બે કલાકમાં થયેલા પચાસ ટેસ્ટમાંથી દસ લોકો પોઝિટિવ થયા હતા

બોપલ વિસ્તારમાં બે કલાકમાં થયેલા પચાસ ટેસ્ટમાંથી દસ લોકો પોઝિટિવ થયા હતા.જયારે સી.ટી.એમ.ખાતે 25 થી વધુ ટેસ્ટમાં બે લોકો પોઝિટિવ થયા હતા. બોડકદેવ વોર્ડમાં પ્રેમચંદનગરને 40 પોઝિટિવ કેસ આવ્યા બાદ માઈક્રોકન્ટેઈન્મેન્ટ કરાયુ હતું.શનિવારે મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ ટીમો દ્વારા હોમ ટુ હોમ સર્વે કરવાની કામગીરી કરવામાં આવી હતી.

ફાયરને સોમવારે પાંચ નવી શબવાહિની મળશે

અમદાવાદ ફાયર વિભાગ પાસે હાલ કુલ 16 શબવાહીની છે.આ પૈકી ત્રણ થી ચાર શબવાહીની અવારનવાર રીપેરીંગમાં મુકવી પડતી હોય છે.શહેરના મેયર બિજલ પટેલ અને મ્યુનિ.ભાજપ નેતા દ્વારા આપવામાં આવેલા બજેટમાંથી નવી પાંચ શબવાહીની અમદાવાદ ફાયર વિભાગને સોમવારે મળશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

આંકડાની ગોલમાલ! ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ કરતાં પણ એક્ટિવ કેસ ઓછા, અમદાવાદમાં નવા 332 કેસ અને 10ના કરૂણ મોત

pratik shah

ડિજિટલ કરન્સી બિટકોઈને 2020માં આપ્યું જોરદાર વળતર, શું 2021માં પણ આવી તેજી જળવાશે?

Ankita Trada

થઈ જાવ સાવધ! અમદાવાદના આ વિસ્તારની પરિસ્થિતિ વણસી, વધુ 18 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં: 16 સ્થળતો નદીપારના

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!